Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્યમાં જાતિગત ભેદભાવ ખત્મ કરવા UP સરકારે લીધો સૌથી મોટો નિર્ણય

UP : સામાજિક સમાનતા અને બંધારણીય નૈતિકતાના પાલન માટે ઉત્તર પ્રદેશ સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે રાજ્યમાં પોલીસ રેકોર્ડ, સરકારી દસ્તાવેજો, અને જાહેર સ્થળોએથી જાતિનો ઉલ્લેખ સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે.
રાજ્યમાં જાતિગત ભેદભાવ ખત્મ કરવા up સરકારે લીધો સૌથી મોટો નિર્ણય
Advertisement
  • UP માં હવે જાતિ આધારિત રેલીઓ અને કાર્યક્રમો પર પ્રતિબંધ'
  • ઉત્તર પ્રદેશમાં જાતિગત ભેદભાવ ખત્મ કરવા પગલું
  • FIR અને એરેસ્ટ મેમોમાં પણ નહીં બતાવાય જાતિ
  • સોશિયલ મીડિયામાં જાતિ આધારિત કન્ટેન્ટ મુદ્દે સકંજો
  • જાતિ મહિમામંડન, નફરતી કન્ટેન્ટ સામે થશે કાર્યવાહી
  • હાઈકોર્ટના ચુકાદાના આધારે યુપી સરકારે કર્યો નિર્ણય

UP : સામાજિક સમાનતા અને બંધારણીય નૈતિકતાના પાલન માટે ઉત્તર પ્રદેશ સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે રાજ્યમાં પોલીસ રેકોર્ડ, સરકારી દસ્તાવેજો, અને જાહેર સ્થળોએથી જાતિનો ઉલ્લેખ સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ઊંડે સુધી જડેલા જાતિગત ભેદભાવને નાબૂદ કરવાનો છે, અને તે પણ કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાઓ દ્વારા. આ પગલું અલ્હાબાદ હાઈકોર્ટના એક સીમાચિહ્નરૂપ ચુકાદાના અનુસંધાનમાં લેવામાં આવ્યું છે, જેણે સામાજિક સમાનતા તરફ એક નવી દિશા ખોલી છે.

અલ્હાબાદ હાઈકોર્ટનો ક્રાંતિકારી ચુકાદો

આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ વિનોદ દિવાકરની સિંગલ બેન્ચના ચુકાદાથી થઈ. 19 સપ્ટેમ્બર, 2025ના રોજ, દારૂની દાણચોરીના એક કેસની સુનાવણી દરમિયાન, અરજદાર પ્રવીણ છેત્રીએ પોલીસ દ્વારા FIR અને ધરપકડ મેમોમાં તેમની જાતિ 'ભીલ'ના ઉલ્લેખ સામે વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો અને જાતિના મહિમાને 'રાષ્ટ્રવિરોધી' ગણાવ્યો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે જાતિ આધારિત ઓળખને પ્રોત્સાહન આપવું એ બંધારણીય નૈતિકતાની વિરુદ્ધ છે.

Advertisement

UP government caste-discrimination

Advertisement

કોર્ટે DGP દ્વારા આપવામાં આવેલી દલીલો (કે ઓળખ માટે જાતિ જરૂરી છે) ને નકારી કાઢી અને જણાવ્યું કે આજના આધુનિક યુગમાં આધાર કાર્ડ, ફિંગરપ્રિન્ટ્સ, મોબાઇલ નંબર અને માતા-પિતાની વિગતો જેવી ઓળખ પૂરતી છે. આ ચુકાદાએ જાતિ આધારિત ઓળખની જૂની માન્યતાઓને પડકારીને એક નવી દિશા આપી.

મુખ્ય સચિવના 10 મુદ્દાના નિર્દેશો (UP)

હાઈકોર્ટના આ ક્રાંતિકારી ચુકાદાનું પાલન કરતા, ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવે 21 સપ્ટેમ્બર, 2025ના રોજ 10 મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથે એક નિર્દેશ જારી કર્યો. આ નિર્દેશોનો હેતુ જાતિગત ભેદભાવને વહીવટી સ્તરેથી જ નાબૂદ કરવાનો છે.

  • પોલીસ રેકોર્ડમાં ફેરફાર : FIR, ધરપકડ મેમો, ચાર્જશીટ અને અન્ય પોલીસ દસ્તાવેજોમાંથી જાતિ સંબંધિત તમામ કોલમ સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. આરોપીની ઓળખ હવે પિતાના નામ સાથે માતાના નામ દ્વારા ફરજિયાતપણે કરવામાં આવશે.
  • NCB અને CCTNS સિસ્ટમ : નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના ક્રાઇમ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક અને સિસ્ટમ (CCTNS) માં પણ જાતિની કોલમ ખાલી રાખવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સિસ્ટમમાંથી જાતિ કોલમ દૂર કરવા માટે પોલીસ વિભાગ NCRBને પત્ર લખશે.
  • જાહેર સ્થળો પરથી જાતિ આધારિત ચિહ્નો દૂર કરવા : પોલીસ સ્ટેશનોના નોટિસબોર્ડ, વાહનો અને અન્ય સરકારી સાઇનબોર્ડ પરથી જાતિ આધારિત પ્રતીકો, સ્લોગન કે ચિહ્નો દૂર કરવામાં આવશે. વાહનો પર જાતિ આધારિત સ્લોગન પર પ્રતિબંધ મૂકવા માટે સેન્ટ્રલ મોટર વાહન નિયમોમાં સુધારો પણ કરવામાં આવશે.
  • જાતિ આધારિત રેલીઓ અને સોશિયલ મીડિયા પર કડક કાર્યવાહી : જાતિ આધારિત રેલીઓ અને કાર્યક્રમો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર જાતિનું મહિમા કરતી કે નફરત ફેલાવતી સામગ્રી વિરુદ્ધ IT એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

UP government caste discrimination

અપવાદ : કાયદાકીય જરૂરિયાત

જોકે, આ નિયમમાં અમુક કિસ્સાઓમાં છૂટછાટ પણ આપવામાં આવી છે. જ્યાં કાયદાકીય રીતે જાતિનો ઉલ્લેખ કરવો આવશ્યક છે, જેમ કે SC/ST કાયદા હેઠળના કેસમાં, ત્યાં આ નિયમ લાગુ પડશે નહીં. આ અપવાદ સુનિશ્ચિત કરે છે કે જાતિ આધારિત ગુનાઓ માટે બનેલા કાયદાઓનો અમલ યથાવત રહે.

આ પણ વાંચો :   વર્દી પહેર્યા પછી જાતિ અને ધર્મથી ઉપર ઉઠીને કામ કરો’, Supreme Court ની પોલીસને ફટકાર

Tags :
Advertisement

.

×