મત આપ્યો એનો અર્થ એવો નથી કે તમે મારા માલિક બની ગયા અને હું તમારો મજુર: ભડક્યા અજિત પવાર
- સમર્થકો સાથે મહારાષ્ટ્ર ડેપ્યુટી સીએમની ચકમક
- સરપંચની હત્યા મામલે ઉગ્ર થયા હતા સમર્થકો
- પવનચક્કીની કંપની દ્વારા દાદાગીરીની પણ ફરિયાદ
નવી દિલ્હી : બારામતી પહોંચેલા મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવાર સમર્થકો પર ભડક્યા હતા. જો કે તે અંગે મહાયુતીના દળ તેમનો બચાવ કરતા જોવા મળ્યા. હાલ તે અંગે ડેપ્યુટી સીએમની તરફથી કોઇ પ્રતિક્રિયા નથી આપવામાં આવી. સમાચાર છે કે, રવિવારે આખો દિવસ બારામતીમાં જ રહ્યા હતા અને અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ખાસ વાત છે કે, તેમણે બારામતીથી જ વિધાનસભા ચૂંટણી જીતી છે.
સમર્થકો સાથે ચકમક
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર જ્યારે પવારની સામે તેમના સમર્થક અનેક મુદ્દે પત્ર લઇને પહોંચ્યા ત્યારે તેઓ ભડકી ગયા હતા. તેમણે કહ્યું કે, તમે મને મત આવ્યો છે, જેનો અર્થ એવો જરા પણ નથી કે તમે મારા બોસ બની ગયા છો. શું તમે મને તમારો મજૂર બનાવવા માંગો છો.
આ પણ વાંચો : Ahmedabad: ઇમ્યુનિટી ઓછી હોય તેવા લોકોને HMPV વાયરસની અસર થાય
લોકોના વ્યવહાર અંગે વાત નથી થતી
બીજી તરફ શિવસેના નેતા અને કેબિનેટ મંત્રી સંજય શિરસાતે કહ્યું કે, ક્યારેક ક્યારેક જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ કામ કરે છે, કેટલાક મતદાતા કંઇક ખાસ મુદ્દાઓ પર જોર આપતા રહે છે. હવે ચૂંટાયેલા પ્રતિનિધિની ટિપ્પણીઓ દેખાડવામાં આવે છે, જો કે મતદાતાઓના વર્તનની વાત ક્યાંય નથી હોતી.
સરપંચની હત્યા મામલે ભાજપના ધારાસભ્યની વાત પર ભડક્યા એનસીપી
ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સુરેશ ધસે શનિવારે પરભણીમાં એક વિરોધ પ્રદર્શન દરમિયાન ધનંજય મુંડેને મંત્રિમંડળમાં સમાવેશ કરવાના પરક્ષો રીતે ઉલ્લેખ કરતા રાકાંપા પ્રમુખ પવાર પર કટાક્ષ કર્યા અને કહ્યું કે, અજિત દાદા શું થયું તમારા વચનનું?
આ પણ વાંચો : Chhattisgarh : નક્સલીઓએ સુરક્ષાદળોના કાફલા પર કર્યો હુમલો, 9 જવાન શહીદ
શિનસેના નેતા પણ બગડ્યા
બીજી તરફ શિવસેના નેતા અને કેબિનેટ મંત્રી સંજય શિરસાતે કહ્યું કે, ક્યારેક ક્યારેક ચૂંટાયેલા જનપ્રતિનિધિ કામ કરે છે, તો કેટલાક મતદાતાઓ ખસ મુદ્દાઓ પર જોર આપતા રહે છે. હવે ચૂંટાયેલા પ્રતિનિધિની ટિપ્પણીઓ દેખાડવામાં આવે છે, પરંતુ મતદાતાઓના વર્તન અંગે ક્યાંય પણ વાત નથી નથી.
અજિત પવાર કોઇને પણ નહી છોડે
રવિવારે ભાજપ નેતાની ટિપ્પણી અંગે પ્રતિક્રિયા આપતા રાકંપાના પ્રવક્તા સુરજ ચવ્હાણે કહ્યું કે, જો રાકાંપાને કોઇ પણ નેતાની સમગ્ર મામલે સંડોવણી સામે આવશે તો અજિત પવાર તેને નહીં છોડે. ચવ્હાણે કહ્યું કે, હું દેવેન્દ્ર ફડણવીસને અપીલ કરવા માંગુ છું કે, તેઓ ધસથી મહાયુતિ ગઠબંધનના સૌહાર્દપુર્ણ વાતાવરણમાં ખરાબ ન કરવા ાટે કહેય જો અજિત પવારને બદનામ કરવામાં આવશે તો તેઓ યોગ્ય જવાબ આપશે.
આ પણ વાંચો : 2020 માં કોરોના અને 2025 માં HMPV! સોશિયલ મીડિયામાં આ મીમ્સ થયા વાયરલ
સરપંચની હત્યા મામલો ગરમાયો
બીડ જિલ્લાના મસાજોગના સરપંચ દેશમુખનું 9 ડિસેમ્બરે કથિત રીતે કેટલાક લોકો દ્વારા પવનચક્કીની કંપની સાથે પરાણે વસુલીના પ્રયાસનો વિરોધ કરવામાં આવતા અપહરણ કરી લેવામાં આવ્યું હતું. ક્રુરતા પુર્વક તેમની હત્યા કરી દેવામાં આવી હતી.


