Video : માતા ખાલી ચપ્પલ લેવા માટે નીચે નમી અને બાળકી 12 મા માળેથી નીચે પડી
- મુંબઈના વસઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી
- એક બિલ્ડિંગના 12માં માળેથી 4 વર્ષની બાળકીનું પડી
- ઘટનાનું સીસીટીવ ફુટેઝ સામે આવ્યું
Shocking incident in Maharashtra: હાઈ રાઈઝ સોસાયટીમાં બાળકો પડી જવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. મુંબઈના વસઈમાં એક આવી જ ઘટના સામે આવી છે. હકીકતમાં વસઈના પૂર્વના નાયગામમાં એક બિલ્ડિંગના 12માં માળેથી 4 વર્ષની બાળકીનું પડી જવાથી મોત થયું છે. ઘટનાનું સીસીટીવ ફુટેઝ સામે આવ્યું છે. મૃતક બાળકીનું નામ અવનિકા પ્રજાપતિ છે અને આ ઘટના નાયગામના પૂર્વમાં આવેલા નવકાર બિલ્ડિંગમાં થયો છે.
બેલેન્સ ગુમાવતાં બાળકી નીચે પડી ગઈ
હકીકતમાં અનવિકા તેની માતા સાથે ઘરની બહાર જઈ રહી હતી, ત્યારે માતાએ ફ્લેટની બહાર દરવાજા પર રાખેલા ચંપલના કબાટ ઉપર બાળકીને બેસાડી દીધી. વીડિયોમાં જોઈ શકાય છે કે, બારી ખુલ્લી હતી. એ સમયે માતાનું ધ્યાન બીજે ક્યાંક ગયું હતું, ત્યારે બાળકીએ પોતાનું બેલેન્સ ગુમાવ્યું અને 12મા માળેથી બારીમાંથી નીચે પડી ગઈ હતી.
महाराष्ट्र के वसई इलाके में नवकार इमारत की बारहवीं मंजिल से गिरकर एक चार साल की बच्ची की दर्दनाक मौत हो गई है। pic.twitter.com/5VafQ0eNaL
— SANJAY TRIPATHI (@sanjayjourno) July 25, 2025
આ પણ વાંચો -Kargil Vijay Diwas: ભારતના વિજયના 26મા વર્ષની ઉજવણી, જાણો ગૌરવશાળી ઇતિહાસ અને મહત્વ
પોલીસે તપાસ શરૂ કરી
માતાની ચીસો સાંભળીને આસ-પાસના લોકો લોકો બહાર દોડી આવ્યા હતા. ઘરમાંથી એક યુવાન બાળકીને બચાવવા માટે નીચે દોડે છે. ત્યાર બાદ અવનિકાને સારવાર માટે તાત્કાલિક વસઈની સર ડી.એમ. પેટિટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. નાયગાંવ પોલીસે કેસ નોંધ્યી અને વધુ તપાસ શરુ કરી છે


