Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

TV anchor ખતરામાં! એકતરફી પ્રેમમાં મહિલાએ કરાવ્યું ટીવી એન્કરનું અપહરણ

TV anchor: હૈદરાબાદમાં એકતરફા પ્રેમની એક અનોખી ઘટના સામે આવી છે. અહીં એક મહિલા ટીવી એન્કરથી એકતરફી પ્રેમ કરવા લાગી હતી, અને તેની સાથે લગ્ન કરવા માટે તેનું જ અપહરણ કરાવી દીધું હતું. મળતી વિગતો પ્રમાણે એક મહિલા છેલ્લા ઘણા...
tv anchor ખતરામાં  એકતરફી પ્રેમમાં મહિલાએ કરાવ્યું ટીવી એન્કરનું અપહરણ
Advertisement

TV anchor: હૈદરાબાદમાં એકતરફા પ્રેમની એક અનોખી ઘટના સામે આવી છે. અહીં એક મહિલા ટીવી એન્કરથી એકતરફી પ્રેમ કરવા લાગી હતી, અને તેની સાથે લગ્ન કરવા માટે તેનું જ અપહરણ કરાવી દીધું હતું. મળતી વિગતો પ્રમાણે એક મહિલા છેલ્લા ઘણા દિવસોથી એક ટીવી એન્કરના પ્રેમમાં પડી હતી, જોકે એ પ્રેમ એક તરફી હતો. આ મહિલા ઘણા સમયથી તે ટીવી એન્કરનો પીછો કરતી રહીં અને પછી તેની સાથે લગ્ન કરવા માટે ભાડાના ગૂંડાઓ બોલાવીને તેનું અપહરણ કરાવી દીધું હતું. સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે પોલીસે તે મહિલાની ધરપકડ કરી લીધી છે.

મહિલા અત્યારે ડિજિટલ માર્કેટિંગનો બિઝનેસ કરે છે

પોલીસે આપેલી વિગતો પ્રમાણે વાત કરીએ તો, મહિલા ઘણા સમયથી ટીવી એન્કરનો પીછો કરી રહી હતી જેથી તેની દિનચર્યા પર નજર રાખી શકે, પછી તેની કાર પર એક ટ્રેકિંગ ડિવાઈઝ લગાવી દીધું હતું. તે મહિલા અત્યારે ડિજિટલ માર્કેટિંગનો બિઝનેસ કરે છે. 31 વર્ષીય મહિલાએ બે વર્ષ પહેલા મેટ્રિમોની વેબસાઇટ શાદી વિવાહ પર ટીવી એન્કરની તસવીરો જોઈ હતી. તેની તસવીર જોઈને તે એટલી મોહિત થઈ ગઈ કે તેણે તેની સાથે ચેટ કરવાનું શરૂ કરી દીધું. જો કે, મહિલાને પાછળથી ખબર પડી કે એકાઉન્ટ હોલ્ડર મેટ્રિમોની વેબસાઈટ પર પ્રોફાઈલ પિક્ચર તરીકે પોતાના ફોટાને બદલે ટીવી એન્કરના ફોટાનો ઉપયોગ કરી રહ્યો છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, મહિલાએ એક ફોટોના આધારે એન્કરની તપાસ કરી અને પછી તેનો નંબર લાવી દીધો હતો. મહિલા એન્કરને મેસેજ કરીને સંપર્ક કર્યો હતો. એન્કરે મહિલાને કહ્યું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેના ફોટાનો ઉપયોગ કરીને મેટ્રિમોની સાઇટ પર ફેક એકાઉન્ટ બનાવ્યું છે અને તેણે આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

એન્કરે ના પાડી છતાં પણ મેસેજ કર્યા હતાં

પોલીસ વધુમાં જમાવ્યું કે, આટલું પણ જાણવા છતાં પણ મહિલાએ એન્કરને મેસેજ કરવાના ચાલું રાખ્યા હતાં. મહિલાથી નારાજ થઈને એન્કરે તેનો નંબર બ્લોક કરી દીધો હતો. આ પછી, એન્કર સાથે લગ્ન કરવા પર મક્કમ રહેલી મહિલાએ પછીથી આ મામલો ઉકેલી શકીશું તેવું વિચારીને તેનું અપહરણ કરવાની યોજના બનાવી. ત્યારબાદ તેણે એન્કરનું અપહરણ કરવા માટે ચાર લોકોને કામે રાખ્યા હતા અને તેની હિલચાલ પર નજર રાખવા માટે પીડિતાની કારમાં ટ્રેકિંગ ડિવાઇસ પણ લગાવ્યું હતું.

પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી

પોલીસે જણાવ્યું કે, 11 ફેબ્રુઆરીના રોજ ચાર ભાડે લીધેલા માણસોએ એન્કર પીડિતાનું અપહરણ કર્યું અને તેને મહિલાની ઓફિસમાં લઈ ગયા અને તેની સાથે ખૂબ મારપીટ કરી. પોલીસે જણાવ્યું કે પોતાના જીવના ડરથી ટીવી એન્કર મહિલાના કોલનો જવાબ આપવા માટે સંમત થયો અને પછી જ તેને જવા દેવામાં આવ્યો. બાદમાં તેઓએ ઉપ્પલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને કલમ 363, 341, 342 અને ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો. તપાસ દરમિયાન, પોલીસે આરોપી મહિલાને ચાર લોકો સાથે પકડી લીધી જેમને તેણે અપહરણને અંજામ આપવા માટે રાખ્યા હતા. હાલ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: Farmers Protest Stopped: ખેડૂત સંગઠનએ જાહેર કર્યો મોટો નિર્ણય, 29 ફેબ્રુ. સુધી આંદોલન સ્થગિત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×