ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દિલ્હી રમખાણોના આરોપી ઉમર ખાલિદને બહેનના લગ્ન માટે 14 દિવસના વચગાળાના જામીન

દિલ્હીની કોર્ટે JNUના પૂર્વ વિદ્યાર્થી અને દિલ્હી રમખાણોના આરોપી ઉમર ખાલિદને બહેનના લગ્નમાં હાજરી આપવા માટે 14 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. 16 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી રૂ. 20,000ના બોન્ડ પર રાહત આપવામાં આવી છે. જોકે, કોર્ટે કડક શરત મૂકી છે કે ખાલિદ જામીન દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં અને માત્ર લગ્નની વિધિઓ પૂરતો જ હાજર રહી શકશે.
05:47 PM Dec 11, 2025 IST | Mihirr Solanki
દિલ્હીની કોર્ટે JNUના પૂર્વ વિદ્યાર્થી અને દિલ્હી રમખાણોના આરોપી ઉમર ખાલિદને બહેનના લગ્નમાં હાજરી આપવા માટે 14 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. 16 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી રૂ. 20,000ના બોન્ડ પર રાહત આપવામાં આવી છે. જોકે, કોર્ટે કડક શરત મૂકી છે કે ખાલિદ જામીન દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં અને માત્ર લગ્નની વિધિઓ પૂરતો જ હાજર રહી શકશે.

Umar Khalid Interim Bail : દિલ્હીની એક અદાલતે JNU ના પૂર્વ વિદ્યાર્થી અને 2020 ના દિલ્હી રમખાણોના કાવતરાના આરોપી ઉમર ખાલિદને બહેનના લગ્નમાં હાજરી આપવા માટે 14 દિવસના વચગાળાના જામીન આપ્યા છે. જોકે, કોર્ટે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરવા સહિતની કડક શરતો પણ લગાવી છે.

દિલ્હીની એક અદાલતે ગુરુવારે JNU (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી) ના પૂર્વ વિદ્યાર્થી અને દિલ્હી રમખાણોના કાવતરાના આરોપી ઉમર ખાલિદને તેમની બહેનના લગ્નમાં ભાગ લેવા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. એડિશનલ સેશન્સ જજ (ASJ) સમીર બાજપેયીએ ખાલિદને 16 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી, એટલે કે કુલ 14 દિવસ માટે વચગાળાના જામીન આપ્યા છે. આ અગાઉ, ડિસેમ્બર 2024 માં ખાલિદને તેમના પિતરાઈ ભાઈના લગ્નમાં હાજરી આપવા માટે સાત દિવસના જામીન આપવામાં આવ્યા હતા.

Umar Khalid Interim Bail : 27 ડિસેમ્બરે છે બહેનના લગ્ન

પ્રાપ્ત માહિતી મુજબ, ઉમર ખાલિદની બહેનના લગ્ન 27 ડિસેમ્બરના રોજ થવાના છે. કડકડડૂમા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જામીન અરજીમાં ખાલિદે 14 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી જામીન માંગ્યા હતા. જોકે, કોર્ટે તેમને 14 દિવસ માટે જ રાહત આપી છે.

અદાલતે કેટલીક કડક શરતો સાથે ઉમર ખાલિદને આ રાહત આપી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે જામીન અવધિ દરમિયાન અરજદારને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની છૂટ રહેશે નહીં. તે ફક્ત તેમના પરિવારજનો, સંબંધીઓ અને મિત્રોને જ મળી શકશે. સાથે જ, કોર્ટે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન તે માત્ર પોતાના ઘરે અથવા લગ્નની વિધિઓ યોજાવાની હોય તે સ્થળો પર જ હાજર રહેશે, જેની વિગતો તેણે આપી છે.

 કોર્ટે જામીન આપતા શું કહ્યું?

કેસની સુનાવણી દરમિયાન અદાલતે કહ્યું કે, 'આ વાતને ધ્યાનમાં લેતા કે લગ્ન અરજદારની સગી બહેનના છે, તેમની વચગાળાની જામીન અરજી સ્વીકારવામાં આવે છે.' અદાલતે અરજદારને રૂ. 20,000 ના વ્યક્તિગત બોન્ડ અને તેટલી જ રકમના બે જામીનદારો સાથે કેટલીક શરતો પર 16 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી વચગાળાના જામીન મંજૂર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, આના એક દિવસ પહેલા 10 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે આ જ કેસમાં ખાલિદ અને અન્ય પાંચ આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી નિયમિત (રેગ્યુલર) જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. ખાલિદની ધરપકડ 13 સપ્ટેમ્બર 2020 ના રોજ કરવામાં આવી હતી અને તેમના પર દિલ્હીમાં વર્ષ 2020 માં થયેલા રમખાણો માટે ફોજદારી કાવતરું રચવા બદલ UAPA (ગેર-કાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : 102 ડિગ્રી તાવ સાથે સંસદમાં પહોંચેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ વિરોધીઓ પર વરસ્યા

Tags :
Delhi Riots 2020Interim BailJNU StudentKarkardooma courtSupreme CourtUAPAUmar KhalidUmar Khalid Sister Wedding
Next Article