દિલ્હી મેટ્રોના ચોથા તબક્કાને મંજૂરી, શિક્ષણ માટે 85 નવા કેન્દ્રીય વિદ્યાલયોની જાહેરાત
- દિલ્હી મેટ્રોના ચોથા તબક્કાને મંજૂરી
- કેન્દ્રીય કેબિનેટની ભેટ, 85 નવા કેન્દ્રીય વિદ્યાલયો મંજૂર
- શિક્ષણ ક્ષેત્રમાં મક્કમ પગલું, 28 નવા નવોદય વિદ્યાલય મંજૂર
- દિલ્હી-હરિયાણા કનેક્ટિવિટી માટે નવો કોરિડોર
- 82,000 વિદ્યાર્થીઓ માટે નવી શૈક્ષણિક તકો
- મેટ્રો અને શિક્ષણમાં વિકાસના ડબલ એન્જિન
- 4 વર્ષમાં પૂર્ણ થશે રિથાલા-નરેલા-કુંડલી કોરિડોર
Delhi Metro Phase 4 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે નવા વર્ષ પહેલા દેશમાં માળખાગત સુવિધામાં ફેરફાર કરવા માટે શુક્રવારે મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કેબિનેટે દેશની જનતાને મોટી ભેટ આપતા દિલ્હી મેટ્રોના ચોથા તબક્કા એટલે કે રિથાલા-નરેલા-કુંડલી કોરિડોરને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ પછી દિલ્હી અને હરિયાણાની વચ્ચેની કનેક્ટિવિટી વધશે.
કેન્દ્ર સરકારનો શિક્ષણ ક્ષેત્રમાં મહત્વનો પ્રયાસ
જણાવી દઇએ કે, ચોથા તબક્કાનું કામ 4 વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ કોરિડોરની મંજૂરીથી નરેલા અને કુંડલી જેવા વિસ્તારના નાગરિકોને દિલ્હી મેટ્રો કનેક્ટિવિટીની મોટી સુવિધા મળશે, જે પરિવહન વધુ સરળ બનાવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે દેશભરમાં 85 નવા કેન્દ્રીય વિદ્યાલયો અને 28 નવા નવોદય વિદ્યાલયોની સ્થાપનાને મંજુરી આપવામાં આવી છે. આ શાળાઓ દેશભરના 82,000થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણની ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને સસ્તી સુવિધા પૂરી પાડશે. આ નવા કેન્દ્રીય વિદ્યાલયોની સ્થાપનામાં 5,872.08 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને તેનો અમલ વર્ષ 2025-26 સુધીમાં થઈ જશે.
દેશભરમાં 1 હજારથી વધુ કેન્દ્રીય વિદ્યાલયો કાર્યરત
કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આજ સુધી કેન્દ્રીય વિદ્યાલયોની સંખ્યા 1,256 સરળ રીતે કાર્યરત છે, જેમાંથી ત્રણ વિદેશમાં સ્થિત છે - મોસ્કો, કાઠમંડુ અને તેહરાન. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ શાળાઓમાં 13.56 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
દિલ્હી મેટ્રોના ચોથા તબક્કાને પણ મંજૂરી મળી
કેન્દ્રીય અને નવોદય વિદ્યાલય ઉપરાંત કેબિનેટે દિલ્હી મેટ્રોના ચોથા તબક્કા, રિથાલા-કુંડલી કોરિડોરને પણ મંજૂરી આપી છે. મળતી માહિતી મુજબ, આ કોરિડોર દિલ્હી અને હરિયાણા વચ્ચેની કનેક્ટિવિટી વધુ વધારશે. ચોથા તબક્કાના આ કોરિડોરને મંજૂરી મળ્યા બાદ 4 વર્ષમાં પૂર્ણ કરવાનો રહેશે.
આ પણ વાંચો: લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 મુસાફરોના મોત; 19 થી વધુ ઘાયલ