ટેરિફની ધમકી વચ્ચે ભારતે ટ્રમ્પને આપ્યો જડબાતોડ જવાબ , અમેરિકા જ રશિયા સાથે મોટો વેપાર કરે છેઃ ભારત
- ટેરિફની ધમકી વચ્ચે ભારતે ટ્રમ્પને રોકડું પરખાવ્યું,
- અમેરિકા જ રશિયા સાથે મોટો વેપાર કરે છેઃ ભારત
- ભારત પર જંગી ટેરિફ લાદવાની ટ્રમ્પે ધમકી આપી
- 7 ઓગસ્ટથી ભારત પર 25 ટકા ટેરિફ લાગુ કરાશે
- પેનલ્ટી કેટલી લાગશે તેની નથી કરી કોઈ ચોખવટ
નવી દિલ્હી: અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતને ધમકી આપી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ભારત રશિયા પાસેથી માત્ર તેલ ખરીદી જ નથી રહ્યું, પરંતુ તેને વૈશ્વિક બજારમાં વેચીને મોટો નફો પણ કમાઈ રહ્યું છે. આ માટે ટ્રમ્પે ભારત પર ટેરિફ વધારવાની વાત કરી છે. તેના જવાબમાં ભારતે પણ કડક પ્રતિક્રિયા આપી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે કે, "ભારત પોતાના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષાની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેશે." હાલમાં ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લગાવ્યો છે.
India will take all necessary measures to safeguard its national interests and economic security: MEA spokesperson Randhir Jaiswal
"India has been targeted by the United States and the European Union for importing oil from Russia after the commencement of the Ukraine conflict.… pic.twitter.com/xLnUw7gaWl
— ANI (@ANI) August 4, 2025
ભારતે આપ્યો જડબાતોડ જવાબ:
ભારતે પોતાના નિવેદનમાં સ્પષ્ટતા કરી કે, યુક્રેન સંઘર્ષની શરૂઆત બાદથી રશિયા પાસેથી તેલની આયાત કરવા બદલ ભારત અમેરિકા અને યુરોપિયન યુનિયનના નિશાના પર છે. જોકે, યુદ્ધ શરૂ થયા બાદ યુરોપ તરફથી મળતી પરંપરાગત સપ્લાયમાં ઘટાડો થતા ભારતે રશિયા પાસેથી આયાત શરૂ કરી હતી. તે સમયે, અમેરિકાએ પોતે પણ વૈશ્વિક ઊર્જા બજારોની સ્થિરતા જાળવવા માટે ભારતના આવા પગલાંને પ્રોત્સાહન આપ્યું હતું. વિદેશ મંત્રાલયે કહ્યું કે, "અમારી આયાતનો મુખ્ય ઉદ્દેશ ભારતીય ગ્રાહકો માટે ઊર્જાનો ખર્ચ વાજબી અને અંદાજિત રાખવાનો છે. આ વૈશ્વિક બજારની પરિસ્થિતિઓને કારણે એક જરૂરિયાત છે."
અમેરિકા અને યુરોપ પણ રશિયા સાથે કરે છે વેપાર
ભારતે આ મામલે અમેરિકા અને યુરોપને આયનો બતાવતા કહ્યું કે, "2024માં યુરોપિયન યુનિયનનો રશિયા સાથેનો દ્વિપક્ષીય વેપાર 67.5 અબજ યુરોનો હતો. આ વેપારમાં માત્ર ઊર્જા જ નહીં, પરંતુ ખાતર, રસાયણો, લોખંડ અને સ્ટીલ જેવી વસ્તુઓ પણ સામેલ છે." ભારતે અમેરિકા પર પણ આંગળી ચીંધીને કહ્યું કે, "અમેરિકા પોતે પણ રશિયા પાસેથી તેના પરમાણુ ઉદ્યોગ માટે યુરેનિયમ અને ઈલેક્ટ્રિક વાહન (EV) ઉદ્યોગ માટે પેલેડિયમની આયાત ચાલુ રાખે છે. આવા સંજોગોમાં ભારતને નિશાન બનાવવું અનુચિત અને તર્કહીન છે."
શું કહ્યું હતું ડોનાલ્ડ ટ્રમ્પે?
ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું હતું કે, "ભારત માત્ર મોટી માત્રામાં રશિયન તેલ ખરીદી જ નથી રહ્યું, પરંતુ ખરીદેલા તેલનો મોટો ભાગ ઊંચા નફા સાથે ખુલ્લા બજારમાં વેચી પણ રહ્યું છે. તેમને એ વાતની કોઈ પરવા નથી કે રશિયાની યુદ્ધ મશીનરી દ્વારા યુક્રેનમાં કેટલા લોકો મરી રહ્યા છે. આ કારણોસર, હું અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા ટેરિફમાં નોંધપાત્ર વધારો કરીશ."


