Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Uttarkashi Landslides : ગંગોત્રી-યમુનોત્રી હાઈવે કલાકો સુધી બંધ રહેતા હાલાકી

Uttarkashi Landslides ને લીધે ગંગોત્રી-યમુનોત્રી હાઈવે કલાકો સુધી બંધ રહેતા સ્થાનિકો, મુસાફરો અને બચાવકર્મીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વાંચો વિગતવાર.
uttarkashi landslides   ગંગોત્રી યમુનોત્રી હાઈવે કલાકો સુધી બંધ રહેતા હાલાકી
Advertisement
  • Uttarkashi Landslidesને લીધે અનેક માર્ગો બંધ
  • કુથનૌર અને નરદચટ્ટી વિસ્તારમાં મુખ્ય રોડ બંધ થતાં હાલાકી
  • રસ્તા પરથી કાટમાળ હટાવવા કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે

Uttarkashi Landslides : તાજેતરમાં ઉત્તરકાશીમાં થયેલા ભૂસ્ખલનને પરિણામે અનેક હાઈવે અને મુખ્યમાર્ગો બંધ થઈ ગયા છે. રાજ્યનો અગત્યનો ગંગોત્રી-યમુનોત્રી હાઈવે કલાકો સુધી બંધ રહેતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ હાઈવે ફરીથી શરુ થઈ ગયો છે પરંતુ અવરજવર હજુ પણ જોખમી છે કારણ કે, ટેકરી પરથી સતત પથ્થરો પડતાં અવરજવર હજુ પણ જોખમી છે. માનેરા બાયપાસ પર ટેકરી પરથી ભૂસ્ખલનને કારણે સ્થાનિકો અને વહીવટી તંત્રમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું.

ગંગોત્રી અને યમુનોત્રી હાઈવે દિવસભર બંધ રહ્યો

Uttarkashi Landslides ને લીધે અનેક માર્ગોને ભયંકર નુકસાન થયું હતું. ધરાસુ પુરાણાના સોનગઢ પાસે ભૂસ્ખલન જોવા મળ્યું હતું. યમુનોત્રી માર્ગ પર 2 સ્થળે ભૂસ્ખલન થતા કુથનૌર અને નરદચટ્ટી વિસ્તારમાં રોડ બંધ થઈ ગયા. અત્યારે બચાવ ટુકડી અને વહીવટી તંત્ર દ્વારા રસ્તા પરથી કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. લગભગ એક દિવસ માટે વરસાદને કારણે નલુપાની, ગણેશપુર, નેતાલા નજીક કાટમાળને કારણે ગંગોત્રી હાઈવે બંધ હતો. બીજી તરફ ડબ્રાની અને સોનાગઢ નજીક હાઈવેનો એક ભાગ નદીમાં વહેવાને કારણે અવરજવર બંધ છે.

Advertisement

Uttarkashi Landslides Gujarat First-21-08-2025-

Uttarkashi Landslides Gujarat First-21-08-2025-

Advertisement

આ પણ વાંચોઃ  CM Rekha Gupta પર હુમલો કરનારના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

હજૂ પણ જોખમ યથાવત

બુધવારે સવારે વરસાદ બંધ થતાં વહીવટી તંત્ર એ ગંગોત્રી હાઇવે પર રસ્તો ખોલવાનું કામ શરૂ કર્યુ હતું. જ્યારે NHAI દ્વારા યમુનોત્રી હાઈવે પર કામ કરવામાં આવ્યું. બપોર સુધીમાં ગંગોત્રી હાઈવે પર નાલુપાની સહિત ગણેશપુર અને નેતાલામાં ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. જો કે ધારસુ નજીક ભૂસ્ખલનને કારણે ગંગોત્રી હાઇવે ફરીથી બંધ કરવામાં આવ્યો હતો, જે મોડી સાંજે ખુલ્યો હતો. જંગલચટ્ટી સહિત કલ્યાણી, બર્નીગડ, નારદચટ્ટી ખાતે યમુનોત્રી હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. કલ્યાણી અને બર્નીગડ ખાતે રસ્તો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. નારદચટ્ટી અને જંગલચટ્ટી ખાતે હાઈવે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. જો કે ટેકરી પરથી પથ્થરો પડવાના કારણે અવરજવર હજુ પણ જોખમી છે. વિવિધ હાઈવે બંધ થવાને કારણે અનેક જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પહોંચાડવામાં અને બચાવકાર્યમાં વિક્ષેપ થઈ રહ્યો છે.

Uttarkashi Landslides Gujarat First-21-08-2025--

Uttarkashi Landslides Gujarat First-21-08-2025--

આ પણ વાંચોઃ  Rahul Gandhi : દેશને મધ્યયુગમાં ધકેલવામાં આવી રહ્યો છે, અમિત શાહે રજૂ કરેલ બિલ પર રાહુલની પ્રતિક્રિયા

Tags :
Advertisement

.

×