Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Noida: ગટરમાંથી મહિલાની માથું કપાયેલી લાશ બાદ હાંડકા મળ્યા, પોલીસ તપાસ તેજ

Noida Crime: તાજેતરમાં નોઈડાની એક ગટરમાંથી માથા વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. હવે ગટરમાંથી કપડામાં લપેટાયેલા હાડકાં મળી આવ્યા છે. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.
noida  ગટરમાંથી મહિલાની માથું કપાયેલી લાશ બાદ હાંડકા મળ્યા  પોલીસ તપાસ તેજ
Advertisement
  • નોઈડા (Noida)ની ગટરમાંથી મહિલાની લાશ બાદ હાડકા મળ્યા
  • કાપડના પોટલામાંં બાંધેલા મળી આવ્યા
  • પોલીસે તપાસ કરી રહી છે કે હાડકા માણસના છે કે પ્રાણીના

Noida Crime: ઉત્તર પ્રદેશના નોઈડામાં માથું કાપીને હત્યા કરાયેલી મળેલી મહિલાની લાશ અંગે હજુ સુધી રહસ્ય ખુલ્યું નથી. ત્યારે હવે ગુરુવારે સેક્ટર 34માં એક નાળામાંથી કાપડમાં લપેટાયેલા હડકાં મળી આવતાં ચકચાર મચી ગઈ છે. લોકોએ કાપડનું પોટલું જોયું ત્યારે તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી. જે બાદ પોલીસ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે તપાસ કરી રહી છે કે હાડકા માણસના છે કે પ્રાણીના.

મહિલાની લાશને લઈ અનેક તર્કવિતર્ક

Noida4 નવેમ્બરના રોજ સેક્ટર 34ના એક નાળામાંથી એક મહિલાનો માથા વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે કહ્યું છે કે ટૂંક જ સમયમાં મૃતકની ઓળખ કરવા અને આરોપીને પકડી લેવામાં આવશે અને કેસ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. ત્યારે હવે સેક્ટર 34 માં એક નાળામાંથી કપડામાં લપેટાયેલા હાડકા મળી આવ્યા છે. સ્થાનિક લોકોનો દાવો છે કે તે હાડકા નથી, પરંતુ શરીરના અંગો છે. જેના કારણે કેસ અંગે મૂંઝવણ ઊભી થઈ છે.

Advertisement

સફાઈકર્મીઓની મદદથી હાંડકા ભરેલું પોટલું બહાર કાઢ્યું

noida crime_gujarat_first

Advertisement

સ્થાનિક લોકોએ ડાયલ 112 દ્વારા પોલીસને ઘટનાની જાણ કરી હતી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સફાઈકર્મીઓની મદદથી ગટરમાંથી પોટલું બહાર કાઢ્યું હતુ. કપડાંનું પોટલું ખોલતાં જ અંદરથી મોટી સંખ્યામાં હાડકા મળી આવ્યા હતા. આ હાડકાંને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, જ્યાં તે નક્કી થશે કે તે માનવ છે કે પ્રાણી. પોલીસે કહ્યું છે કે ગટરની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. કપડામાં વીંટાળેલા હાડકાં કોઈએ ત્યાં ફેંક્યા હતા કે પછી પાણીના પ્રવાહમાં વહી ગયા હતા અને ત્યાં ફસાઈ ગયા હતા તેની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ આવતીકાલે PM મોદી ચૈતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં જનસભા ગજવશે!

આ પણ વાંચોઃ UP News: આ મહિલા કંડક્ટર બાળકને છાતીએ બાંધી આપે છે મુસાફરોને ટિકીટ, વાંચો વધુ

Tags :
Advertisement

.

×