Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Uttar Pradesh : રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ કેસમાં આજે થશે સુનાવણી, અમિત શાહ વિશે કરી હતી ટિપ્પણી

લોકસભાના વિરોધ પક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ ચાલી રહેલા માનહાનિના કેસમાં સુલતાનપુરની MP-MLA કોર્ટમાં આજે સુનાવણી થશે. વાંચો વિગતવાર.
uttar pradesh   રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ કેસમાં આજે થશે સુનાવણી  અમિત શાહ વિશે કરી હતી ટિપ્પણી
Advertisement
  • રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસની આજે MP-MLA કોર્ટમાં સુનાવણી
  • રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી
  • ભાજપ નેતા વિજય મિશ્રાએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો
  • રાહુલના વકીલ કાશી પ્રસાદ શુકલા આજે સાક્ષીઓની કરશે ઉલટ તપાસ

Uttar Pradesh : સુલતાનપુરની MP-MLA કોર્ટમાં આજે લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ ચાલી રહેલા માનહાનિ કેસની સુનાવણી થવાની છે. રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) વિરુદ્ધ કરી હતી વાંધાજનક ટિપ્પણી. ગત સુનાવણીમાં એક સ્થાનિક વકીલ કમલ શ્રીવાસ્તવના નિધનને લીધે સુનાવણી થઈ શકી નહતી. ત્યારબાદ રાહુલ ગાંધીના વકીલ કાશી પ્રસાદ શુકલાએ મીડિયાને જણાવ્યું હતું કે, આ કેસમાં હવે આગામી સુનાવણી 1 જુલાઈના રોજ થશે.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની ઘટના

વર્ષ 2018માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. આ ઘટના બાદ ભાજપના નેતા વિજય મિશ્રાએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ કેસ દાખલ કર્યો હતો. છેલ્લે રાહુલ ગાંધીના વકીલ કાશી પ્રસાદ શુક્લાએ અનિલ મિશ્રા નામક સાક્ષીની ઉલટતપાસ કરી હતી. અનિલ મિશ્રા નામક સાક્ષી પિતામ્બરપુરના કલાનના રહેવાસી છે.

Advertisement

આ પણ વાંચોઃ INS Tamal : બ્રહ્મોસ મિસાઈલથી સજ્જ તમાલ યુદ્ધ જહાજ ભારતીય નેવીમાં થશે સામેલ

Advertisement

આજે સુનાવણીમાં ઉલટ તપાસ થશે

લોકસભાના વિરોધ પક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલી રહેલા માનહાનિના કેસમાં સુલતાનપુરની MP-MLA કોર્ટમાં આજે સુનાવણી થશે. જેમાં રાહુલ ગાંધીના વકીલ કાશી પ્રસાદ શુકલા આજે સાક્ષીઓની ઉલટતપાસ કરવાના છે. છેલ્લે પિતામ્બરપુરના કલાનના રહેવાસી એવા અનિલ મિશ્રા નામક સાક્ષીની ઉલટતપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ આ કેસમાં એક સ્થાનિક વકીલના મૃત્યુથી સુનાવણી શક્ય બની નહતી. આજે હવે રાહુલ ગાંધીના વકીલ વધુ સાક્ષીઓની ઉલટ તપાસ કરશે.

આ પણ વાંચોઃ Rule Change From 1st July : ટ્રેન ભાડાથી લઇને PAN કાર્ડ સુધી, આજથી અનેક નવા નિયમો અને ફેરફારો થશે લાગુ

Tags :
Advertisement

.

×