Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Uttar Pradesh:24 વર્ષનો દીકરો બન્યો હેવાન,માતા અને 4 બહેનની કરી હત્યા

પારિવારિક કંકાસમાં વિખેરાયો આખો પરિવાર ઉત્તરપ્રદેશના લખનઉમાં પાંચ લોકોની હત્યા હોટલમાંથી મળી આવ્યા તમામના મૃતદેહ 24 વર્ષીય આરોપીની પોલીસે કરી અટકાયત Uttar Pradesh News:ઉત્તરપ્રદેશના લખનઉમાં પારિવારિક કંકાસમાં આખો પરિવાર વિખેરાયો છે...લખનઉની એક હોટલમાં 5 લોકોની હત્યા (Five People Murder)કરવામાં...
uttar pradesh 24 વર્ષનો દીકરો  બન્યો  હેવાન માતા અને 4 બહેનની કરી હત્યા
Advertisement
  • પારિવારિક કંકાસમાં વિખેરાયો આખો પરિવાર
  • ઉત્તરપ્રદેશના લખનઉમાં પાંચ લોકોની હત્યા
  • હોટલમાંથી મળી આવ્યા તમામના મૃતદેહ
  • 24 વર્ષીય આરોપીની પોલીસે કરી અટકાયત

Uttar Pradesh News:ઉત્તરપ્રદેશના લખનઉમાં પારિવારિક કંકાસમાં આખો પરિવાર વિખેરાયો છે...લખનઉની એક હોટલમાં 5 લોકોની હત્યા (Five People Murder)કરવામાં આવી છે...પોલીસે અરશદ નામના 24 વર્ષીય આરોપીની અટકાયત કરી છે...આરોપીએ તેની માતા અને 4 બહેનોની હત્યા કર્યાની કબૂલાત કરી છે...પારિવારિક કંકાસમાં હત્યા કરી હોવાની કબૂલાત કર્યાનું સામે આવ્યું છે...આરોપી મૂળ આગ્રાનો રહેવાસી હોવાની વિગતો મળી છે...પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

મામલો શું હતો?

માહિતી મુજબ આગ્રાનો વતની પરિવાર લખનઉમાં આવેલી હોટલ શરણજીતમાં રોકાયો હતો. ઘટના બાદ પોલીસે પુત્રને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં પારિવારિક વિવાદને કારણે હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે. મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

Advertisement

Advertisement

આરોપીની ઓળખ જાહેર કરાઈ

આ ઘટનાને અંજામ આપનાર આરોપીનું નામ અરશદ (24) છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે હત્યાની કબૂલાત કરી હતી. તેણે પોલીસને જણાવ્યું કે તેનો પરિવાર સાથે કોઈ મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો, જેના કારણે તેણે આ ગુનો કર્યો હતો.

મૃતકોના નામ

  1. 1. આલિયા (ઉંમર 9 વર્ષ, બહેન)
  2. 2. અલશિયા (ઉંમર 19, બહેન)
  3. 3. અક્સા (ઉંમર 16 વર્ષ, બહેન)
  4. 4. રહેમીન (ઉંમર 18 વર્ષ, બહેન)
  5. 5. આસ્મા (માતા)

પોલીસ સૂત્રોનું માનીએ તો આરોપીએ ગળું દબાવીને હત્યા કરી હતી. ફોરેન્સિક ટીમ સ્થળ પર તપાસ કરી રહી છે. બુધવારે સવારે હોટલનો સ્ટાફ રૂમમાં ગયો ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપી સ્થળ પરથી ભાગી ગયો ન હતો, તે ત્યાં જ રહ્યો હતો.

Tags :
Advertisement

.

×