ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VIDEO:અમરનાથ જતા BSF જવાનોને 'ગંદકીવાળી' ટ્રેન ફાળવાતા વિવાદ, 4 રેલવે અધિકારી સસ્પેન્ડ

અમરનાથ જતા BSF જવાનોને 'ગંદકીવાળી ટ્રેન ફાળવાતા વિવાદમાં આવી રેલવે મંત્રાલયે 4 અધિકારીને કર્યા સસ્પેન્ડ Amarnath Yatra: અમરનાથ યાત્રાને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જે અંતર્ગત 1200 જેટલા BSF (બોર્ડર સિક્યોરિટી ફોર્સ)ના જવાનોને ડ્યુટી પર જવા...
07:11 PM Jun 11, 2025 IST | Hiren Dave
અમરનાથ જતા BSF જવાનોને 'ગંદકીવાળી ટ્રેન ફાળવાતા વિવાદમાં આવી રેલવે મંત્રાલયે 4 અધિકારીને કર્યા સસ્પેન્ડ Amarnath Yatra: અમરનાથ યાત્રાને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જે અંતર્ગત 1200 જેટલા BSF (બોર્ડર સિક્યોરિટી ફોર્સ)ના જવાનોને ડ્યુટી પર જવા...
BSF train

Amarnath Yatra: અમરનાથ યાત્રાને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જે અંતર્ગત 1200 જેટલા BSF (બોર્ડર સિક્યોરિટી ફોર્સ)ના જવાનોને ડ્યુટી પર જવા માટે 'ખરાબ' ટ્રેન ફાળવવામાં આવી હતી. જેને લઈને હોબાળો થયો હતો. જે મામલે 5 દિવસ જૂના કેસમાં રેલવે મંત્રાલયના 4 રેલવે અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.

રેલવેમાં વંદા ફરતા જોવા મળ્યા

6 જૂનના રોજ જવાનોને ત્રિપુરાથી અમરનાથ જવાનું હતું. નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવે (NFR)એ જે ટ્રેન જવાનોને ઉપલબ્ધ કરાવી હતી, જેમાં બારી-દરવાજા તૂટેલા હતા. ટોયલેટ તૂટેલું અને ગંદુ હતું, લાઈટ પણ નહતી. સીટો પર ગાદીઓ પણ નહતી. રેલવેમાં વંદા ફરતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ બધુ જોઈને જવાનોએ ઇનકાર કરતા 10 જૂને બીજી ટ્રેન ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

આ પણ  વાંચો -Yashaswi Solanki ADC : રાષ્ટ્રપતિની પ્રથમ મહિલા ADC બની નૌસેનાની યશસ્વી સોલંકી

ટ્રેનના ડબ્બાઓ મહિનાઓ બંધ હાલતમાં પડ્યા હતા

જવાનોએ અમરનાથ તીર્થયાત્રી ડ્યુટી માટે કાશ્મીર પહોંચવાનું હતું. જે ટ્રેનથી તેમને જવાનું હતું, તેનું BSFની કંપની કમાન્ડરે નિરીક્ષણ કર્યું. ટ્રેનની સ્થિતિ જોઈને તેઓ ચોંકી ગયા. ટ્રેનના ડબ્બાઓની હાલત ખુબ ખરાબ હતી. તેનો ઉપયોગ જવાનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરી શકાય તેમ ન હતો. તપાસ બાદ ખબર પડી કે ડબ્બાઓનો મહિનાઓથી ઉપયોગ થયો નહતો. તમામ ડબ્બામાં ઠેટઠેકાણે તૂટેલો સામાન પડ્યો હતો. વધુ પડતી સીટો ગંદકી ફેલાયેલી હતી. ટ્રેનના અનેક ડબ્બામાં બલ્બ કે વીજળી કનેક્શન ન હતું.

આ પણ  વાંચો -Sikkim: પ્રતાપગઢ નિવાસી કપલ 13 દિવસથી ગુમ..25મેએ ગયા હતા હનીમૂન પર

ફરિયાદ બાદ બીજી ટ્રેન ફાળવાઈ: રેલવે અધિકારી

ભારતીય રેલવેના NFR ઝોનના એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, 6 જૂને રવાના થનારી ટ્રેનને રદ કરી દેવાઈ છે. કારણ કે BSFએ ટ્રેનની ખામીઓ પર ફરિયાદ કરી હતી. જેને લઈને હવે તેમને બીજી ટ્રેન ફાળવાઈ છે. નવી ટ્રેન મંગળવારે રવાના થઈ ગઈ.

Tags :
Alipurduar Divisionbad trainBSFBSF trainIndian RailwaysRailway Minister Ashwini Vaishnav
Next Article