Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિનેશ ફોગાટને ભારત રત્ન આપવાની ઉઠી માંગ

વિનેશ ફોગાટને ભારત રત્ન આપવાની માંગ વિનેશ ફોગાટની અયોગ્યતા પર રાજકીય ચર્ચા અભિષેક બેનર્જીએ વિનેશને સન્માનિત કરવાની માંગ કરી પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે બુધવારનો દિવસ ખૂબ જ ખરાબ રહ્યો હતો. મંગળવારે 3 મેચ જીતીને ફાઇનલમાં પહોંચેલી ભારતીય કુસ્તીબાજ વિનેશ...
વિનેશ ફોગાટને ભારત રત્ન આપવાની ઉઠી માંગ
Advertisement
  • વિનેશ ફોગાટને ભારત રત્ન આપવાની માંગ
  • વિનેશ ફોગાટની અયોગ્યતા પર રાજકીય ચર્ચા
  • અભિષેક બેનર્જીએ વિનેશને સન્માનિત કરવાની માંગ કરી

પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે બુધવારનો દિવસ ખૂબ જ ખરાબ રહ્યો હતો. મંગળવારે 3 મેચ જીતીને ફાઇનલમાં પહોંચેલી ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ (Vinesh Phogat) ને 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. પેરિસમાં હાજર ભારતીય ટીમ સાથે જોડાયેલા અધિકારીઓએ છેલ્લી ઘડી સુધી પ્રયાસો કર્યા, પરંતુ વિનેશને કોઈ મેડલ ન મળી શક્યો. હવે જ્યારે વિનેશને અયોગ્ય ઠેરવવામાં આવી છે, ત્યારે આ ઘટનાએ દેશભરમાં ભારે નિરાશા ફેલાવી છે. આ અંગે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીએ એક મોટી માંગ કરી છે.

અભિષેક બેનર્જીની માંગ

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીએ વિનેશ ફોગાટ (Vinesh Phogat) ને ભારત રત્ન આપવાની માંગ કરી છે. તેમનું માનવું છે કે વિનેશે દેશ માટે જે પ્રયત્નો કર્યા છે તેના માટે તેઓ આ સન્માનને પાત્ર છે. જો ભારત રત્ન શક્ય ન હોય તો, વિનેશને રાજ્યસભામાં નિયુક્ત કરવામાં આવે તેવી પણ તેમણે માંગ કરી છે. અભિષેક બેનર્જીએ જણાવ્યું કે વિનેશ ફોગાટે (Vinesh Phogat) પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને દેશ માટે મેડલ જીતવા માટે ખૂબ મહેનત કરી છે. આવા સંજોગોમાં તેમને આ રીતે નિરાશ કરવામાં આવ્યા છે તે ખૂબ જ દુઃખદ છે.

Advertisement

Advertisement

શું હતો સમગ્ર મામલો?

ઉલ્લેખનીય છે કે, વિનેશ 50 કિગ્રા રેસલિંગ કેટેગરીની ફાઇનલમાં પહોંચી હતી અને તેનો સિલ્વર મેડલ કન્ફર્મ થઈ ગયો હતો. બુધવારે વિનેશની મેચ હતી. સવારે 7.10 અને 7.30 વાગ્યે વિનેશ ફોગટનું વજન માપવામાં આવ્યું હતું. વિનેશનું વજન 50 કિલો કરતાં 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. આ કારણોસર તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : વિનેશ ફોગાટને મળશે ફાઈનલમાં રમવાની તક? ઇન્ટરનેશનલ રેસલિંગ ફેડરેશનનો આવી ગયો જવાબ

Tags :
Advertisement

.

×