Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Waqf Amendment Bill ને મળી રાષ્ટ્રપતિની મંજૂરી, દેશમાં નવો કાયદો લાગુ, AIMPLB એ આપી આંદોલનની ચીમકી

સંસદના બંને ગૃહો દ્વારા વકફ સુધારા બિલ પસાર થયા બાદ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ તેને મંજૂરી આપી દીધી છે. કોંગ્રેસ, AIMIM, આમ આદમી પાર્ટી (AAP)એ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
waqf amendment bill ને મળી રાષ્ટ્રપતિની મંજૂરી  દેશમાં નવો કાયદો લાગુ  aimplb એ આપી આંદોલનની  ચીમકી
Advertisement
  • રાષ્ટ્રપતિ મુર્મુએ વક્ફ સુધારા બિલને મંજૂરી આપી
  • કોંગ્રેસ, AIMIM અને AAPએ વિરોધ કર્યો
  • AIMPLB એ આંદોલનની ચેતવણી આપી

New Waqf Amendment Bill: સંસદના બંને ગૃહો દ્વારા વક્ફ સુધારા બિલ પસાર થયા બાદ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ તેને મંજૂરી આપી દીધી છે. વકફ સુધારા બિલ 2025 હવે કાયદો બની ગયો છે. આ નવા કાયદાને કોંગ્રેસ, AIMIM અને આમ આદમી પાર્ટી (AAP)એ અલગ-અલગ અરજીઓ આપી સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. દેશના વિવિધ રાજ્યોમાં ઘણા મુસ્લિમ સંગઠનો પણ આનો વિરોધ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના મતે, આ કાયદો મુસ્લિમ વિરોધી નથી અને તેનો ઉદ્દેશ્ય વકફ મિલકતોના ભેદભાવ અને દુરુપયોગને રોકવાનો છે.

સંસદને બંને ગૃહોમાં કેટલા મત મળ્યા?

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ પણ આ કાયદા અંગે ચિંતા વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે તાત્કાલિક બેઠકની માંગ કરી હતી. લોકસભામાં વક્ફ સુધારા બિલના પક્ષમાં 288 મત પડ્યા અને તેની વિરુદ્ધમાં 232 મત પડ્યા. જ્યારે રાજ્યસભામાં બિલના પક્ષમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા. રાજ્યસભામાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા તમામ સુધારા પ્રસ્તાવોને ધ્વનિ મતદાનથી નકારી કાઢવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો :  CM Yogi : હવે વકફના નામે લૂંટ બંધ થશે...વકફ સુધારા બિલ પર CM યોગીનું ચોકવનારું નિવેદન

Advertisement

AIMPLB એ આંદોલનની ચેતવણી આપી

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ શનિવારે (5 એપ્રિલ, 2025) આ બિલ સામે દેશવ્યાપી આંદોલનની ચેતવણી આપી છે. AIMPLB દિલ્હી, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, વિજયવાડા, મલપ્પુરમ, પટના, રાંચી, માલેરકોટલા અને લખનૌમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, 'શાસક પક્ષે બહુમતીનો દુરુપયોગ કર્યો છે અને બિલ બળજબરીથી લાદવામાં આવ્યું છે.'

સરકારનું કહેવું છે કે આ કાયદાથી મુસ્લિમ મહિલાઓને ફાયદો થશે અને વકફ મિલકતોના સંચાલનમાં પારદર્શિતા સુનિશ્ચિત થશે. એક મહિના પહેલા નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળ (BJD) દ્વારા વકફ સુધારા બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, બિલ પર ચર્ચા પછી, બીજેડીએ તેના સાંસદોને મુક્તપણે મતદાન કરવા કહ્યું.

આ પણ વાંચો : waqf bill : વક્ફ બિલ પર ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે મોટુ નિવેદન

Tags :
Advertisement

.

×