તુલસી ગેબાર્ડે કહ્યું મારે ભારત સાથે કોઇ લેવાદેવા નથી, નિજ્જર કેસમાં ભારત પર જ ઉઠાવ્યા ગંભીર સવાલ
- તુલસી ગેબાર્ડે પોતાના જવાબોથી ભારતીયોને કર્યા નિરાશ
- ભારત સાથે કોઇ પણ પ્રકારનું કનેક્શન નહી હોવાનો કર્યો આક્ષેપ
- હું હિંદુ છું પરંતુ તેનો અર્થ એવો જરા પણ નથી કે હું ભારતીય છું
વોશિંગ્ટન : ટ્રમ્પ સરકારની મોટી નિયુક્તિઓ પૈકીની એક તુલસી ગૈબાર્ડે પોતાના એક નિવેદનથી લાખો ભારતીય પ્રશંસકોને ચોંકાવી દીધા છે સાથે નિરાશ પણ કર્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તુલસી ગેબાર્ડને નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર તરીકે નોમિનેટ કર્યા છે. નેશનલ ઇન્ટેલિજન્સ અંતર્ગત જ સીઆઇએ અને FBI કામ કરે છે.
તુલસી ગેબાર્ડ અમેરિકી સેનેટ સમક્ષ હાજર થયા
ગુરૂવારે તુલસી ગેબાર્ડ અમેરિકા સેનેટ સમક્ષ હાજર થયા હતા. અમેરિકામાં મોટા અધિકારીઓની નિયુક્તિને સેનેટ પાસેથી પરમીશન લેવી પડે છે. રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ અધિકારીએ પોતાના જવાબથી સેનેટના સભ્યોને સંતુષ્ટ કરવા પડતા હોય છે. ત્યાર બાદ જ સેનેટ આ નિયુક્તિઓ પર મહોર લગાવે છે. આ ચેક એન્ડ બેલેન્સની અનોખી સિસ્ટમ છે.
આ પણ વાંચો : Ahmedabad : દૂધ સાગર ડેરી બોનસ કેસમાં આરોપી વિપુલ ચૌધરી સહિત 3 સામે ચાર્જફ્રેમ
સાંસદોએ તીખા સવાલો પુછ્યા
તુલસી ગેબાર્ડ જ્યારે સેનેટ સમક્ષ રજુ થયા તો તેમને ડેમોક્રેટ અને રિપબ્લિકન સાંસદોએ તીખા સવાલ પુછ્યા. આ દરમિયાન તુલસી ગેબાર્ડે કહ્યું કે, કોઇ વિદેશી દેશ દ્વારા અમેરિકી નાગરિકોની હત્યાનો નિર્દેશ આપવો એક ગંભીર ચિંતાનો વિષય છે અને તેની તપાસ થવી જોઇએ. ગેબાર્ડથી ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં કેનેડાની સરકાર તરફથી ભારત પર લગાવાયેલા આરોપો અંગેના સવાલ પણ પુછવામાં આવ્યા હતા.
આરોપ ગંભીર ચિંતાનો વિષય
ઉલ્લેખનીય છે કે, 43 વર્ષની હિન્દુ અમેરિકન તુલસી ગેબાર્ડ અમેરિકી રાજ્ય હવાઇથી ડેમોક્રેટિગ કોંગ્રેસના પૂર્વ સભ્ય છે, જેમણે 2020 માં પોતાની પાર્ટીના રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવારી માટે દોડ લગાવી હતી, જો કે 2024 માં પાર્ટી છોડીને ટ્રમ્પનું સમર્થન કરી દીધું હતું.
તુલસી ગેબાર્ડથી સેનેટના એક સભ્યએ પુછ્યું કે, અમેરિકી સરકારે આરોપ લગાવ્યો કે ભારત સરકારના એક અધિકારીએ 2023 ના સ્પ્રિંગમાં ન્યૂયોર્ક શહેરમાં એક શીખ કાર્યકર્તા જે એક અમેરિકી નાગરિક છે કે હત્યા કરવાનો નિર્દેશ આપ્યો હતો, આ અંગે તમારુ શું કહેવું છે?
આ પણ વાંચો : ઈકોનોમિક સર્વેમાં GDPને લઈને સરકારનો દાવો, જાણો કઈ ઝડપે વધશે અર્થવ્યવસ્થા
નિજ્જર મામલે આપ્યું ચોંકાવનારું નિવેદન
સેનેટના સભ્યોએ સવાલ આગળ વધારતા કહ્યું કે, આ ઉપરાંત, કેનેડિયન અધિકારીઓએ ભારત સરકાર પર જુન 2023 માં કેનેડામાં એક કેનેડિયન નાગરિક અને શીખ કાર્યકર્તા હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો છે. આ આરોપો અંગે તમને શું વિચાર છે કે, ભારત સરકાર કેનેડા અને સંયુક્ત રાજ્ય અમેરિકામાં શીખ કાર્યકર્તાઓને નિશાન બનાવી રહી છે?
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે આ બંન્ને આરોપોનું ખંડન કર્યું છે. પહેલો આરોપ આતંકવાદી ગુરપતવંતસિંહની હત્યાના કથિત પ્રયાસ સાથે જોડાયેલો છે. ભારત સરકારે તેના સંગઠનને પ્રતિબંધિત કર્યા છે. બીજો કેસ કેનેડામાં હરદીપસિંહ નિજ્જરની હત્યા સાથે જોડાયેલો છે.
આ પણ વાંચો : પૂર્વ ક્રિકેટર Sachin Tendulkar ને આ એવોર્ડથી કરાશે સન્માનિત
ભારત એક મહત્વપુર્ણ ભાગીદાર પરંતુ અમેરિકા સર્વોપરી
સેનેટા આ સવાલો અંગે તુલસી ગેબાર્ડે ભારતના સ્ટેન્ડથી હટીને જવાબ આપ્યો. તેમણે સેનેટની સિલેક્ટ કમિટી ઓન ઇન્ટેલિજન્સને પોતાના લેખિત જવાબમાં કહ્યું કે, ભારત હિંદ પ્રશાંત ક્ષેત્રમાં એક મહત્વપુર્ણ આર્થિક અને સુરક્ષા ભાગીદાર છે. કોઇ પણ રોકાણ દેશ દ્વારા અમેરિકી નાગરિકોની વિરુદ્ધ, ખાસ રીતે અમેરિકી ધરતી પર, હત્યાઓના નિર્દેશ આપવાના વિશ્વસનીય આરોપ ગંભીર ચિંતાનો વિષય છે અને તેની તપાસ થવી જોઇએ.
તુલસી આટલેથી અટક્યા નહોતા અને આગળ જણાવ્યું કે, આ તપાસના પરિણામ અને ગુપ્ત માહિતી રાષ્ટ્રપતિ અને નીતિ નિર્માતાઓ સુધી પહોંચાડવી જોઇએ જેથી તેઓ કથિત ઘટના અંગે હું અને દ્વિપક્ષીય સંબંધો પર તેની અસરને જોતા સર્વોત્તમ નિર્ણય લઇ શકે.
આ પણ વાંચો : Mahakumbh Yatra Advisory: મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારે જાહેર કરી એડવાઇઝરી
ભારતે આ અહેવાલોને ફગાવ્યા છે
અમેરિકી સરકારના તમામ આરોપોનું ભારત ખંડન કર્યું છે અને નિરાધાર અને અયોગ્ય ગણાવ્યા છે. જો કે તુલસી ગેબાર્ડે પોતાના જવાબમાં તેનો ઉલ્લેખ નથી કર્યો. ભારતે આ આરોપોને ગંભીરતાથી લેતા ભારતે આ મામલે તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતીની રચના કરી છે. આ મામલે અમેરિકી સરકારે એક વ્યક્તિની ધરપકડ કરી છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે, આરોપી વ્યક્તિ હવે ભારત સરકારનો કર્મચારી નથી.
ન પુતિનની કઠપુતળી ન મોદીની કઠપુતળી
આ સેશન દરમિયાન તુલસી ગેબાર્ડે પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વ બનાવવા અંગે જોર આપ્યું હતું. તુલસીએ આ વાતને ફગાવી દીધી કે તેઓ કોઇની કઠપુતળી નથી. તુલસીએ ડેમોક્રેટ સાંસદો બર વરસતા કહ્યું કે, ડેમોક્રેટ્સે મારા પર ટ્રમ્પની કઠપુતળી, પુતિનની કઠપુતળી, અસદની કઠપુતળી અને મોદીની કઠપુતળી હોવાના આરોપો લગાવ્યા છે, જો કે જે વાત તેમને વાસ્તવમાં પરેશાન કરે છે તે એવી છે કે હું તેમની કઠપુતળી બનવાનો ઇન્કાર કરુ છું.
આ પણ વાંચો : Mahakumbh Yatra Advisory: મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારે જાહેર કરી એડવાઇઝરી
હિન્દત્વની ઉપાસક પરંતુ ભારત સાથે કોઇ કનેક્શન નહીં
અત્રે ઉલ્લેખનીય ચે કે, ગૈબાર્ડ હિન્દુ ધર્મમાં માને છે પરંતુ તેમનું ભારત સાથે કોઇ સંબંધ નથી. તુલસીએ પોતાના ભારતીય મુળ સાથે જોડાયેલા હોવાના સવાલનો જવાબ આપતા કહ્યું કે, તેઓ ભારતીય મુળની નથી.
તુલસી ગેબાર્ડની માતા કૈરોલ પોર્ટર ગબાર્ડ એક બહુસાંસ્કૃતિક પરિવારમાં મોટી થઇ છે. સમયની સાથે સાથે તેમની હિંદુ ધર્મમાં રુચી વિકસિત થઇ. તેમના તમામ બાળકો સાથે હિંદુ નામ છે. ભક્તિ, જય, આર્યન, તુલસી અને વૃંદાવન. અમેરિકી ગુપ્ચર એજન્સીઓનું નેતૃત્વ કરનારી પહેલી હિંદુ બન્યા બાદ તેમના હરે કૃષ્ણનો જાપ કરતા અનેક વીડિયો સામે આવ્યા છે.
આ પણ વાંચો : સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મૂને કહ્યા Poor Lady, BJP એ કહ્યું આદિવાસી રાષ્ટ્રપતિનું અપમાન


