Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Veer Savarkar : ભારતીય ઇતિહાસમાં ત્યાગ અને સમર્પણની એક અજોડ ઘટના

કલ્પના કરો કે કાળા પાણીની સજા જેને ફરમાવાઈ છે તે 30 વર્ષનો પતિ જેલના સળિયા પાછળ ઊભો છે અને બહાર તેની યુવાન પત્ની ઊભી છે, જેનું બાળક તાજેતરમાં મૃત્યુ પામ્યું છે...આ વાતની પૂરેપૂરી સંભાવના છે કે હવે કદાચ આ જન્મમાં આ પતિ-પત્નીની મુલાકાત ન થાય. આવા મુશ્કેલ સમયમાં આ બંનેએ શું વાતચીત કરી હશે ? માત્ર કલ્પના કરવાથી જ તમે ધ્રૂજી ઊઠ્યા, ખરું ને?? કલ્પના કરો કે કાળા પાણીની સજા જેને ફરમાવાઈ છે તે 30 વર્ષનો પતિ જેલના સળિયા પાછળ ઊભો છે અને બહાર તેની યુવાન પત્ની ઊભી છે, જેનું બાળક તાજેતરમાં મૃત્યુ પામ્યું છે...આ વાતની પૂરેપૂરી સંભાવના છે કે હવે કદાચ આ જન્મમાં આ પતિ-પત્નીની મુલાકાત ન થાય. આવા મુશ્કેલ સમયમાં આ બંનેએ શું વાતચીત કરી હશે ? માત્ર કલ્પના કરવાથી જ તમે ધ્રૂજી ઊઠ્યા, ખરું ને??
veer savarkar   ભારતીય ઇતિહાસમાં ત્યાગ અને સમર્પણની એક અજોડ ઘટના
Advertisement

Veer Savarkar : કલ્પના કરો કે 30 વર્ષનો પતિ જેલના સળિયા પાછળ ઊભો છે અને બહાર તેની યુવાન પત્ની ઊભી છે, જેનું બાળક તાજેતરમાં મૃત્યુ પામ્યું છે...

આ વાતની પૂરેપૂરી સંભાવના છે કે હવે કદાચ આ જન્મમાં આ પતિ-પત્નીની મુલાકાત ન થાય. આવા મુશ્કેલ સમયમાં આ બંનેએ શું વાતચીત કરી હશે ?

Advertisement

માત્ર કલ્પના કરવાથી જ તમે ધ્રૂજી ઊઠ્યા, ખરું ને?? હા!!! વાત કરી રહ્યા છીએ  ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના સૌથી તેજસ્વી સિતારા વિનાયક દામોદર સાવરકરની. આ પરિસ્થિતિ તેમના જીવનમાં આવી હતી, જ્યારે અંગ્રેજોએ તેમને કાળાપાણી (અંદમાન સેલ્યુલર જેલ-Andaman Cellular Jail)ની કઠોરતમ સજા માટે અંદમાન જેલ મોકલવાનો નિર્ણય લીધો અને તેમની પત્ની તેમને મળવા જેલમાં આવી.

Advertisement

મજબૂત હૃદયવાળા વીર સાવરકર (Vinayak Damodar Savarkar)એ પોતાની પત્નીને એક જ વાત કહી... – “તણખલા-તણખલીઓ વીણવી અને ભેગાં કરવાં તથા તેનાથી એક ઘર બનાવીને તેમાં બાળકોનું પાલન-પોષણ કરવું... જો આને જ પરિવાર અને કર્તવ્ય કહેતા હોઈએ તો આવું સંસાર તો કાગડા અને ચકલીઓ પણ વસાવે છે. પોતાના ઘર-પરિવાર-બાળકો માટે તો બધા કામ કરે છે.

Veer Savarkar-વીર સાવરકર અને યમુનાબાઈનો સંવાદ 

"મેં મારા દેશને જ મારો પરિવાર માન્યો છે, તેનું ગર્વ કરો. આ દુનિયામાં કંઈપણ વાવ્યા વગર કંઈ ઊગતું નથી. ધરતીમાંથી જુવારનો પાક ઉગાડવો હોય તો તેના કેટલાક દાણાને જમીનમાં દાટવા જ પડે છે. તે બીજ જમીનમાં, ખેતરમાં જઈને મળે છે ત્યારે જ આગામી જુવારનો પાક આવે છે. જો હિન્દુસ્તાનમાં સારા ઘરનું નિર્માણ કરવું છે તો આપણે આપણું ઘર કુરબાન કરવું જોઈએ. કોઈને કોઈ મકાન ધ્વસ્ત થઈને માટીમાં નહીં મળે, ત્યાં સુધી નવા મકાનનું નવનિર્માણ કેવી રીતે થશે...”. કલ્પના કરો કે આપણે પોતાના જ હાથે પોતાના ઘરના ચૂલા ફોડી દીધા છે, પોતાના ઘરમાં આગ લગાવી દીધી છે. પરંતુ આજનો આ ધુમાડો જ કાલે ભારતના પ્રત્યેક ઘરમાંથી સોનાનો ધુમાડો બનીને નીકળશે."

"યમુનાબાઈ, ખોટું ન લગાડશો, મેં તમને એક જ જન્મમાં એટલું કષ્ટ આપ્યું છે કે “આ જ પતિ મને જન્મ-જન્માંતર સુધી મળે” એવું કેવી રીતે કહી શકો..??” જો આગલો જન્મ મળશે, તો આપણી મુલાકાત થશે... અન્યથા અહીંથી જ વિદાય લઉં છું.... (તે દિવસોમાં એવું માનવામાં આવતું હતું કે જેને કાળાપાણીની ભયંકર સજા મળી તે ત્યાંથી જીવતો પાછો નહીં આવે).

Veer Savarkar : યુવાન સ્ત્રીએ પોતાના પતિ એટલે કે વીર સાવરકરને શું કહ્યું હશે??

હવે વિચારો, આ ભયંકર પરિસ્થિતિમાં માત્ર 25-26 વર્ષની તે યુવાન સ્ત્રીએ પોતાના પતિ એટલે કે વીર સાવરકરને શું કહ્યું હશે?? યમુનાબાઈ (એટલે કે ભાઉરાવ ચિપલૂણકરની પુત્રી) ધીમેથી નીચે બેઠાં, અને જાળીમાંથી પોતાના હાથ અંદર નાખીને તેમણે સાવરકરના ચરણોને સ્પર્શ કર્યો. તે ચરણોની ધૂળ પોતાના મસ્તક પર લગાવી. સાવરકર પણ ચોંકી ઊઠ્યા, અંદરથી હલી ગયા...

તેમણે પૂછ્યું.... "આ શું કરી રહી છો??"

અમર ક્રાંતિકારીની પત્નીએ કહ્યું... “હું આ ચરણોને મારી આંખોમાં વસાવી લેવા માગું છું, જેથી આગલા જન્મમાં ક્યાંક મારાથી ભૂલ ન થઈ જાય. પોતાના પરિવારનું પોષણ અને ચિંતા કરનારા મેં બધાને જોયા છે, પરંતુ સમગ્ર ભારતવર્ષને પોતાનો પરિવાર માનનારો વ્યક્તિ મારો પતિ છે... તેમાં ખોટું માનવા જેવું શું છે. જો તમે સત્યવાન છો, તો હું સાવિત્રી છું. મારી તપસ્યામાં એટલું બળ છે, કે હું યમરાજ પાસેથી તમને પાછા છીનવી લાવીશ. તમે ચિંતા ન કરો... પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો... અમે આ જ સ્થાન પર તમારી પ્રતીક્ષા કરી રહ્યા છીએ...”.

ખરેખર કેટલી જબરદસ્ત તાકાત છે... તે યુવાવસ્થામાં પતિને કાળાપાણીની સજા પર લઈ જતા સમયે, કેટલો હિંમતભર્યો વાર્તાલાપ છે... ખરેખર, ક્રાંતિની ભાવના સ્વર્ગમાંથી નક્કી થાય છે, કેટલાક સંસ્કારોમાંથી. આ દરેકને નથી મળતી.

પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ.

આ પણ વાંચો : નીતિશ કુમાર આવતીકાલે સવારે ગાંધી મેદાનમાં CM પદના શપથ લેશે; ટાઇમ ટેબલ આઉટ

Tags :
Advertisement

.

×