Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vote Chori : વોટર અધિકાર યાત્રામાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન

વોટર અધિકાર યાત્રામાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન (Vote Chor) ગુજરાત મોડલ ચોરી કરવાનું મોડલ છેઃ રાહુલ ગાંધી 2014 પહેલા વોટ ચોરી ગુજરાતથી શરૂ થઈ હતીઃ રાહુલ Vote Chori : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની VOTER ADHIKAR YATRA મુજફ્ફરપુર પહોંચી છે....
vote chori   વોટર અધિકાર યાત્રામાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
Advertisement
  • વોટર અધિકાર યાત્રામાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન (Vote Chor)
  • ગુજરાત મોડલ ચોરી કરવાનું મોડલ છેઃ રાહુલ ગાંધી
  • 2014 પહેલા વોટ ચોરી ગુજરાતથી શરૂ થઈ હતીઃ રાહુલ

Vote Chori : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની VOTER ADHIKAR YATRA મુજફ્ફરપુર પહોંચી છે. રાહુલ ગાંધી (RahulGandhi)એ અહીં સંબોધન કરતા કેન્દ્રની ભાજપા સરકારને આડેહાથ લેતા કહ્યું કે, દેશમાં ગુજરાત મોડલ ચાલી રહ્યું છે. ગુજરાત મોડલ (Gujarat Model)ચોરીનું મોડલ છે. તેમણે હરિયાણા અને મહારાષ્ટ્રમાં 'Vote Chor 'નો આરોપ લગાવ્યો. દેશમાં 'વોટ ચોરી' કરવામાં આવી રહી છે. જેના વિરોધમાં આ યાત્રામાં લોકો સામેથી જોડાઈ રહ્યા છે. રસ્તામાં 6 વર્ષના બાળકોનું એક ગ્રૂપ મળ્યું તેમણે મને જોઈને કહ્યું 'નરેન્દ્ર મોદી વોટ ચોર'.

ભાજપ આગામી 40 વર્ષ સુધી સત્તામાં રહેશે (Vote Chori)

'મતદાર અધિકાર યાત્રા' દરમિયાન મુઝફ્ફરપુરમાં સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું, "જ્યારે હું અહીં આવતો હતો ત્યારે રસ્તામાં 6 વર્ષના બાળકોનું ગ્રૂપ મળ્યું. તેઓ મને જોઈને કહેતા હતા કે નરેન્દ્ર મોદી વોટ ચોર. 6 વર્ષના બાળકો પણ સમજી ગયા છે કે ભારતમાં મતની ચોરી થઈ રહી છે. થોડા દિવસો પહેલા અમિત શાહે કહ્યું હતું કે, ભાજપ આગામી 40 વર્ષ સુધી સત્તામાં રહેશે. રાજકારણમાં કાલે શું થશે એની કોઈને ખબર નથી હોતી ત્યારે અમિત શાહ અમિત શાહ આગામી 40 વર્ષનું ભવિષ્ય કેવી રીતે જાણે છે? કેવી રીતે? વોટ ચોરી કરીને...

Advertisement

Advertisement

વોટ ચોર, ગાદી છોડ' ના નારા લગાવી રહ્યા છે (Vote Chori)

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર આરોપ લગાવતા કહ્યું કે, આ યાત્રા હવે આખા બિહારમાં લોકોમાં, અરે બાળકોમાં પણ ચર્ચાનો વિષય બની છે. નાના બાળકો પણ Vote Chor, ગાદી છોડ' ના નારા લગાવી રહ્યા છે.

આ પણ  વાંચો -Punjab Flood : શાળામાં 400થી વધુ બાળકો 4 ફૂટ પાણીમાં ફસાયા, NDRF આર્મીની ટીમો રાહતમાં જોડાઈ

પરિણામ પહેલા નરેન્દ્ર મોદી પહેલેથી સીટોનો કરે છે દાવો

રાહુલ ગાંધીએ 2014  અને 2019 ની ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ઓપિનિયન પોલ કંઈક અલગ કહેતા હતા પરંતુ નરેન્દ્ર મોદી પહેલાથી જ દાવો કરતા હતા કે 300 બેઠકો આવશે. અને તેવું જ થયું. વોટ ચોરીનું આ મોડેલ ગુજરાતથી શરૂ થયું અને 2014  પછી તેને રાષ્ટ્રીય સ્તરે લવાયું. અગાઉ કોઈ પુરાવા નહોતા તેથી કંઈ કહેવાયું નહીં. પરંતુ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મતદાર યાદી અને વિડીયો રેકોર્ડિંગમાંથી મોટા પાયે ગેરરીતિઓ બહાર આવી હતી. રાહુલ ગાંધીના મતે એક વિધાનસભા મતવિસ્તારમાં એક લાખ નકલી વોટ મળી આવ્યા. અનેક ડુપ્લિકેટ નામો પકડાયા. હરિયાણા અને મહારાષ્ટ્રમાં વોટ ચોરી થઈ છે.

આ પણ  વાંચો -Indian Navy : સંરક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત, ભારતમાં બનશે નેવીના તમામ જહાજ

નવો કાયદો બનાવીને ચૂંટણી પંચને કાર્યવાહીમાંથી બહાર કરાયો

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, નવો કાયદો બનાવીને ચૂંટણી પંચને કાર્યવાહીમાંથી બહાર કરી દીધો. તેમનું કહેવું હતું કે જો બધું ઈમાનદારીથી થઈ રહ્યું છે તો આવો કાયદો બનાવવાની જરૂરિયાત શું છે. રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી વોટ ચોરીને ચૂંટણી જીતે છે અને એમાં ચૂંટણીપંચ મદદ કરે છે તેવો પણ આરોપ લગાવ્યો.

દરેક નાગરિકને એક મતનો અધિકાર અપાયો

રાહુલ ગાંધીએ કહ્યું કે, બંધારણ આપણો આત્મા છે. એમાં દરેક નાગરિકને એક મતનો અધિકાર અપાયો છે. પરંતુ બિહારમાં ૬૫ લાખ મતદાતાઓના નામ હટાવાયા છે. જેમાં સૌથી વધુ અસર દલિત, પછાત, લઘુમતી અને ગરીબ વર્ગને થઈ છે, જ્યારે ધનિક લોકોનો મતાધિકાર સુરક્ષિત રહ્યો છે.

Tags :
Advertisement

.

×