Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Voter list : ઘૂસણખોરોના નામ વોટર લિસ્ટમાંથી હટાવવા જોઈએ કે નહીં? ચૂંટણી પંચે પૂછ્યાં પાંચ સવાલ

  Voter list : બિહારમાં વોટર લિસ્ટ(Voter list)ના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પર ચાલી રહેલા હોબાળા વચ્ચે ચૂંટણી પંચે દેશના દરેક નાગરિકને પાંચ સવાલ પૂછ્યા અને ખાસ સુધારણા કાર્યમાં સહયોગ માંગ્યો. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આ સવાલોનો હેતુ વોટર...
voter list   ઘૂસણખોરોના નામ વોટર લિસ્ટમાંથી હટાવવા જોઈએ કે નહીં  ચૂંટણી પંચે પૂછ્યાં પાંચ સવાલ
Advertisement

Voter list : બિહારમાં વોટર લિસ્ટ(Voter list)ના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પર ચાલી રહેલા હોબાળા વચ્ચે ચૂંટણી પંચે દેશના દરેક નાગરિકને પાંચ સવાલ પૂછ્યા અને ખાસ સુધારણા કાર્યમાં સહયોગ માંગ્યો. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આ સવાલોનો હેતુ વોટર લિસ્ટને છેડછાડ વિનાનું, પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો છે, જેથી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓ યોજી શકાય.

Advertisement

  • વોટર લિસ્ટની તપાસ થવી જોઈએ કે નહીં?
  • મૃતકોના નામ વોટર લિસ્ટમાંથી દૂર કરવા જોઈએ કે નહીં?
  • જો કોઈનું નામ વોટર લિસ્ટમાં બે કે તેથી વધુ જગ્યાએ હોય, તો શું તેને એક જ જગ્યાએ રાખવું જોઈએ કે નહીં?
  • જે લોકો બીજી જગ્યાએ ગયા છે તેમના નામ વોટર લિસ્ટમાંથી દૂર કરવા જોઈએ?
  • શું ઘૂસણખોરોના નામ વોટર લિસ્ટમાંથી હટાવવા જોઈએ કે નહીં?

ચૂંટણી પંચને સાથ આપવા આહ્વાન

ચૂંટણી પંચના જણાવ્યાનુસાર, આ સવાલોનો તમારો જવાબ 'હા' હોય, તો વોટર લિસ્ટને છેડછાડ વિનાનું તૈયાર કરવાના આ મુશ્કેલ કાર્યમાં ચૂંટણી પંચને સાથ આપો. વોટર લિસ્ટને છેડછાડ વિનાનું અને ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે, છેલ્લા છ મહિનામાં 28 નક્કર પગલાં લેવામાં આવ્યા છે અને તમામ પક્ષો સાથે વાતચીતની નવી વ્યવસ્થા પણ બનાવવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો -   Himachal માં વરસાદનો કહેર યથાવત,ઐતિહાસિક મંદિરનો એક ભાગ ડૂબ્યો

રાજકીય પક્ષો સાથે 4719 બેઠકો

છેલ્લા છ મહિનાથી ચૂંટણી પંચે પેટા વિભાગ, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રાજકીય પક્ષો સાથે વ્યવસ્થિત બેઠકોનું આયોજન કરી રહ્યું છે. માર્ચ મહિનામાં, પેટા વિભાગીય મતદાર નોંધણી અધિકારીઓ (ERO)થી લઈને રાજ્ય સ્તરના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સુધીના તમામ રાજ્યો દ્વારા રાજકીય પક્ષો સાથે 4719 બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં વિવિધ પક્ષોના કુલ 28,000 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ બેઠકોમાંથી, 40 બેઠકો મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા, 800 બેઠકો જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા અને 3879 બેઠકો મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા યોજાઈ હતી.

Tags :
Advertisement

.

×