દિલ્હીમાં સાવરકર પર હોબાળો, NSUIએ PMને લખ્યો પત્ર, DU કોલેજનું નામ મનમોહન સિંહ રાખવાની માંગ
- વીર સાવરકરના નામ પર દેશમાં ફરી રાજકારણ ગરમાયું
- એનએસયુઆઈએ PM મોદીને પત્ર લખ્યો છે
- એક કેન્દ્રીય યુનિવર્સિટીનું નામ ડૉ. મનમોહન સિંહના નામ પર રાખવામાં આવે
NSUI Wrote Letter To PM Modi : વીર સાવરકરના નામ પર દેશમાં ફરી રાજકારણ ગરમાયું છે. એનએસયુઆઈએ PM મોદીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે ડીયુ કોલેજનું નામ ડૉ.મનમોહન સિંહના નામ પર રાખવાની માંગ કરી છે.
NSUIએ વડા પ્રધાન મોદીને લખ્યો પત્ર
રાજધાની દિલ્હીમાં ફરી એકવાર વીર સાવરકરના નામને લઈને હોબાળો થયો છે. 3 જાન્યુઆરીએ PM નરેન્દ્ર મોદી દિલ્હી યુનિવર્સિટીમાં એક કોલેજનો શિલાન્યાસ કરશે, જેનું નામ વીર સાવરકરના નામ પર રાખવામાં આવશે. તેના વિરોધમાં નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) એ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોલેજનું નામ વીર સાવરકર નહીં પરંતુ ડૉ. મનમોહન સિંહ રાખવાની માંગ કરી છે.
કોલેજનું નામ દિવંગત પૂર્વ PM ડો. મનમોહન સિંહના નામ પર રાખવાની માંગ
એનએસયુઆઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને દિલ્હી યુનિવર્સિટી હેઠળની કોલેજનું નામ દિવંગત પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નામ પર રાખવાની માંગ કરી છે. તેમણે એવી પણ માગણી કરી છે કે, એક કેન્દ્રીય યુનિવર્સિટીનું નામ ડૉ. મનમોહન સિંહના નામ પર રાખવામાં આવે અને તેમના જીવનની સફરને અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવે.
National Students' Union of India (NSUI) writes PM Modi demanding to name a college under the University of Delhi after the late former PM Dr Manmohan Singh. NSUI also demands that a Central University be named after Dr Manmohan Singh and include his life journey in the… pic.twitter.com/1DovzMp3sK
— ANI (@ANI) January 2, 2025
આ પત્રમાં ડો. મનમોહન સિંહ દ્વારા શિક્ષણ ક્ષેત્રે આપેલા મહત્વપૂર્ણ યોગદાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેમણે દેશવાસીઓને ઐતિહાસિક સેન્ટ્રલ યુનિવર્સિટી એક્ટ 2009, રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ આપ્યો. દેશમાં IIM, IIT અને AIIMS જેવી મોટી સંસ્થાઓની સ્થાપનામાં પણ તેમનું મહત્વનું યોગદાન હતું.
આ પણ વાંચો : આવતા અઠવાડિયે જાહેર થશે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો, જાણો ક્યારે થઈ શકે છે મતદાન


