Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UP : ગંગા નદીમાં બોટ પલટી જતા બે ડઝનથી વધુ લોકો ડૂબ્યા, 4 લોકોના મોત, પ્રશાસન બચાવમાં વ્યસ્ત

બલિયામાં સોમવારે સવારે એક બોટ અકસ્માતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંડન સંસ્કાર દરમિયાન ગંગા નદીના માલદેપુર ઘાટ પર હોડી પલટી ગઈ હતી. મળતી માહિતી મુજબ બોટમાં લગભગ 40 લોકો સવાર હતા. ઓવરલોડિંગને કારણે બોટ પલટી ગઈ હતી. અત્યાર સુધીમાં 4...
up   ગંગા નદીમાં બોટ પલટી જતા બે ડઝનથી વધુ લોકો ડૂબ્યા  4 લોકોના મોત  પ્રશાસન બચાવમાં વ્યસ્ત
Advertisement

બલિયામાં સોમવારે સવારે એક બોટ અકસ્માતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંડન સંસ્કાર દરમિયાન ગંગા નદીના માલદેપુર ઘાટ પર હોડી પલટી ગઈ હતી. મળતી માહિતી મુજબ બોટમાં લગભગ 40 લોકો સવાર હતા. ઓવરલોડિંગને કારણે બોટ પલટી ગઈ હતી. અત્યાર સુધીમાં 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. કેટલાક લોકોને બચાવીને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે 20 થી 25 લોકો ગુમ થયાની આશંકા છે. ઘટનાસ્થળે સતત બચાવ કાર્ય ચાલુ છે.

Advertisement

સીએમ યોગીએ અકસ્માતની નોંધ લીધી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને રાહત કાર્યમાં ઝડપ લાવવા સૂચના આપી છે. આ સાથે ઘાયલોની યોગ્ય સારવારના આદેશ આપવામાં આવ્યા છે. ડીએમ રવિન્દ્ર કુમારે જણાવ્યું કે નાની હોડીમાં ક્ષમતા કરતા વધુ લોકો સવાર હતા. તેમણે 4 લોકોના મોતની પુષ્ટિ કરી હતી.

Advertisement

આ પણ વાંચો : વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીને લઇને દિલ્હી HC નું BBC ને સમન્સ

Tags :
Advertisement

.

×