ઉત્તરપ્રદેશ રાજ્ય કર્મચારી સંસ્થા, લખનૌ દ્વારા ગુજરાતના ડૉ. જશભાઈ પટેલનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
- ઉત્તરપ્રદેશ રાજ્ય કર્મચારી સંસ્થા, લખનૌ દ્વારા સન્માન
- ગુજરાતના ડૉ. જશભાઈ પટેલનું Dy.CMના હસ્તે સન્માન
- Dy. CMના હસ્તે શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય પુરસ્કારથી સન્માનિત
ઉત્તરપ્રદેશ રાજ્ય કર્મચારી સંસ્થા, લખનૌ દ્વારા લખનૌ યુનિવર્સિટીના માલવિયા ઓડિટોરિયમમાં તા. 19 જાન્યુઆરી, 2025ના રોજ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના ડૉ. જશભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી દ્વારા 1 લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર, સ્મૃતિચિહ્ન અને પાઘડી સાથે પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યું. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકના હસ્તે શરદ ચંદ્ર ચટ્ટોપાધ્યાય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હિન્દી સાહિત્યના સર્જન માટે તેમને આ સન્માન આપીને, ઉત્તર પ્રદેશ પ્રશાસને ઉત્તર પ્રદેશના કર્મચારીઓ સાથે તેમનું પણ સન્માન કર્યું. સમગ્ર ભારતમાંથી એકલા ગુજરાતના ડૉ. જશભાઈ પટેલને પસંદ કરીને, ગુજરાત અને ગુજરાતના કર્મચારીઓના ગૌરવમાં વધારો કર્યો છે.
ઉત્તરપ્રદેશના રાજ્ય કર્મચારી સાહિત્ય સંસ્થાનો રજત જયંતિ સમારોહ રવિવારે લખનૌ યુનિવર્સિટીના માલવિયા ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. જેમાં રાજ્યના 24 કર્મચારી સાહિત્યકારોને 1 લાખ રૂપિયાના ઇનામ આપવામાં આવ્યા. નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા. IAS અખિલેશ મિશ્રા અધ્યક્ષ પદે હાજર રહ્યા અને તેઓ સંસ્થાના પ્રમુખ પણ છે. ત્રણ લોકોને સાહિત્ય બંધુ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો, જેમાં બે IAS અધિકારીઓનો સમાવેશ થાય છે. અન્ય ત્રણ સાહિત્યકારોને પ્રશંસાપત્રો આપવામાં આવ્યા, જ્યારે નવ સાહિત્યકારોને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
આ સાહિત્યકારોને 1 લાખ રૂપિયાના રોકડ ઇનામો આપવામાં આવ્યા
અવધેશ નિગમ, મોહમ્મદ અલી સાહિલ, શ્રીનિવાસ ત્રિપાઠી, ડૉ. સોમ કુલશ્રેષ્ઠ, અનુજ અગ્રવાલ, પ્રદીપ કુમાર પાંડે, પ્રો. રચના શર્મા, સંતોષ કુમાર તિવારી 'કૌશિલ', કુલદીપ કિશોર તિવારી 'કલશ', સુફલતા ત્રિપાઠી, રિચા પાઠક, સૌદાગર સિંહ, ડૉ. શમીમ ઇર્શાદ આઝમી, ડૉ. બિન્નો અબ્બાસ રિઝવી, ત્રિવેણી પ્રસાદ દુબે, રામાશંકર સિંહ, અશોક પાંડે 'અનહદ' , રામ લખન યાદવ, ડૉ. જટાશંકર ત્રિપાઠી, ડૉ. સત્યેન્દ્ર કુમાર સિંહ, શમા પરવીન, વોટર ગુરુ મહેન્દ્ર મોદી – IPS, ડૉ. જશભાઈ એન. પટેલ અને દયાશંકર શ્રીવાસ્તવને સાહિત્ય બંધુ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા.
ડૉ. વેદપતિ મિશ્રા - IAS
સૂર્યપાલ ગંગવાર - આઈએએસ
લતા કાદંબરી
આ સાહિત્યકારોને ગૌરવ પુરસ્કાર એનાયત
ડૉ. રામકૃષ્ણ લાલ જગમગ, લોકેશ ત્રિપાઠી, શાલિની પાંડે, સંપતિ કુમાર મિશ્રા, મુનેન્દ્ર સિંહ રાઠોડ, ડૉ. અનિલા સિંહ ચડક, સિરાજ મંજર કાકોરવી, વંદના શુક્લા અને પ્રદીપ સારંગ.
આ સાહિત્યકારોને પ્રશંસા પત્ર
રત્નદીપ દીક્ષિત, અંશુલ બંસલ અને વિવેક સિંહ.
આ પણ વાંચો: સિલિન્ડર ફાટ્યો, સામાન વેરવિખેર થયો... મહાકુંભમાં આગની ઘટના પછીનું દ્રશ્ય


