Uttar Pradesh : આજે CM આદિત્યનાથની અધ્યક્ષતામાં રાજ્યવ્યાપી વૃક્ષારોપણ કાર્યક્રમ, 37 કરોડ રોપા વાવવાનું લક્ષ્યાંક
- 9મી જુલાઈએ ઉત્તર પ્રદેશમાં રાજ્યવ્યાપી વૃક્ષારોપણ કાર્યક્રમ
- મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં યોજાશે વૃક્ષારોપણ
- એક પેડ કે નામ અભિયાનને નવી ઊંચાઈ આપવા કાર્યક્રમ
- આ કાર્યક્રમમાં કુલ 37 કરોડ રોપા વાવવાનું લક્ષ્યાંક
Uttar Pradesh : આજે 9મી જુલાએ સમગ્ર ઉત્તર પ્રદેશમાં રાજ્યવ્યાપી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) ની પર્યાવરણીય પહેલ 'એક પેડ મા કે નામ' (Ek Ped Maa Ke Naam) ને સફળ બનાવવાના ઉદ્દેશ્યથી યોજાઈ રહ્યો છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આજે સમગ્ર દિવસ દરમિયાન કુલ 37 કરોડ રોપા વાવવામાં આવશે.
37 કરોડ રોપાનું લક્ષ્યાંક
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) એ જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકાર 9 જુલાઈએ એક જ દિવસમાં 37 કરોડથી વધુ રોપાઓ વાવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગામડાના વડાઓ, બ્લોક વડાઓ, જિલ્લા પંચાયત પ્રમુખો અને અન્ય વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે રાજ્યની જનતાને 9 જુલાઈએ સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી ચાલનારા આ રાજ્યવ્યાપી વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લેવા અપીલ કરી હતી. યોગી આદિત્યનાથે લોકોને છોડ વાવ્યા પછી સેલ્ફી લેવા અને તેને સોશિયલ મીડિયા પર શેર કરવા પણ કહ્યું હતું જેથી વધુને વધુ લોકો પ્રેરણા મેળવી શકે.
Gujarat First UPVrulsharopan-
આ પણ વાંચોઃ Bihar : મતદાર યાદી સમીક્ષાનો અમલ સમગ્ર દેશમાં કરવા સુપ્રીમ કોર્ટમાં કરાઈ અરજી
'એક પેડ મા કે નામ'ને નવી ઊંચાઈ આપવાનો હેતુ
ઉત્તર પ્રદેશમાં 9 જુલાઈએ એક જ દિવસમાં 37 કરોડથી વધુ રોપાઓ વાવશે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, જો આપણે રસ્તાઓ વચ્ચેના ડિવાઈડર પર ફૂલોના છોડ વાવીએ અને તેમની સંભાળની જવાબદારી કોઈ NGO અથવા સામાજિક સંસ્થાને આપીએ, તો તે એક સારો સંદેશ આપશે. આપણે આ કામ એક્સપ્રેસવે, હાઈવે, આંતરરાજ્ય કનેક્ટિવિટી અને મ્યુનિસિપલ રસ્તાઓ પર પણ કરવું જોઈએ. તેમણે કહ્યું કે આ સમગ્ર અભિયાન પ્રધાનમંત્રી મોદીના વિચારથી પ્રેરિત છે. જે 5 જૂન 2025 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ પર શરૂ કરવામાં આવ્યું હતું. 'એક પેડ મા કે નામ' અભિયાન ઝડપથી સફળતા તરફ આગળ વધી રહ્યું છે. હવે 9 જુલાઈના રોજ અમે ઉત્તર પ્રદેશમાં એક દિવસમાં 37 કરોડ છોડ વાવીને આ મિશનને નવી ઊંચાઈ આપીશું.
આ પણ વાંચોઃ Delhi : 1 નવેમ્બરથી 15 વર્ષ જૂના વાહનોને નહીં મળે ઈંધણ, NCRમાં પણ લાગુ થશે યોજના