Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Uttar Pradesh : મુરાદાબાદમાં ગેસ પાઈપલાઈન લીકેજ થતા હડકંપ મચ્યો

Uttar Pradesh ના મુરાદાબાદના હૃદયપુર ગામમાં ગેઈલની ગેસ લાઈનમાં અચાનક લીકેજ (Gas Pipeline Leakage) થયું હતું. માહિતી મળતાં જ ગેસ કંપનીએ લાઈન બંધ કરી દીધી હતી અને એન્જિનિયરોને ઘટનાસ્થળે મોકલ્યા હતા. વાંચો વિગતવાર.
uttar pradesh   મુરાદાબાદમાં ગેસ પાઈપલાઈન લીકેજ થતા હડકંપ મચ્યો
Advertisement
  • Uttar Pradesh માં હૃદયપુર ગામમાં ગેઈલની ગેસ લાઈનમાં અચાનક લીકેજ થયું હતું
  • GAIL Gas કંપનીએ લાઈન બંધ કરી દીધી હતી અને એન્જિનિયરોને ઘટનાસ્થળે મોકલ્યા હતા
  • પાઈપલાઈનમાં લીકેજને કારણે કાશીપુરનો ગેસ સપ્લાય ખોરવાયો હતો

Uttar Pradesh : મુરાદાબાદના હૃદયપુર ગામમાં રામગંગા નદી પાસે પસાર થતી ગેઈલ ગેસ (GAIL Gas)ની પાઈપલાઈનમાં અચાનક લીકેજ થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ ગેસ કંપનીએ ગેસ સપ્લાય બંધ કરી દીધો હતો. ઘટના સ્થળે એન્જિનિયરોને રવાના કર્યા હતા. પાઈપલાઈનમાં લીકેજ (Pipeline Leakage) ને કારણે કાશીપુરનો ગેસ સપ્લાય ખોરવાયો હતો. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

એન્જિનિયરોના ઘટનાસ્થળે ધામા

Uttar Pradesh ના મુરાદાબાદના હૃદયપુર ગામે પસાર થતી રામગંગા નદીના કિનારે ગેસ પાઈપલાઈન લીકેજ થવાની ઘટના ઘટી હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિકોએ સત્વરે ગેસ કંપનીને જાણ કરી હતી. પરિસ્થિતિની ગંભીરતા પારખીને આ ઘટનાની જાણ થતાં જ ગેસ કંપનીએ ગેસ સપ્લાય બંધ કરી દીધો હતો. ઘટના સ્થળે એન્જિનિયરોને રવાના કર્યા હતા. પાઈપલાઈનમાં લીકેજને કારણે કાશીપુરનો ગેસ સપ્લાય ખોરવાયો હતો. લીકેજ થયેલ આ પાઈપલાઈન ગેઈલ કંપનીની છે તેની પાસે ટોરેન્ટ ગેસ (Torrent Gas) ની પણ પાઈપલાઈન આવેલ છે. તેથી ટોરેન્ટના અધિકારીઓ પણ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ  Pakistan ના પંજાબમાં પૂરથી તબાહીમાં મૃત્યુઆંક 166 પહોંચ્યો, હજી વધુ વરસાદની આગાહી

મુરાદાબાદમાં ગેસ સપ્લાય યથાવત

હૃદયપુર ગામે પસાર થતી રામગંગા નદીના કિનારે ગેસ પાઈપલાઈન લીકેજ થવાથી કાશીપુરનો ગેસ સપ્લાય ખોરવાયો હતો. લીકેજ થયેલ આ પાઈપલાઈન ગેઈલ કંપનીની છે તેની પાસે ટોરેન્ટ ગેસની પણ પાઈપલાઈન આવેલ છે. તેથી ટોરેન્ટના અધિકારીઓ પણ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. ટોરેન્ટ કંપનીના અધિકારીઓએ ગેસ લીકેજ અંગે જણાવ્યું હતું કે, અમારી ગેસ લાઈન સુરક્ષિત છે અને મુરાદાબાદમાં ગેસ સપ્લાય ખોરવાયો નથી.

આ પણ વાંચોઃ New Delhi : ડે કેરમાં એક માસૂમ બાળકી પર અત્યાચાર, માર માર્યો અને બચકા ભર્યા

Tags :
Advertisement

.

×