Budget session of Bihar Assembly: Waqf Bill પર ગૃહમાં હંગામો, કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત
- વકફ બિલને લઈને ગૃહમાં હંગામો કર્યો
- બિલ પાછું ખેંચવાની માગણી
- મહાગઠબંધનના ધારાસભ્યોનુ વિરોધ પ્રદર્શન
Budget session of Bihar Assembly: બુધવારે (26 માર્ચ) બિહાર વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વિપક્ષના ધારાસભ્યોએ વકફ બિલ (Waqf Bill)ને લઈને ગૃહમાં હંગામો કર્યો. મહાગઠબંધનના ધારાસભ્યો પોસ્ટર સાથે વેલમાં પહોંચ્યા હતા. તેમણે બિલ પાછું ખેંચવાની માગણી શરૂ કરી. 'નીતીશ કુમાર મૌન તોડો'ના નારા લગાવવા લાગ્યા. ભારે હોબાળો જોઈને સ્પીકરે ચેતવણી આપી પરંતુ વિપક્ષના ધારાસભ્યો સાંભળવા તૈયાર ન હતા. આ પછી સ્પીકરે ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી.
મુસ્લિમોને નિશાન બનાવવાનું બંધ કરો
આ સમગ્ર હંગામા દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ ગૃહમાં હતા. વિપક્ષના ધારાસભ્યોએ હંગામો મચાવ્યો અને કહ્યું કે, મુસ્લિમોને નિશાન બનાવવાનું બંધ કરો. મહાગઠબંધનના ધારાસભ્યોના હંગામાને જોતા માર્શલોને રિપોર્ટર ટેબલની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા.
વિધાનસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત
જોકે, સ્પીકર નંદ કિશોર યાદવે ઘણું સમજાવવાનો પ્રયાસ કર્યો. નંદકિશોર યાદવે કહ્યું કે સ્થળ પર જાઓ અને તમારા વિચારો વ્યક્ત કરો. જો બે દિવસ છેલ્લા છે તો તમે આવું કેમ કરો છો? વિધાનસભા અધ્યક્ષ આ બધું કહેતા રહ્યા પરંતુ વિપક્ષના ધારાસભ્યો તેને માનવા તૈયાર ન હતા. ત્યારબાદ વિધાનસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચો : Jharkhand માં આવતા નાણાકીય વર્ષે જાતિ સર્વેક્ષણ કરાશે, સોરેન સરકારની વિધાનસભામાં જાહેરાત
28 માર્ચે ગૃહની કોઈ કાર્યવાહી નહીં થાય
બીજી તરફ, શુક્રવાર (28 માર્ચ, 2025) ના રોજ યોજાનારી બિહાર વિધાનસભાની બેઠક યોજાશે નહીં. સંસદીય બાબતોના મંત્રી વિજય ચૌધરી ગૃહમાં આ પ્રસ્તાવ લાવ્યા. ગૃહમાં આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો. આમ, શુક્રવારે ગૃહમાં કોઈ કાર્યવાહી થશે નહીં. વિધાનસભાની કાર્યવાહી 27મી તારીખે જ સમાપ્ત થશે.
ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં, મહાગઠબંધનના ધારાસભ્યોએ એસેમ્બલી પોર્ટિકોમાં વક્ફ સુધારા બિલ વિરુદ્ધ પોસ્ટરો અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું. કેન્દ્ર સરકાર અને નીતિશ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. આ બિલને કાળો કાયદો કહેવામાં આવી રહ્યો છે. તેને ગેરબંધારણીય કહેવામાં આવી રહ્યું છે. બિલને પાછુ ખેંચવાની માંગ કરવામાં આવી છે.
બિહારમાં વક્ફ બિલ વિરુદ્ધ થઈ રહેલા વિરોધ પ્રદર્શનો પર, આરજેડીના ધારાસભ્ય ભાઈ વીરેન્દ્ર કહે છે, "અમે વક્ફ બોર્ડ બિલ વિરુદ્ધ થઈ રહેલા વિરોધ સાથે ઉભા છીએ કારણ કે આ દેશ હિન્દુઓ, મુસ્લિમો, શીખો અને ખ્રિસ્તીઓ તમામનો છે.
આ પણ વાંચો : UP: બાંદામાં ત્રણ છોકરીઓ સાથે દુષ્કર્મનો મામલો, નોકરીની લાલચે ફસાઈ છોકરીઓ