Uttar Pradesh : વારાણસીમાં રાષ્ટ્રપતિ Putin ના ફોટાની આરતી ઉતારવામાં આવી! જુઓ Video
- Uttar Pradesh : વારાણસીમાં રાષ્ટ્રપતિ Putin ના ફોટોની આરતી ઉતારવામાં આવી
- ભારત પ્રવાસ પહેલા રેલી યોજીને આરતી ઉતારી
- ભારત-રશિયાની દોસ્તી અમર રહેના લાગ્યા નારા
- પુતિનના આગમનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ
- 'વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે દોસ્તી જરૂરી'
Putin aarti performed in Varanasi : ભારત અને રશિયા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોની 25મી વર્ષગાંઠને ચિહ્નિત કરવા અને 23મી દ્વિપક્ષીય શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે સાંજે ભારતની 2 દિવસીય રાજ્ય મુલાકાતે પધારવાના છે. યુક્રેન યુદ્ધ પછી અને 2021 બાદ પુતિનની આ પ્રથમ ભારત મુલાકાત છે, જેના કારણે વિશ્વભરના રાજકીય નિરીક્ષકોની નજર આ મુલાકાત પર ટકેલી છે.
વારાણસીમાં દોસ્તી અમર રહેના નારા
એક તરફ જ્યાં નવી દિલ્હીમાં રાજકીય તૈયારીઓ ચાલી રહી છે, ત્યાં બીજી તરફ ભગવાન શિવની નગરી વારાણસીમાં પુતિનના આગમનને લઈને લોકોમાં અનોખો અને અસામાન્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ પુતિન (Putin) ના સ્વાગત માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જે ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઇએ કે, વારાણસીમાં નાગરિકોએ રાષ્ટ્રપતિ પુતિનના ફોટોની આરતી ઉતારી હતી અને સ્વાગત કૂચ (રેલી)નું આયોજન કર્યું હતું.
આ દરમિયાન લોકોએ 'ભારત-રશિયાની દોસ્તી અમર રહે' અને 'વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે દોસ્તી જરૂરી' જેવા નારા લગાવ્યા હતા. લોકો માને છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પુતિન બંને વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે કામ કરી રહ્યા છે. રશિયાએ લાંબા સમયથી ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા છે અને કટોકટીના સમયમાં હંમેશા ભારતની પડખે ઊભું રહ્યું છે, જેના કારણે આ પ્રકારનો ભાવનાત્મક આવકાર જોવા મળ્યો હતો.
Uttar Pradesh | વારાણસીમાં રાષ્ટ્રપતિ પુતિનના
ફોટોનો આરતી કરવામાં આવી | Gujarat Firstવારાણસીમાં રાષ્ટ્રપતિ પુતિનના ફોટોનો આરતી
ભારત પ્રવાસ પહેલા રેલી યોજીને આરતી ઉતારી
ભારત-રશિયાની દોસ્તી અમર રહેના લાગ્યા નારા
પુતિનના આગમનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ
'વૈશ્વિક શાંતિ અને સ્થિરતા… pic.twitter.com/zoAVNh9U4s— Gujarat First (@GujaratFirst) December 4, 2025
Putin નું સત્તાવાર શેડ્યૂલ
રાષ્ટ્રપતિ પુતિન સાંજે 6:35 વાગ્યે નવી દિલ્હી પહોંચ્યા બાદ તેમનું શેડ્યૂલ અત્યંત મહત્ત્વપૂર્ણ છે:
- પ્રથમ દિવસે ખાનગી રાત્રિભોજન : આગમન પછી, પુતિન સીધા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને જશે, જ્યાં તેમના માટે એક સાદું અને સરળ ખાનગી રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખાનગી રાત્રિભોજનનો હેતુ ઔપચારિક શિખર સંમેલન પહેલાં બંને નેતાઓ વચ્ચે આરામથી અને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં વાતચીત માટેનો મંચ તૈયાર કરવાનો છે.
- દ્વિતીય દિવસે ઔપચારિક કાર્યક્રમો : શુક્રવારે, રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ તેઓ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને ત્યારબાદ હૈદરાબાદ હાઉસ ખાતે ઔપચારિક દ્વિપક્ષીય વાતચીત થશે.
પ્રતિનિધિમંડળ અને ચર્ચાના મુખ્ય મુદ્દાઓ
રશિયન પ્રતિનિધિમંડળમાં સંરક્ષણ, નાણાં, કૃષિ, પરિવહન અને આરોગ્ય મંત્રીઓ તેમજ સેન્ટ્રલ બેંકના ગવર્નર એલ્વીરા નબીઉલિના સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ચર્ચાઓમાં સુરક્ષા સહયોગ, અર્થતંત્ર અને પરિવહન, ટેકનોલોજી અને શિક્ષણ, સાંસ્કૃતિક સંબંધો મુખ્ય વિષયો પર ગુપ્ત અને નિયમિત ચર્ચાઓ સામેલ હશે.
વળી, ઓડિશાના કલાકાર માનસ કુમાર સાહુએ રશિયન રાષ્ટ્રપતિના સ્વાગત માટે 2 કલાકની મહેનત બાદ અદભૂત રેતી એનિમેશન રજૂ કર્યું હતું, જેમાં પ્રતિષ્ઠિત રશિયન સ્મારકો સાથે પુતિનનું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : India-Russia: PM Modi-પુતિન વચ્ચે પ્રાઇવેટ ડિનર અને અનેક મોટા સોદા, આજે રચાશે ઇતિહાસ


