Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tariff : ટ્રમ્પનો ટેરિફ થઈ જશે 'ફેલ'! ભારત 50 દેશ સાથે કરશે વેપાર!

ભારત પર અમેરિકાએ 50 ટકા ટેરિક લગાવ્યો (Tariff) ભારતે ટ્રમ્પના ટેરિફને ફેલ કરવા માસ્ટર પ્લાન તૈયાર કર્યો ટ્રમ્પના ટેરિફની અસર પુરી રીતે ખતમ થઈ જશે યુરોપ અને યૂકે સાથે કરી ડિલ Tariff : ભારત પર અમેરિકાએ 50 ટકા ટેરિક...
tariff   ટ્રમ્પનો ટેરિફ થઈ જશે  ફેલ   ભારત 50 દેશ સાથે કરશે વેપાર
Advertisement
  • ભારત પર અમેરિકાએ 50 ટકા ટેરિક લગાવ્યો (Tariff)
  • ભારતે ટ્રમ્પના ટેરિફને ફેલ કરવા માસ્ટર પ્લાન તૈયાર કર્યો
  • ટ્રમ્પના ટેરિફની અસર પુરી રીતે ખતમ થઈ જશે
  • યુરોપ અને યૂકે સાથે કરી ડિલ

Tariff : ભારત પર અમેરિકાએ 50 ટકા ટેરિક (Tariff)લગાવ્યો છે. ખાસ વાત તો એ છે કે 25 ટકા ટેરિફ અગાઉ લાગુ થઈ ચૂક્યો છે અને 28 ઓગસ્ટથી વધુ 25 ટેરિફ ભારત પર લાગુ થઈ જશે. ત્યારે ભારતના વડાપ્રધાન મોદી પણ સ્પષ્ટપણે કહી ચૂક્યા છે કે દેશના ખેડૂતો માટે અમે કોઈ પણ કિંમત ચૂકવવા માટે તૈયાર છીએ. હવે ભારતે ટ્રમ્પના ટેરિફને ફેલ કરવા માટે નવું પ્લાનિંગ શરૂ કરી દીધું છે.

ટ્રમ્પના ટેરિફની અસર પુરી રીતે ખતમ થઈ જશે (Tariff)

ભારત 50 દેશની સાથે મળીને એવું પ્લાનિંગ કરવામાં લાગ્યું છે, જેનાથી ટ્રમ્પના ટેરિફની અસર પુરી રીતે ખતમ થઈ જશે. સરકાર દેશની નિકાસને ગતિ આપવા માટે ઘણા ઉપાયો પર કામ કરી રહી છે. જેમાં પશ્ચિમ એશિયા અને આફ્રિકા જેવા વિસ્તારના 50 દેશ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તે દેશમાં ભારતની કૂલ નિકાસનો લગભગ 90 ટકા હિસ્સો જાય છે. અધિકારીએ કહ્યું કે મંત્રાલય દરેક ઉત્પાદન પર નજીકથી કામ કરી રહ્યું છે.

Advertisement

યુરોપ અને યૂકે સાથે કરી ડિલ (Tariff)

બીજી તરફ ભારતે તાજેત્તરમાં જ યૂકેની સાથે ફ્રી ટ્રેડ ડિલ કરી છે. જેનાથી ભારતની નિકાસમાં વધારો થઈ શકે છે. યુકે અને ભારતની વચ્ચે થયેલા FTAથી બંને દેશોની વચ્ચેનો ટ્રેડ 120 બિલિયન ડોલર સુધી વધી શકે છે. ત્યારે બીજી તરફ યૂરોપની સાથે પણ ભારતની ટ્રેડ ડિલ લગભગ પુરી થઈ ચૂકી છે. આઈસલેન્ડ, લિકટેસ્ટીન, નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડ સહિત EFTA ગ્રુપથી 15 વર્ષમાં 100 અરબ અમેરિકી ડોલરના રોકાણની ડિલ મળી છે. આ ડિલ ઓક્ટોબરથી લાગુ થવાની આશા છે. એટલે કે ભારતને જે નુકસાન અમેરિકાથી થવાની આશા છે, તે યુકે અને યુરોપ સિવાય દુનિયાના 50 દેશ સાથે થનારી ટ્રેડ ડીલથી પુરૂ થઈ શકે છે.

Advertisement

આ પણ  વાંચો -Air India Fligh :1 સપ્ટેમ્બરથી દિલ્હીથી વોશિંગ્ટન જતી તમામ ફ્લાઈટ રદ,જાણો કારણ

આફ્રિકા અને મધ્ય પૂર્વ પર ધ્યાન કેન્દ્રિત કરો

સરકાર દેશની નિકાસ વધારવા માટે અનેક પગલાં પર કામ કરી રહી છે. આમાં પશ્ચિમ એશિયા અથવા ગલ્ફ દેશો અને આફ્રિકા જેવા પ્રદેશોના 50 દેશો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમાવેશ થાય છે. આ પગલાં અમેરિકા દ્વારા ભારતીય માલ પર લાદવામાં આવેલી ભારે ડ્યુટી વચ્ચે લેવામાં આવી રહ્યા છે. સોમવારે, એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર જે 50 દેશો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, તે ભારતની કુલ નિકાસનો લગભગ 90 ટકા હિસ્સો ધરાવે છે. અધિકારીએ જણાવ્યું હતું કે વાણિજ્ય મંત્રાલય નિકાસ વૈવિધ્યકરણ, આયાત અવેજી અને નિકાસ ક્ષેત્રની સ્પર્ધાત્મકતા વધારવા સહિત ચાર પગલાં પર કામ કરી રહ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ સ્તંભો પર વિગતવાર વિશ્લેષણ ચાલી રહ્યું છે. મંત્રાલય દરેક ઉત્પાદન પર નજીકથી કામ કરી રહ્યું છે.

આ પણ  વાંચો -Pakistan : આસિમ મુનીરની પરમાણુ ધમકી પર ભારતનો જવાબ

અગાઉ 20 દેશ પર હતું ફોક્સ

વાણિજ્ય મંત્રાલય પહેલા 20 દેશ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હતું અને હવે આ રણનીતિમાં વધુ 30 દેશને સામેલ કરવામાં આવ્યા છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓની વચ્ચે ભારતની નિકાસ જૂનમાં 35.14 અરબ અમેરિકી ડોલર પર સ્થિર રહ્યું. જ્યારે મહિનાના અંતમાં વેપાર નુકસાન ચાર મહિનાના નીચલા સ્તર 18.78 અરબ અમેરિકી ડોલર પર આવી ગયું. નિકાસ એપ્રિલ-જૂન 2025-26 દરમિયાન 1.92 ટકા વધીને 112.17 અરબ અમેરિકી ડોલર રહી, જ્યારે આયાત 4.24 ટકા વધીને 179.44 અરબ અમેરિકી ડોલર થઈ ગઈ.

Tags :
Advertisement

.

×