Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Uttarakhand : રૂરકીમાં મોટી દુર્ઘટના, ઈંટના ભઠ્ઠાની દીવાલ ધરાશાયી થતાં 6ના મોત, બે ગંભીર

ઉત્તરાખંડના રૂડકીમાં એક મોટી દુર્ઘટના બની છે. મંગળવારે સવારે મેંગ્લોર કોતવાલીના લહાબોલી ગામમાં ઈંટોના ભઠ્ઠાની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી, જેના કારણે અડધા ડઝનથી વધુ મજૂરો કાટમાળ નીચે દટાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં કાટમાળમાંથી 6 મૃતદેહો બહાર કાઢવામાં...
uttarakhand   રૂરકીમાં મોટી દુર્ઘટના  ઈંટના ભઠ્ઠાની દીવાલ ધરાશાયી થતાં 6ના મોત  બે ગંભીર
Advertisement

ઉત્તરાખંડના રૂડકીમાં એક મોટી દુર્ઘટના બની છે. મંગળવારે સવારે મેંગ્લોર કોતવાલીના લહાબોલી ગામમાં ઈંટોના ભઠ્ઠાની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી, જેના કારણે અડધા ડઝનથી વધુ મજૂરો કાટમાળ નીચે દટાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં કાટમાળમાંથી 6 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે 2ની હાલત નાજુક છે.

મંગળવારે સવારે ઈંટોને પકવવા માટે ચિમનીમાં ઈંટોને ભરતા સમયે આ દુર્ઘટના બની હોવાની માહિતી છે. મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક દીવાલ ધરાશાયી થઈ હતી. આ પહેલા કોઈ કંઈ સમજે તે પહેલા જ દીવાલની નજીક ઊભા રહેલા કેટલાક મજૂરો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. જો કે, હાલ રેસ્ક્યૂ કામ ચાલી રહ્યું છે. અહેવાલ છે કે અત્યાર સુધી 6 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘવાયા છે. આ દુર્ઘટનામાં ડઝનથી વધુ મજૂરો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે.

Advertisement

આ ઘટનાની માહિતી મળતા જ એસપી દેહાત સહિત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધી 6 મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. રેસ્કયૂ કામગીરી હાલ પણ ચાલુ છે.

Advertisement

આ પણ વાંચો - ચીનને જડબાતોડ જવાબ આપવા ભારતની તૈયારી! બ્રહ્મોસ મિસાઇલથી લેસ INS Imphal ની ખૂબીઓ વિશે જાણો

Tags :
Advertisement

.

×