Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UP: આવકથી વધુ સંપત્તિ મામલે પૂર્વ શિક્ષણમંત્રીને 3 વર્ષની જેલ, આટલા લાખ રૂપિયાનો મસમોટો દંડ

ઉત્તર પ્રદેશથી એક મોટા સમાચાર આવ્યા છે. યુપીના ભૂતપૂર્વ શિક્ષણમંત્રી વિરુદ્ધ આવકથી વધુ સંપત્તિ મામલે સ્પેશિયલ એમપી-એમએલએ (MP-MLA) કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. પ્રયાગરાજની એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટે ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી રાકેશ ધર ત્રિપાઠીને ( Rakesh Dhar Tripathi) 3 વર્ષની કેદ...
up  આવકથી વધુ સંપત્તિ મામલે પૂર્વ શિક્ષણમંત્રીને 3 વર્ષની જેલ  આટલા લાખ રૂપિયાનો મસમોટો દંડ
Advertisement
ઉત્તર પ્રદેશથી એક મોટા સમાચાર આવ્યા છે. યુપીના ભૂતપૂર્વ શિક્ષણમંત્રી વિરુદ્ધ આવકથી વધુ સંપત્તિ મામલે સ્પેશિયલ એમપી-એમએલએ (MP-MLA) કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. પ્રયાગરાજની એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટે ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી રાકેશ ધર ત્રિપાઠીને ( Rakesh Dhar Tripathi) 3 વર્ષની કેદ અને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ નિર્ણય પછી રાકેશ ધર ત્રિપાઠી દ્વારા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી છે. આ અરજી પર થોડા સમય પછી સુનાવણી હાથ ધરવામાં આવશે.
સ્પેશિયલ એમપી-એમએલએ કોર્ટના ન્યાયાધીશ ડૉ. દિનેશ ચંદ્ર શુક્લાએ આ ચુકાદો આપ્યો છે. કોર્ટે ફરિયાદ પક્ષ અને આરોપી પક્ષના વકીલોની વિગતવાર દલીલો સાંભળ્યા પછી ચુકાદો આપવા માટે 22 ડિસેમ્બરની તારીખ નક્કી કરી હતી. ભૂતપૂર્વ મંત્રી રાકેશ ધર ત્રિપાઠી વિરુદ્ધ ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ હેઠળ આવકથી વધુ સંપત્તિનો આરોપ લગાવવામાં આવ્યો હતો. વિઝિલન્સ ટીમ દ્વારા રાકેશ ધર ત્રિપાઠી વિરુદ્ધ પ્રયાગરાજના (Prayagraj) મુઠ્ઠીગંજ પોલીસ સ્ટેશનમાં નવેમ્બર, 2012માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
કેસની તપાસ વિઝિલન્સને સોંપાઈ હતી
આ કેસની તપાસ વિઝિલન્સને સોંપવામાં આવી હતી. વિઝિલેન્સની તપાસ પછી ચાર્જશીટ વારાણસી (Varanasi) જિલ્લા કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જો કે, ત્યાર પછી કેસને પ્રયાગરાજમાં એમપી-એમએલએની સ્પેશિયલ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. રાકેશ ધર ત્રિપાઠી મે, 2007થી ડિસેમ્બર, 2011 દરમિયાન યુપીના ઉચ્ચ શિક્ષણ મંત્રી પદ પર રહ્યા હતા. આરોપ છે કે આ દરમિયાન તેમણે આવકના તમામ કાયદેસરના સ્ત્રોતમાંથી 49 લાખ 49 હજાર 928 રૂપિયાની કમાણી કરી હતી. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન મિલકત સંપાદન અને જાળવણી પાછળ રૂ. 2 કરોડ 67 લાખથી વધુનો ખર્ચ કરાયો હતો. જે આવકના સંદર્ભમાં 2 કરોડ 17 લાખ રૂપિયાથી વધુ છે. પૂર્વ મંત્રી રાકેશ ધર ત્રિપાઠી આ અંગે સંતોષકારક ખુલાસો આપી શક્યા નથી.
Tags :
Advertisement

.

×