Uttrakhandમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: દહેરાદૂનમાં જનજીવન અસ્તવ્યસ્ત, એકનું મોત
- ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે રેડ એલર્ટ
- દહેરાદૂન અને ઉત્તરકાશીમાં શાળાઓ બંધ
- ભારે વરસાદથી દહેરાદૂનમાં જનજીવનને અસર
- રિસ્પાના, બિંદલ સહિતની નદીઓ ગાંડીતૂર
- મોથ્રોવાલામાં પાણીમાં તણાતા એકનું મોત
- અલ્મોડા, હરિદ્વાર, નૈનિતાલમાં પણ આગાહી
- પૌડી, ઉધમસિંહ નગરમાં પણ એલર્ટ અપાયું
Uttrakhand: ઉત્તરાખંડ(Uttarakhand)માં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. હવામાન વિભાગે રાજ્યના ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેના પગલે તંત્ર પણ હાઈ એલર્ટ પર છે. ભારે વરસાદની સૌથી વધુ અસર રાજ્ય(Uttarakhand)ની રાજધાની દહેરાદૂન અને ઉત્તરકાશીમાં જોવા મળી રહી છે, જ્યાં વહીવટીતંત્રે સાવચેતીના ભાગરૂપે તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
Uttrakhandમાં નદી બે કાંઠે વહી
રાજધાની દહેરાદૂનમાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને વાહનવ્યવહારને પણ ભારે અસર થઈ છે. રિસ્પાના અને બિંદલ જેવી નાની નદીઓ પણ ગાંડીતૂર બની છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે એક દુઃખદ ઘટના પણ બની છે. મોથ્રોવાલા વિસ્તારમાં પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલ છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે.
Uttarakhand ના દહેરાદૂનમાં ધોધમાર વરસાદ । Gujarat First#Uttarakhand #UttarakhandFlashFlood #uttarakhandnews #UttarakhandDisaster #dehradunrain #gujaratfirst pic.twitter.com/6Qj5uIoAFs
— Gujarat First (@GujaratFirst) August 12, 2025
Uttrakhandમાં ભારે વરસાદની આગાહી
રાજ્ય(Uttarakhand)ના અન્ય ભાગોમાં પણ પરિસ્થિતિ ગંભીર બનવાની સંભાવના છે. હવામાન વિભાગે અલ્મોડા, હરિદ્વાર, નૈનિતાલ, પૌડી અને ઉધમસિંહ નગર જેવા જિલ્લાઓમાં પણ આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી કરી છે, અને આ વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્રે લોકોને નદી-નાળાથી દૂર રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરી છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને SDRFની ટીમોને પણ તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રીએ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો: Weather Update: દિલ્હી-NCR માં ફરી ભારે વરસાદ, હવામાન વિભાગે આ રાજ્યોમાં રેડ-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું


