Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vice President: હવે કોણ બનશે ઉપરાષ્ટ્રપતિ? રેસમાં આ નામો ચર્ચામાં

હવે કોણ ઉપરાષ્ટ્રપતિ પદને સંભાળશે? રાજીનામું દ્રોપદી મૂર્મુએ સ્વીકારી લીધુ ઉપરાષ્ટ્રપતિ રેસમાં આ નામો ચર્ચામાં  Vice President : ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપતા અનેક તર્કવિતર્કો ચર્ચાવા લાગ્યા છે. મહત્વનું છે કે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને મોકલેલા રાજીનામા પત્રમાં...
vice president  હવે કોણ બનશે ઉપરાષ્ટ્રપતિ  રેસમાં આ નામો ચર્ચામાં
Advertisement
  • હવે કોણ ઉપરાષ્ટ્રપતિ પદને સંભાળશે?
  • રાજીનામું દ્રોપદી મૂર્મુએ સ્વીકારી લીધુ
  • ઉપરાષ્ટ્રપતિ રેસમાં આ નામો ચર્ચામાં 

Vice President : ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપતા અનેક તર્કવિતર્કો ચર્ચાવા લાગ્યા છે. મહત્વનું છે કે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને મોકલેલા રાજીનામા પત્રમાં તેમના સ્વાસ્થ્યના કારણોનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે જગદીપ ધનખડ બાદ હવે કોણ ઉપરાષ્ટ્રપતિ પદને સંભાળશે?

ઉત્તરાધિકારીની પસંદગી 6 મહિનાની અંદર કરવી અનિર્વાય

જગદીપ ધનખડનુ રાજીનામું દ્રોપદી મૂર્મુએ સ્વીકારી લીધુ.તો વડાપ્રધાન મોદીએ ટ્વીટ પર તેમના સારાં સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરી હતી. બંધારણની કલમ 68 હેઠળ, જગદીપ ધનખડના રાજીનામા બાદ તેમના ઉત્તરાધિકારીની પસંદગી 6 મહિનાની અંદર પૂરી કરવી અનિર્વાય છે.એટલે કે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા નિમણૂક થવી જોઇએ. એટલે કે સ્વાભાવિક છે કે ભાજપ સરકાર બિહાર વિધાનસભા ચૂંટણીમાં પણ આ તકનો લાભ લઇ શકે છે.

Advertisement

આ પણ  વાંચો -દિલ્હી એરપોર્ટ પર દુર્ઘટના, લેન્ડિંગ બાદ Air India ના વિમાનમાં લાગી આગ

Advertisement

હરિવંશ નારાયણ સિંહ અને રામ નારાયણનું નામ ચર્ચામાં

ઉપરાષ્ટ્રપતિ પદને લઇને જે નામોની ચર્ચા થઇ રહી છે એમાં રાજ્યસભા ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ અને સ્વર્ગીય કર્પૂરી ઠાકુરના પુત્ર રામ નારાયણનું નામ ચર્ચામાં છે. આ સિવાય અનેક લોકો નીતિશ કુમારનું પણ નામ ચર્ચામાં સામેલ કરી રહ્યા છે. જોકે કદાચ જ નીતિશ કુમાર ઉપરાષ્ટ્રપતિ પદ માટે હોઇ શકે છે કારણ કે તેમનુ પણ સ્વાસ્થ્ય ઠીક નથી.

આ પણ  વાંચો -Breaking News:'તેમણે મને ફોન કર્યો, તેથી હું ગયો,CM યોગીને મળવા પર બ્રિજભૂષણ સિંહ બોલ્યા..!

નિતિન ગડકરી કે પછી રાજનાથ સિંહ ?

ભાજપ અને આરએસએસ સતત પાર્ટી અધ્યક્ષ વિશે વિચાર કરી રહ્યા છે. આ દરમિયાન એવા ઘણા અહેવાલો આવી રહ્યા છે કે નિર્મલા સીતારમણ અને વસુંધરા રાજે જેવા નેતાઓનું પણ નામ સામે આવ્યુ છે. આ સિવાય રાજનાથ સિંહનું નામ પણ સૌથી ટોપ પર ચાલી રહ્યુ છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીનું પણ નામ ઉપરાષ્ટ્રપતિના પદ માટે ચર્ચાઇ રહ્યું છે. હવે જોવું એ રહ્યુ કે જે નામો ચર્ચામાં ચાલી રહ્યા છે તેમાંથી કોઇ ઉપરાષ્ટ્રપતિ પદ પર બેસે છે કે પછી અન્ય કોઇને આગળ ધરવામાં આવશે.

Tags :
Advertisement

.

×