UP: 28 વર્ષની મહિલાએ 2 પતિને છોડી દીધા, લિવ-ઇન રિલેશનશિપમાં રહેતાં ગર્ભવતી થઈ!, પછી ભાડાની રુમમાંથી મળી લાશ
- બે પતિને છોડી અન્ય સાથે સંબંધ બાંધવા મહિલાને ભારે પડ્યા
- મૃતદેહ ભાડાના રૂમમાંથી મળી આવ્યો
- 30 વર્ષીય આરોપી અનુજની ધરપકડ
UP Crime: ક્યારેક પ્રેમના પરિણામો એટલા ભયંકર હોય છે કે તમારા આત્માને ધ્રુજાવી દે છે. કન્નૌજની 28 વર્ષીય અંગૂરી સાથે આવું જ બન્યું છે. ગર્ભવતી અંગૂરીનો સડી ગયેલો મૃતદેહ તેના ભાડાના રૂમમાંથી મળી આવ્યો હતો. આ કિસ્સો ગુડગાંવના ડુંડાહેરા ગામમાંથી પ્રકાશમાં આવ્યો છે. પોલીસે કહ્યું છે કે અંગૂરી 7 મહિનાની ગર્ભવતી હતી. અંગૂરી સાથે જોડાયેલી પોલીસે જે વાત કહી છે તે સાંભળીને તમે પણ હચમચી જશો. આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે પોલીસ અંગૂરીના લિવ-ઇન પાર્ટનર 30 વર્ષીય અનુજની ધરપકડ કરવામાં સફળ રહી.
ઝડપાયેલા અનુજે કર્યો ખૂલાસો?
અનુજે પોલીસને જણાવ્યું કે 31 ઓક્ટોબરની સાંજે તેનો અંગૂરી સાથે પૈસાને લઈને ઝઘડો થયો હતો. ગુસ્સામાં આવીને તેણે બંને હાથેથી અંગૂરીનું ગળું પકડી લીધું હતુ જેથી તેનું મોત થઈ ગયું. આ ઘટના બાદ અનુજ ગભરાઈ ગયો હતો. અને તેણે અંગૂરીને રૂમમાં બંધ કરી દીધી નાસી છૂટ્યો હતો.
અંગૂરી બે પતિથી અલગ થઈ હતી
અનુજે ખૂલાસો કર્યો કે અંગુરીએ શરૂઆતમાં 2023માં મોહમ્મદ સદરુદ્દીન સાથે લગ્ન કર્યા હતા. જોકે, થોડા સમય પછી તે તેનાથી અલગ થઈ ગઈ અને પછી 2024 માં વિશાલ સાથે કોર્ટ મેરેજ કરી લીધા. અંગુરીના વિશાલ સાથેના સંબંધો પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. આ સમય દરમિયાન તે આરોપી અનુજના સંપર્કમાં આવી. તે તેના ભાડાના રૂમમાં આવવા લાગ્યો અને તેમની વચ્ચે સંબંધ બંધાયો. જેના પરિણામે અંગુરીની ગર્ભવતી થઈ ગઈ. એવું કહેવાય છે કે ગર્ભાવસ્થા પછી અંગૂરીએ અનુજ પર પૈસા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતુ. જેના કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. જેથી અંગૂરીની હત્યા કરી હોવાનું હાલ કબૂલ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


