Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહિલાઓને બતાવતો હતો પોર્ન ફિલ્મ, કર્યા છે અનેક લગ્ન; KOLKATA ના દુષ્કર્મ અને મર્ડર કેસના આરોપીની ક્રૂરતા તમને ચોંકાવી દેશે

મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટરની લાશ મળી આવતા સમગ્ર હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો હતો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે તેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો મહિલા ડોક્ટરની સાથે દુષ્કર્મ કરી કરાઈ હતી હત્યા આ ઘટનામાં આરોપી સંજય રૉયની વિગત સામે આવી...
મહિલાઓને બતાવતો હતો પોર્ન ફિલ્મ  કર્યા છે અનેક લગ્ન  kolkata ના દુષ્કર્મ અને મર્ડર કેસના આરોપીની ક્રૂરતા તમને ચોંકાવી દેશે
Advertisement
  • મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટરની લાશ મળી આવતા સમગ્ર હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો હતો
  • પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે તેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો
  • મહિલા ડોક્ટરની સાથે દુષ્કર્મ કરી કરાઈ હતી હત્યા
  • આ ઘટનામાં આરોપી સંજય રૉયની વિગત સામે આવી છે

KOLKATA CASE ACCUSED : 9 AUGUST ના રોજ KOLKATA ના RG મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટરની લાશ મળી આવતા સમગ્ર હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો હતો. સવારે સાડા અગિયાર વાગ્યે કોલેજના સેમિનાર હોલમાં પીજી સેકન્ડ યરની મહિલા ડોક્ટરની અર્ધ નગ્ન અવસ્થામાં લાશ મળી આવી હતી. જ્યારે પીડિતાનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે તેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે પીડિતાનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું અને પછી તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સામે આવ્યા બાદ તે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની હતી. મહિલા ડૉક્ટરની ઘાતકી હત્યા બાદ પશ્ચિમ બંગાળની તમામ મેડિકલ કોલેજોમાં ડોક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં આરોપી સંજય રૉયનું નામ અને તેની વિગત સામે આવી છે જે ખરેખર ચોંકાવનારી છે.

PORN ADDICT છે સંજય રૉય

આરજી કાર મેડિકલ કોલેજમાં નિર્ભયા જેવો મામલો સામે આવ્યા બાદ સમગ્ર દેશ ગુસ્સામાં છે. આરોપી સંજય રોયે નાઇટ શિફ્ટમાં કામ કરતી મહિલા ડોક્ટર સાથે અત્યાચાર ગુજાર્યો હતો. સંજય રૉયના ચરિત્ર અને વ્યહવાર વિશે ઘણી ચોંકાવનારી વિગત સામે આવી છે. જેના અનુસાર, આરોપી સંજય રૉય પહેલા પણ ગુના કરી ચૂક્યો છે. સંજયને દારૂની લત છે, જેના વિશે તેની આસપાસના લોકો પણ જાણે છે. તેણે બોક્સિંગ પણ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેને પોર્ન જોવાની લત છે.

Advertisement

અનેક મહિલાઓ સાથે કરી ચૂક્યો છે લગ્ન

Advertisement

સંજય રોયે ઘણી મહિલાઓ સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછી, તે તેની પત્નીને છૂટાછેડા આપે છે અને તેને છોડી દે છે. તેમની એક પત્નીનું થોડા દિવસ પહેલા અવસાન થયું હતું. કેન્સરના કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. વધુમાં એ પણ જાણવા મળ્યું હતું કે, આરોપી પોલીસ સ્વયંસેવક હોવાનો નાટક કરીને લોકોની લાચારીનો ફાયદો ઉઠાવતો હતો. જ્યારે તે હાર્ડકોર ગુનેગાર છે. તે પોલીસ હોવાનો દલાલી કરતો હતો. અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે.

સ્ત્રીઓને પોર્ન ફિલ્મ બતાવતો

સંજય રૉયના વિશે હોસ્પિટલની મહિલા સ્ટાફ દ્વારા પણ ઘણા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા હતા જેના અનુસાર, તે સ્ત્રીઓ ઉપર પહેલાથી જ ખરાબ નજર રાખતો હતો. તે હોસ્પિટલમાં સ્ત્રીઓને પોર્ન ફિલ્મો બતાવતો હતો. તે એવું કહેતો હતો કે પોલીસ અધિકારીઓનો પણ તેના ઉપર હાથ છે.

આ પણ વાંચો : RAJASTHAN : REEL ની ઘેલછામાં 7 બાળકોએ પાણીમાં ડૂબતાં ગુમાવ્યો જીવ, જાણો શું છે ઘટના

Tags :
Advertisement

.

×