Vaishno Devi Landslide : અર્ધકુંવારીમાં ભયંકર ભૂસ્ખલનમાં મૃતાંક 31 થયો, હજૂ પણ અનેક લાપતા
- Vaishno Devi Landslide માં મૃતાંક 31 પર પહોંચ્યો, હજૂ અનેક લાપતા
- અર્ધકુંવારી નજીક થયેલા આ ભૂસ્ખલનથી વૈષ્ણવદૈવી યાત્રા માર્ગ પ્રભાવિત થયો
- આ ભૂસ્ખલન થયું ત્યારે હજારો શ્રદ્ધાળુઓ કટરાથી માતા વૈષ્ણોદેવી દર્શન માટે જઈ રહ્યા હતા
- NDRF, SDRF, સેના અને વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યું છે
- જીવન જરુરી ચીજવસ્તુઓ પૂરી પાડવા ઉપરાંત યાત્રાળુઓને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે
- ભારે વરસાદને કારણે, ઉત્તર રેલ્વેએ બુધવારે 22 ટ્રેનો રદ કરી અને 27 ટ્રેનોને ટૂંકાવી
Vaishno Devi Landslide : ભારે વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં માતા વૈષ્ણોદેવી ધામ તરફ જતા રસ્તા પર ભૂસ્ખલન થયું. આ અકસ્માતમાં 31 શ્રદ્ધાળુઓના મોત થયા અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા. અર્ધકુંવારી નજીક થયેલા આ ભૂસ્ખલનથી વૈષ્ણવદૈવી યાત્રા માર્ગ પ્રભાવિત થયો. સેના અને વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે.
Vaishno Devi Landslide બાદ વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત કરાઈ
રિયાસી જિલ્લામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું અને ઘણા શ્રદ્ધાળુઓ તેમાં ફસાયા હતા. અકસ્માત પછી તરત જ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. સેનાએ માહિતી આપી હતી કે તેના સૈનિકોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. સેના સતત જીવન બચાવવા, જરૂરિયાતમંદોને મદદ પૂરી પાડવા અને નાગરિકોને સલામત સ્થળોએ લઈ જવાનો પ્રયાસ કરી રહી છે.
Vaishnavdevi Landslide Gujarat First-27-08-2025-
આ પણ વાંચોઃ PM પ્રવાસી પક્ષીની જેમ માત્ર ચૂંટણી સમયે જ બંગાળ આવે છે, મમતા બેનર્જીનો વળતો પ્રહાર
J&K ના અનેક જિલ્લામાં રેડ એલર્ટ
ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જમ્મુ અને કાશ્મીરના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે તેમાં અનંતનાગ, કિશ્તવાડ, ડોડા, કઠુઆ, રામબન, ઉધમપુર, રિયાસી, રાજૌરી, જમ્મુ, સાંબાનો સમાવેશ થાય છે. વહીવટીતંત્રે લોકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા અને સલામત સ્થળોએ રહેવાની અપીલ કરી છે. આ ભૂસ્ખલન થયું ત્યારે હજારો શ્રદ્ધાળુઓ કટરાથી માતા વૈષ્ણોદેવી દર્શન માટે જઈ રહ્યા હતા.
Devastating landslide on Mata Vaishno Devi Yatra track near Ardhkumari, Katra, J&K, kills 31, injures 23. More feared trapped under debris.
Heavy rains trigger flash floods, collapse bridges, and damage infrastructure. Rescue ops ongoing. #VaishnoDevi #JammuAndKashmir #Jammu… pic.twitter.com/dlMuPJms4p
— Kashmir Outlook (@kashmiroutlook1) August 27, 2025
Vaishnavdevi Landslide Gujarat First-27-08-2025--
આ પણ વાંચોઃ Indian Navy : સંરક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત, ભારતમાં બનશે નેવીના તમામ જહાજ


