Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UP ના બાહુબલી નેતા રાજા ભૈયા વિરૂદ્ધ કોર્ટે નોટિસ ઇશ્યૂ કરી, જાણો શું છે મામલો

ઉત્તરપ્રદેશના કુંડા વિધાનસભામાંથી રધુરાય પ્રતાપ સિંગ ઉર્ફે રાજા ભૈયા ધારાસભ્ય છે. હાલ તેમના વિરૂદ્ધ ડિફેમેશન અને ડિવોર્સનો કેસ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. મામલો કોર્ટમાં ચાલતા તેમના વિરૂદ્ધ નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે. અને જવાબ આપવા માટે બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. કોર્ટ મેટર પૈકીની એક કેન્ટોનમેન્ટ વિસ્તારની રામાયણ નામની મિલકત હોવાનું જાણવા મળી રહ્યું છે.
up ના બાહુબલી નેતા રાજા ભૈયા વિરૂદ્ધ કોર્ટે નોટિસ ઇશ્યૂ કરી  જાણો શું છે મામલો
Advertisement
  • રાજા ભૈયા અને તેમના સાળી વિરૂદ્ધ કોર્ટે નોટિસ ઇશ્યુ કરી
  • પારિવારિક મામલો કોર્ટમાં પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે
  • રાજા ભૈયા તેમની દબંગાઇના કિસ્સાઓના કારણે દેશભરમાં જાણીતા છે
  • આ વિવાદ બે બહેનો વચ્ચેનો હોવાથી મધ્યસ્થીની આશા

Allahabad Court Issue Notice To Raja Bhaiya : અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે ભૂતપૂર્વ મંત્રી રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા અને તેમના ભાભી સાધ્વી સિંહને તેમની પત્ની ભાણવી કુમારી સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર નોટિસ ફટકારી છે. કોર્ટે ભાણવીને માનહાનિના કેસમાં પણ નોંધપાત્ર રાહત આપી છે, તેમની સામે ચાલી રહેલી ફોજદારી કાર્યવાહી પર સ્ટે આપ્યો છે. ભાણવીની અરજી પર કાર્યવાહી કરતા, હાઈકોર્ટની લખનૌ બેન્ચે ઉત્તર પ્રદેશના કુંડાના ધારાસભ્ય રાજા ભૈયા અને સાધ્વી સિંહને નોટિસ ફટકારી છે. કોર્ટે તેમને બે અઠવાડિયામાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે, અને આગામી સુનાવણી ત્રણ અઠવાડિયા બાદ નક્કી કરી છે.

Advertisement

વકીલે કોર્ટમાં આ દલીલો રજૂ કરી

જસ્ટિસ સૌરભ લાવાણિયાની બેન્ચે ભાણવી દ્વારા CrPC ની કલમ 482 હેઠળ દાખલ કરવામાં આવેલી અરજી પર આ આદેશ આપ્યો હતો. આ અરજીમાં, તેમણે લખનૌ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) કોર્ટમાં પેન્ડિંગ ફોજદારી કાર્યવાહીને પડકારી હતી. આ કેસ સાધ્વી સિંહ દ્વારા 4 સપ્ટેમ્બર, 2023 ના રોજ હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં માનહાનિનો આરોપ લગાવતી FIR સાથે સંબંધિત છે. ત્યારબાદ પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી, જે પછી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) એ નોંધ લીધી, અને ભાણવીને સમન્સ જારી કર્યો હતો. ભાણવીના વકીલે કોર્ટમાં દલીલ કરી કે, કથિત ગુનાની પ્રકૃતિને ધ્યાને રાખતા મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરવાની જરૂર છે, તેમાં FIR દાખલ કરવી, અને તપાસ કરવી ખોટી હતી. કોર્ટને એ પણ જાણ કરવામાં આવી હતી કે, અરજદાર અને ફરિયાદી બહેનો છે.

Advertisement

'કેસ પર વિચારણા કરવાની જરૂર'

અરજી અનુસાર, રાજા ભૈયાએ 14 નવેમ્બર, 2022 ના રોજ ભાણવી સામે લગ્ન રદ કરવાની માંગણી સાથે દાવો દાખલ કર્યો હતો, જેના પર ભાણવીએ પોતાનો જવાબ રજૂ કર્યો હતો. સાધ્વીએ સિંહે આરોપ લગાવ્યો હતો કે, તે જવાબમાં કેટલાક નિવેદનો બદનક્ષીભર્યા હતા, જે FIR માટે આધાર સમાન બનાવે છે. કોર્ટને એ પણ જાણ કરવામાં આવી હતી ,કે ભાણવીએ સાધ્વી વિરુદ્ધ એક અલગ દાવો દાખલ કર્યો હતો, જેમાં કેન્ટોનમેન્ટ વિસ્તારમાં સ્થિત 'રામાયણ' નામની મિલકત અંગે કાયમી મનાઈ હુકમ માંગવામાં આવ્યો હતો. આ વિવાદ બે બહેનો વચ્ચેનો હતો, અને મધ્યસ્થી દ્વારા ઉકેલી શકાય છે, તે નોંધીને, કોર્ટે કહ્યું કે, કેસ પર વિચાર કરવાની જરૂર છે, અને તેથી ભાણવી સામે ફોજદારી કાર્યવાહી આગામી આદેશ સુધી સ્થગિત કરવામાં આવી છે.

આ પણ વાંચો -------  કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની સુરક્ષા વધારાઇ, જાણો કારણ

Tags :
Advertisement

.

×