Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kanpur: ત્રણ વિદ્યાર્થીઓને રોડવેઝની બસે કચડી નાખ્યા, ત્રણેયનું ઘટના સ્થળે મોત

Kanpur: ઉત્તર પ્રદેશના કાનપુરમાં અકસ્માત સર્જાયો છે. કાનપુરના ઘાટમપુર વિસ્તારમાં, ત્રણ વિદ્યાર્થીઓ સવારે અભ્યાસ માટે સાયકલ પર જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવી રહેલી રોડવેઝની બસે તેમને કચડી નાખ્યા. આ પછી બસ પલટી ગઈ. આ ઘટનામાં ત્રણેય વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ...
kanpur  ત્રણ વિદ્યાર્થીઓને રોડવેઝની બસે કચડી નાખ્યા  ત્રણેયનું ઘટના સ્થળે મોત
Advertisement

Kanpur: ઉત્તર પ્રદેશના કાનપુરમાં અકસ્માત સર્જાયો છે. કાનપુરના ઘાટમપુર વિસ્તારમાં, ત્રણ વિદ્યાર્થીઓ સવારે અભ્યાસ માટે સાયકલ પર જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવી રહેલી રોડવેઝની બસે તેમને કચડી નાખ્યા. આ પછી બસ પલટી ગઈ. આ ઘટનામાં ત્રણેય વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બસમાં બેઠેલા મુસાફરોને ઈજા થઈ હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી

આ ઘટનાની વાત કરવામાં આવે પોલીસને જાણ થતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઘટનસ્થળે પહોંચીને બસમાં સવાર લોકોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા હતાં. પોલીસે વિદ્યાર્થીઓના મૃતદેહને પોતાના કબજામાં લઈ શબઘરમાં રાખ્યા છે. બસને ખાડામાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

Advertisement

Advertisement

વિદ્યાર્થીઓને રોડવેઝની બસે તેઓને કચડી નાખ્યા

પોલીસે જણાવ્યું હતુ કે, ઘાટમપુરમાં રહેતા ત્રણ વિદ્યાર્થી મનીષ, આયુષ અને દીપક ભરૂઆ સુમેરપુરની પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા હતા. આ વિદ્યાર્થીઓ રોજ ટ્રેનમાં કોલેજ ભણવા માટે જતા હોય છે. મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો, વિદ્યાર્થીઓ તેમના ગામડાઓમાંથી સાયકલ પર સ્ટેશને આવતા હતા. આજે સવારે વિદ્યાર્થીઓ ગામથી સ્ટેશન તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવતી રોડવેઝની બસે તેઓને કચડી નાખ્યા હતા, જેના કારણે ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

હજારો લોકોની ભીડ ઘટનાસ્થળે પહોંચી

આ ઘટના બાદ ગ્રામજનો અને પરિવારજનો રસ્તા પર આવી ગયા હતાં. માહિતી મળતાં જ આસપાસના વિસ્તારના હજારો લોકોની ભીડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લોકોનું કહેવું છે કે અહીં બસ અને ટ્રક ખૂબ જ સ્પીડમાં દોડે છે, જેના કારણે અવારનવાર અકસ્માતો થાય છે. પોલીસ પ્રશાસન લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો: Bihar : વધુ એક પુલ ધરાશાયી, પુલ નીચે અનેક લોકો ફસાયા હોવાની શંકા
આ પણ વાંચો: Pushpak Vimana : 21મી સદીના ભારતનું ‘પુષ્પક વિમાન’ સફળ, કર્ણાટકના ચિત્રદુર્ગમાં થયું પરીક્ષણ
આ પણ વાંચો: PM Modi Bhutan Visit : પીએમ મોદી બે દિવસીય ભૂટાનના પ્રવાસે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Tags :
Advertisement

.

×