Delhi Assembly Sessionમાં CAGના બે રિપોર્ટ રજૂ ,થયા મોટા ખુલાસા
- દિલ્હી વિધાનસભામાં CAGનો રિપોર્ટ રજૂ
- AAPના 21 ધારાસભ્યો ત્રણ દિવસ માટે સસ્પેન્ડ
- રેખા ગુપ્તાએ દારૂ નીતિ સંબંધિત CAG રિપોર્ટ રજૂ કર્યો
Delhi Assembly Session Extended:દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 12 ધારાસભ્યને એક દિવસ માટે સસ્પેન્ડ (AAP MLAs suspended)કર્યા બાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ CAGનો રિપોર્ટ (CAG reports,)રજૂ કર્યો હતો. જેમાં આજે CAGના 14માંથી બે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતાં. આ રિપોર્ટમાં લીકર પોલિસી અને શીશમહેલ કૌભાંડ સંબંધિત માહિતી રજૂ થઈ છે. બીજી બાજુ વિપક્ષે આ રજૂઆત દરમિયાન હોબાળો ચાલુ જ રાખતાં વિધાનસભાના સ્પીકર વિજેન્દર ગુપ્તાએ આમ આદમી પાર્ટીના કુલ 21 ધારાસભ્યોને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી પણ સામેલ છે. AAPના ધારાસભ્યોએ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાના સંબોધન દરમિયાન સુત્રોચ્ચાર કર્યા હતાં.
દારૂ નીતિ સંબંધિત CAG રિપોર્ટ રજૂ
મંગળવારે દિલ્હી વિધાનસભામાં દારૂ નીતિ સંબંધિત CAG રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દારૂ નીતિ સંબંધિત CAG રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે દિલ્હીની દારૂ નીતિમાં ફેરફારને કારણે બે હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. CAGના રિપોર્ટ મુજબ, સ્થાનિક લાયસન્સમાં છૂટને કારણે 941 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. રિટેલ લાઇસન્સ માટે ટેન્ડર બહાર ન પાડવાને કારણે 890 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
Delhi Assembly Speaker Vijender Gupta suspended 21 AAP MLAs from the Legislative Assembly for the next 2 days till 28th February.
— ANI (@ANI) February 25, 2025
આ પણ વાંચો -કોંગ્રેસના સજ્જન કુમારને આજીવન કેદની સજા, 1984નાં શીખ વિરોધી રમખાણોમાં હત્યાનો કેસ
CAG રિપોર્ટના લીધે થયો હોબાળો
દિલ્હી વિધાનસભામાં આજે CAG રિપોર્ટ રજૂ થવાનો છે. આ રિપોર્ટમાં આમ આદમી પાર્ટી પર મુખ્યમંત્રી આવાસ અને મોહલ્લા ક્લિનિક્સના રિનોવેશનમાં કથિત ગેરરીતિઓનો ઉલ્લેખ છે. CAG રિપોર્ટના કારણે દિલ્હીની ભાજપ સરકાર આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કરવા તૈયાર છે.
#WATCH | Delhi: Former CM and Delhi LoP Atishi says, "BJP has replaced the portrait of Dr Babasaheb Bhimrao Ambedkar with that of PM Narendra Modi...Does the BJP think that PM Modi is greater than Dr Babasaheb Bhimrao Ambedkar? When AAP MLAs raised the slogans of Dr Babasaheb… pic.twitter.com/f8TiZiunAU
— ANI (@ANI) February 25, 2025
આ પણ વાંચો -Maha Kumbh 2025: મહાશિવરાત્રી પર મહાકુંભમાં આવી છે તૈયારીઓ
આ પાંચ મુદ્દા પર સરકાર કરશે કામ
લેફ્ટનન્ટ ગવર્નરે પોતાના અભિભાષણમાં કહ્યું હતું કે, સરકાર પાંચ ટોચના મુદ્દાઓ પર કામ કરશે. જેમાં યમુના સફાઈ, પ્રદુષણ, ભ્રષ્ટાચારમુક્ત શાસન, બિનસત્તાવાર કોલોનીનું નિયમિતકરણ સામેલ છે. ઉપરાજ્યપાલે અભિભાષણમાં ભાજપ ધારાસભ્ય મોદી-મોદીના સુત્રોચ્ચાર કરી રહ્યા હતાં. બીજી બાજુ સદનની બહાર કરવામાં આવેલા AAPના ધારાસભ્યોએ બાબા સાહેબ આંબેડકરની તસવીર સાથે દેખાવો કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ માટે બાબા સાહેબ કરતાં પણ મોદી મોટા છે. આતિશીએ નિવેદન આપ્યું કે, ભાજપની સીએમ ઓફિસ, અને મંત્રીઓના કાર્યાલયોમાંથી બાબા સાહેબની તસવીર હટાવી મોદીની તસવીર લગાવવામાં આવી છે.


