Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Uttarakhand: ત્રણ દિવસ વરસાદનું High Alert! અહીં મુશળધાર વરસાદની આગાહી

ઉત્તરાખંડમાં ફરી એક વખત વાતાવરણમાં ફેરફાર 17થી 20  જુલાઈ 2025ના રોજ ભારે વરસાદનું એલર્ટ જાહેર આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી Uttarakhand : ઉત્તરાખંડમાં ફરી એક વખત વાતાવરણમાં ફેરફાર આવ્યો છે. દેહરાદુન, ટિહરી, રુદ્ર પ્રયાગ, નૈનીતાલ અને બાગેશ્વરમાં આજે 17...
uttarakhand  ત્રણ દિવસ વરસાદનું high alert  અહીં મુશળધાર વરસાદની આગાહી
Advertisement
  • ઉત્તરાખંડમાં ફરી એક વખત વાતાવરણમાં ફેરફાર
  • 17થી 20  જુલાઈ 2025ના રોજ ભારે વરસાદનું એલર્ટ જાહેર
  • આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

Uttarakhand : ઉત્તરાખંડમાં ફરી એક વખત વાતાવરણમાં ફેરફાર આવ્યો છે. દેહરાદુન, ટિહરી, રુદ્ર પ્રયાગ, નૈનીતાલ અને બાગેશ્વરમાં આજે 17 થી 20 જુલાઈ 2025ના રોજ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે (IMD)આ જીલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, આજે હવામાન થોડુ ખરાબ રહેશે, બાકીના વિસ્તારોમાં મધ્યમ વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.

ઉત્તરાખંડના હવામાન વિભાગે કરી આગાહી

ઉત્તરાખંડના હવામાન વિભાગના નિર્દેશક ડો. વિક્રમ સિંહે જણાવ્યું હતું વરસાદની એક અઠવાડિયા સુધી અસર રહી શકે છે. જો તમે પહાડોમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો એક વખત હવામાન વિભાગનું એલર્ટ જોઈ લેજો. તમને જણાવી દઈએ કે વરસાદને કારણે અહીં જનજીવન ખોરવાઈ ગયું છે. એવામાં વન વિભાગના એલર્ટે લોકોની ચિંતા વધારી દીધી છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -AMARNATH YATRA ના રૂટ પર ભૂસ્ખલન, સેનાએ મોરચો સંભાળ્યો

પહાડ ધસી પડવાને કારણે રસ્તો બંધ

મસૂરી-ટિહરી માર્ગ પર બુધવારે જ્યારે સુવાખોલી પાસે પહાડ ધસી પડવાને કારણે રસ્તો બંધ થઈ ગયો હતો અને વાહનોની લાંબી લાઈન લાગતા હડકંપ મચી ગયો હતો. યાત્રીઓ હેરાન-પરેશાન થઈ ગયા હતા. દહેરાદુન ડિવિઝનના કાર્યકર્તા અભિયંતા સુરેશ તોમારે જણાવ્યુ હતું કે જેસીબીની મદદથી રસ્તાને એક જ કલાકમાં ખોલી દેવાયો હતો.

આ પણ  વાંચો -હવે સીરિયા પર કેમ બોમ્બમારો કરી રહ્યું છે ઇઝરાયલ?

પહાડી વિસ્તારમાં ભૂસ્ખલનનું સંકટ

હવામાન વિભાગની સલાહ પ્રમાણે ભારે વરસાદને કારણે નદીના કિનારે જવાનું ટાળો અને પહાડી વિસ્તારમાં ભૂસ્ખલનનું સંકટ છે. ઘરેથી નિકળતા પહેલા હવામાન વિશેનું અપડેટ ચેક કરી લો. તમને જણાવી દઈએ કે હવે આ સતત વરસાદનું અસર ચારધામ યાત્રા પર પણ જોવા મળી રહ્યું છે.

Tags :
Advertisement

.

×