Kasganj : ચંદન હત્યા કેસમાં NIA સ્પેશિયલ કોર્ટે તમામ 28 દોષિતોને સંભળાવી આજીવન કેદની સજા
Kasganj Chandan Murder Case Verdict : ઉત્તર પ્રદેશના કાસગંજથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ચંદન હત્યા કેસમાં NIA સ્પેશિયલ કોર્ટનો નિર્ણય આવ્યો છે. આ કેસમાં કોર્ટે તમામ 28 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી છે. ચંદન ગુપ્તાના પરિવારને 6 વર્ષ 11 મહિના અને 7 દિવસની લાંબી લડાઈ બાદ આ ન્યાય મળ્યો છે.
NIA સ્પેશિયલ કોર્ટે તમામ 28 આરોપીઓને દોષિત ઠેરવ્યા
26 જાન્યુઆરી 2018ના રોજ કાસગંજમાં તિરંગા યાત્રા દરમિયાન ચંદન ગુપ્તાની હત્યા કરવામાં આવી હતી, જે આખા દેશમાં ચર્ચાનો વિષય બની હતી. આ કેસમાં NIA સ્પેશિયલ કોર્ટે શુક્રવારે મહત્વનો ચુકાદો આપ્યો હતો, જેમાં હત્યામાં સામેલ તમામ 28 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. જણાવી દઇએ કે, મુનાજીર નામનો એક દોષિત કાસગંજ જેલમાં બંધ છે, જ્યારે બાકીના 27 દોષિતો લખનૌ જેલમાં કેદ છે. આ તમામ દોષિતોને કોર્ટ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડવામાં આવ્યા હતા. આ દરમિયાન સલીમ નામના દોષિતે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. ચંદન હત્યા કેસના આ આરોપીઓમાં વસીમ જાવેદ ઉર્ફે વસીમ, નસીમ જાવેદ, મોહમ્મદ ઝાહીદ કુરેશી ઉર્ફે જાહિદ ઉર્ફે જગ્ગા, આસિફ કુરેશી ઉર્ફે હિટલર, અસલમ કુરેશી, અકરમ, તૌફિક, ખિલ્લન, શબાબ અલી ખાન, રાહત, સલમાન, મોહસીન, આસિફ જીમવાલા, સાકિબ, બબલુ, નિશુ ઉર્ફે જીશાન, વાસીફ, ઈમરાન, શમશાદ, ઝફર, સાકીર, ખાલિદ પરવેઝ, ફૈઝાન, ઈમરાન, મોહમ્મદ આમિર રફી લખનૌ જેલમાં બંધ છે, જ્યારે મુનાજીર કાસગંજ જેલમાં બંધ છે. આ દરમિયાન સલીમે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. આ તમામ દોષિતોને એકસાથે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જે કાનૂની રીતે એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવે છે.
#Breaking: In the Kasganj Chandan Gupta murder case, the NIA court sentenced all 28 accused to life imprisonment pic.twitter.com/sRj0mblG7t
— IANS (@ians_india) January 3, 2025
જાણો શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, 26 જાન્યુઆરી, 2018 ના રોજ, કાસગંજમાં, વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા વાહિનીના કાર્યકરો લગભગ 100 મોટરસાઇકલ પર ત્રિરંગા અને ભગવા ધ્વજ સાથે બહાર આવ્યા હતા, જેમાં ABVP કાર્યકર ચંદન ગુપ્તા પણ હતા. યાત્રા દરમિયાન કેટલાક મુસ્લિમ યુવાનો સાથે ઘર્ષણ થયું હતું અને ત્યારબાદ હંગામો થયો હતો. આ દરમિયાન ચંદન ગુપ્તાની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Uttar Pradesh:24 વર્ષનો દીકરો બન્યો હેવાન,માતા અને 4 બહેનની કરી હત્યા


