Patna AIIMSની નર્સના બે બાળકોને ઘરમાં ઘૂસીને જીવતા સળગાવાયા
patna :પટનાના જાનીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનેગારોએ ઘરમાં ઘૂસીને પટના AIIMSની નર્સના બે બાળકોને જીવતા સળગાવી દીધા છે. મૃતક બાળકોના નામ અંજલી અને અંશ છે.બંને જાનીપુરના રહેવાસી શોભા અને લલન કુમાર ગુપ્તાના બાળકો હતા. લલન ગુપ્તા ચૂંટણી પંચમાં ક્લાર્ક છે.આ ઘટના ગુરુવારે બપોરે બની હતી.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા
માહિતી મળ્યા બાદ,પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. બદમાશોના આ કૃત્ય બાદ સ્થાનિક લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે.બાળકોના મૃતદેહ મળ્યા બાદ પરિવારો ગુસ્સે છે.ગ્રામજનો દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે અને આગચંપી કરવામાં આવી છે.પોલીસ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે.
#WATCH | Patna | Two children die in house fire at Nagwa village in Danapur. Police present on the spot of the incident, further investigation underway.
Phulwari Sharif DSP 2, Deepak Kumar says, "The two children died after being burnt... The father of the kids works in the… pic.twitter.com/MiO8Wr1RrX
— ANI (@ANI) July 31, 2025
બાળકો ઘરે એકલા હતા
બાળકો સ્કૂલેથી આવ્યા હતા અને ઘરમાં એકલા જ હતા. એવા સમયે ગુનેગારોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. ઘટના પછી બાળકોને જોવા ભારે ભીડ જમા એકત્ર થઈ ગઈ હતી. લોકોએ પોલીસ પ્રશાસન વિરુદ્ધ નારેબાજી કરી હતી. પરિવારે જણાવ્યું કે, કેટલાક અજાણ્યા લોકો એમના ઘરમાં ઘૂસી આવ્યા અને આ બંને બાળકોને જીવતા સળગાવ્યા. બંને બાળકોના શબ પલંગ ઉપર પડ્યા હતા.
પોલીસે આ કેસમાં શું કહ્યું?
ફુલવારી શરીફના ડીએસપી-2 દીપક કુમારે જણાવ્યું કે, બે બાળકોના સળગાવી દેવાની ઘટના સામે આવી છે. અમે તમામ ટેકનિકલ પાસાઓની પણ તપાસ કરી રહ્યા છીએ. પ્રારંભિક તપાસ મુજબ બાળકો ઘરમાં એકલા હતા એ દરમિયાન આ ઘટના બની હતી. આ બાબતે ઉંડાણપૂર્વક તપાસ થઈ રહી છે કે શું બદમાશોએ આ બાળકોને જીવતા સળગાવ્યા કે પછી કોઈપ્રકારે આગ લાગતાં તેમનું મોત થયું છે. હાલમાં ઘટનાને અંજામ કેમ અપાયો તેનું કારણ જાણવા મળ્યું નથી.


