Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ujjwala Yojanaમાં મોટો ફેરફાર: હવે 12ને બદલે 9 સિલિન્ડર મળશે , જાણો કેમ?

કેન્દ્ર સરકારે LPG સિલિન્ડર અને સબસિડીને લઈને બે મહત્ત્વના નિર્ણય લીધા છે. જાણો Ujjwala Yojanaમાં શું બદલાવ આવ્યો છે.
ujjwala yojanaમાં મોટો ફેરફાર  હવે 12ને બદલે 9 સિલિન્ડર મળશે   જાણો કેમ
Advertisement
  • Ujjwala Yojana અંગે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય
  • PMUYમાં સિલિન્ડરની સંખ્યા 12થી 9 કરી દેવાઈ
  • 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર મળતી રૂ.300ની સબસિડી ચાલુ

Ujjwala Yojana: સરકારે બે મહત્ત્વના આર્થિક નિર્ણયો લીધા છે. પહેલો નિર્ણય એ છે કે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ને LPG સિલિન્ડર સબસિડીના કારણે થતા નુકસાનની ભરપાઈ હપ્તાઓમાં કરવામાં આવશે. બીજો નિર્ણય પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ મળતા સિલિન્ડરોની સંખ્યા 12 થી ઘટાડીને 9 કરી દેવામાં આવી છે. જોકે, આ યોજના હેઠળ મળતી સબસિડીમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.

કેબિનેટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને LPG સિલિન્ડરના સબસિડીવાળા વેચાણથી થતા રૂ.30,000 કરોડના નુકસાનની ભરપાઈને મંજૂરી આપી છે. આ રકમ 12 હપ્તાઓમાં ચૂકવવામાં આવશે, જેમાંથી પહેલો હપ્તો આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં મળવાની અપેક્ષા છે. આ નિર્ણયથી નાણાકીય વર્ષ 2026માં કંપનીઓને રૂ.15,000 કરોડ મળશે, અને બાકીની રકમ નાણાકીય વર્ષ 2027ના બજેટમાં ચૂકવવામાં આવશે. આ રીતે ભંડોળને બે નાણાકીય વર્ષમાં વહેંચી દેવાથી સરકાર પરનો રાજકોષીય બોજ એકસાથે વધશે નહીં.

Advertisement

Advertisement

Ujjwala Yojanaમાં ફેરફાર અને સબસિડી

કેબિનેટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સબસિડીવાળા સિલિન્ડરોની વાર્ષિક સંખ્યા 12થી ઘટાડીને 9 કરી છે. જોકે, 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર મળતી રૂ.300ની સબસિડી ચાલુ રહેશે. નાણાકીય વર્ષ 2026 માટે આ યોજના માટે રૂ.12,060 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

શું છે Ujjwala Yojana ?

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) વિશે વાત કરીએ તો, આ યોજના 2016માં શરૂ થઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબી રેખા નીચે જીવતી 5 કરોડ મહિલાઓને LPG કનેક્શન આપવાનો હતો. આ યોજનાનો ફાયદો એ છે કે તે ઘરમાં સ્વચ્છ ઇંધણ લાવે છે, જેનાથી મહિલાઓના સ્વાસ્થ્ય અને સશક્તિકરણમાં મદદ મળે છે. સાથે જ, ગ્રામીણ યુવાનોને પણ રોજગારીની તકો મળે છે. આ યોજનાથી પરિવારોની LPG વપરાશમાં પણ વધારો થયો છે. સરકારી આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2020માં સરેરાશ ત્રણ સિલિન્ડર વપરાતા હતા, જે નાણાકીય વર્ષ 2025માં વધીને 4.47 થઈ ગયા છે.

આ પણ વાંચો: કોણ છે દબંગ પોલીસ અધિકારી Anuj Chaudhary? જે UPSCની પરીક્ષા આપ્યા વગર બની ગયા IPS

Advertisement

.

×