Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટ્રમ્પનો ગાઝા શાંતિ પ્લાન: PM મોદીએ કર્યું સ્વાગત, હમાસને આકરી ચેતવણી

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા સંઘર્ષ સમાપ્ત કરવા વ્યાપક શાંતિ યોજના જાહેર કરી. PM નરેન્દ્ર મોદીએ 'સ્થાયી શાંતિ' માટે સ્વાગત કર્યું. નેતન્યાહૂએ સંમતિ આપી, હમાસને આકરી ચેતવણી.
ટ્રમ્પનો ગાઝા શાંતિ પ્લાન  pm મોદીએ કર્યું સ્વાગત  હમાસને આકરી ચેતવણી
Advertisement
  • ટ્રમ્પના ગાઝા વ્યાપક શાંતિ પ્લાનને PM મોદીએ વધાવ્યો (Trump Gaza PM Modi)
  • ટ્રમ્પના પ્લાનને લાંબા ગાળાનો અને સ્થાયી શાંતિ માર્ગ ગણાવ્યો
  • આ યોજના માટે ઇઝરાયેલના વડા પ્રધાન બ્રુન્હામિન નેતન્યાહૂની સંમતિ

Trump Gaza PM Modi : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા સંઘર્ષને સમાપ્ત કરવા માટે એક નવો અને વ્યાપક શાંતિ પ્લાન વ્હાઇટ હાઉસમાંથી જાહેર કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ યોજના માટે ઇઝરાયેલના વડા પ્રધાન બ્રુન્હામિન નેતન્યાહૂની સંમતિ છે. આ પ્રસ્તાવ જાહેર કરતી વખતે ટ્રમ્પે હમાસને આકરી ચેતવણી પણ આપી છે.

બીજી તરફ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પની આ પહેલનું ખુલ્લેઆમ સ્વાગત કર્યું છે અને તેને ફિલિસ્તીની તથા ઇઝરાયેલી લોકો માટે "લાંબા ગાળાની અને સ્થાયી શાંતિ"નો માર્ગ ગણાવ્યો છે.

Advertisement

ટ્રમ્પે હમાસને આપી ચેતવણી (Trump Gaza PM Modi)

શાંતિ સમજૂતીની વાત કરતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે હમાસને ચેતવણી આપતા કહ્યું, "હું આશા રાખું છું કે અમે શાંતિ માટે એક સમજૂતી કરીશું. જો હમાસ આ કરારને નકારી કાઢશે – જે શક્ય છે – તો આ ડીલથી માત્ર તે જ બાકાત રહેશે." તેમણે આગળ કહ્યું કે, "બાકી બધાએ આ સ્વીકારી લીધું છે, પરંતુ મને લાગે છે કે અમને સકારાત્મક જવાબ મળશે. પણ જો એવું ન થાય, તો તમે જાણો છો, ઇઝરાયેલી વડા પ્રધાન, તમને જે કરવું પડશે તેમાં અમારો પૂરો સહયોગ છે."

Advertisement

પીએમ મોદીએ કર્યું ટ્રમ્પના નિર્ણયનું સ્વાગત (Trump Gaza PM Modi)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પની જાહેરાતનું સ્વાગત કરતા કહ્યું, "અમે ગાઝા સંઘર્ષને સમાપ્ત કરવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ દ્વારા વ્યાપક યોજનાની ઘોષણાનું સ્વાગત કરીએ છીએ." તેમણે ઉમેર્યું કે, "આ યોજના ફિલિસ્તીની અને ઇઝરાયેલી લોકો તેમજ વ્યાપક પશ્ચિમ એશિયાઈ પ્રદેશ માટે લાંબા ગાળાની અને સ્થાયી શાંતિ, સુરક્ષા અને વિકાસનો એક સધ્ધર માર્ગ પૂરો પાડે છે. અમે આશા રાખીએ છીએ કે તમામ સંબંધિત પક્ષો રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ પહેલ પાછળ એકજૂથ થશે અને સંઘર્ષને સમાપ્ત કરવાના આ પ્રયાસને સમર્થન આપશે." પીએમ મોદીની આ ટિપ્પણી વ્હાઇટ હાઉસમાં યુએસ પ્રમુખ ટ્રમ્પ અને ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂની બેઠક બાદ શાંતિ યોજના જાહેર થઈ તે સમયે આવી છે.

ટ્રમ્પની યોજના પર નેતન્યાહૂનો પ્રતિભાવ

વ્હાઇટ હાઉસમાં નેતન્યાહૂએ ટ્રમ્પના નિર્ણયનું સમર્થન કરતાં કહ્યું કે, "જ્યારે આપણા બંને દેશો ખભે ખભો મિલાવીને ઊભા રહે છે, ત્યારે આપણે અશક્યને પણ શક્ય બનાવી શકીએ છીએ."

નેતન્યાહૂના મતે, આ પ્રસ્તાવથી ચાર મુખ્ય લક્ષ્યો પ્રાપ્ત થશે

  • ગાઝામાં બંધક બનાવેલા તમામ ઇઝરાયેલી નાગરિકોની સુરક્ષિત વાપસી.
  • હમાસની સૈન્ય ક્ષમતાઓને સંપૂર્ણપણે નષ્ટ કરવી.
  • હમાસની રાજકીય સત્તાનો અંત અને ગાઝામાં તેમના શાસનને માન્યતા ન આપવી.
  • ગાઝાનું વહીવટી નિયંત્રણ હમાસ કે ફિલિસ્તીનીઓના હાથમાં ન આપીને આંતરરાષ્ટ્રીય સહયોગ સાથેનું વચગાળાનું માળખું તૈયાર કરવું.

આ શાંતિ યોજનામાં એ પણ સામેલ છે કે ગાઝા એક કટ્ટરતા-મુક્ત, આતંક-મુક્ત પ્રદેશ બનશે જે તેના પડોશીઓ માટે કોઈ ખતરો નહીં પેદા કરે, અને જેનો પુનર્વિકાસ ત્યાંના લોકોના લાભ માટે કરવામાં આવશે.

અન્ય દેશોએ પણ કર્યું સમર્થન

અગાઉ, કેનેડા, કતાર, જોર્ડન, સંયુક્ત આરબ અમીરાત (UAE), ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરેબિયા અને ઇજિપ્તે પણ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ યોજનાનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો  :  ગાઝામાં યુદ્ધ વિરામ માટે ટ્રમ્પે લીધેલા નિર્ણય પર નેતન્યાહૂ શું બોલ્યા? વ્હાઈટ હાઉસમાં થઈ બેઠક

Tags :
Advertisement

.

×