Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્યસભામાં પણ વકફ સુધારા બિલ પાસ, જાણો કયા પક્ષમાં કેટલા વોટ પડ્યા?

લોકસભા પછી, રાજ્યસભામાં પણ વક્ફ સુધારા બિલ બહુમતીથી પસાર થઈ ગયું છે. ચાલો જાણીએ કે આ બિલ અંગે આગળ હવે શું થશે ?
રાજ્યસભામાં પણ વકફ સુધારા બિલ પાસ  જાણો કયા પક્ષમાં કેટલા વોટ પડ્યા
Advertisement
  • રાજ્યસભામાં પણ વકફ સુધારા બિલ પાસ
  • 12 કલાકની ચર્ચા બાદ બિલ પર વોટિંગ થયું
  • રાષ્ટ્રપતિ મંજૂરી આપશે તો કાયદો બની જશે

Waqf Amendment Bill: લોકસભા બાદ રાજ્યસભામાં પણ વકફ એમેન્ડમેન્ટ બિલ 2025 અને મુસ્લિમ વક્ફ બિલ 2024 પસાર કરવામાં આવ્યુ. ગત રાત્રે લગભગ 12 કલાકની ચર્ચા બાદ બિલ પર વોટિંગ થયું. આ બિલની તરફેણમાં 128 વોટ પડ્યા અને બિલના વિરોધમાં 95 વોટ પડ્યા હતા. વોટિંગ બાદ બિલ બહુમતીથી પસાર થયું હતું. લોકસભામાં પણ આ બિલ પર લગભગ 12 કલાક ચર્ચા થઈ હતી. લોકસભામાં 288 સાંસદોએ બિલની તરફેણમાં અને 232 સાંસદોએ તેની વિરુદ્ધમાં વોટિંગ કર્યું હતું.

રાષ્ટ્રપતિ મંજૂરી આપશે તો કાયદો બની જશે

હવે આ બિલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલવામાં આવશે, જો તેઓ તેને મંજૂરી આપશે તો તે કાયદો બની જશે અને પછી ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને તેનો અમલ કરવામાં આવશે. લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ બંને ગૃહોમાં આ બિલ રજૂ કર્યુ હતું. મંત્રી કિરેન રિજિજુએ આ બિલને ઉમ્મીદ (યુનિફાઇડ વક્ફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ) નામ આપ્યું છે. NDA અને ઇન્ડિયા એલાયન્સના નેતાઓ વચ્ચે બિલ પર ગરમાગરમ ચર્ચા થઈ હતી, તે બાદ બિલ બંને ગૃહોમાં બહુમતીથી પસાર થઈ ગયું.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Waqf bill : વક્ફ સુધારા બિલ વચ્ચે નીતિશ કુમારને મોટો ઝટકો,વરિષ્ઠ નેતા આપ્યું રાજીનામું આપ્યું

શું કહ્યુ કિરેન રિજિજુએ ?

રાજ્યસભામાં વકફ બિલ પર બોલતા, કિરેન રિજિજુએ કહ્યું કે જો વકફ બોર્ડ એક વૈધાનિક સંસ્થા છે, તો પછી આ વૈધાનિક સંસ્થામાં ફક્ત મુસ્લિમોનો જ સમાવેશ કેમ થવો જોઈએ? જો હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વિવાદ થાય તો તેનો ઉકેલ કેવી રીતે આવશે? તેથી, એવી કોઈ જોગવાઈ નથી કે વક્ફ બોર્ડમાં બિન-મુસ્લિમોનો સમાવેશ કરવામાં આવશે નહીં. બિન-મુસ્લિમો સાથે પણ વિવાદો થઈ શકે છે. તેથી કોઈપણ વૈધાનિક સંસ્થા ધર્મનિરપેક્ષ હોવી જોઈએ. તેમાં બધા ધર્મના લોકોનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. બિલમાં, ભાજપની મોદી સરકારે પારદર્શિતા, જવાબદારી અને ચોકસાઈનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. વ્યાપક ચર્ચા-વિચારણા પછી, બિલ તૈયાર કરવામાં આવ્યું અને JPC ને મોકલવામાં આવ્યું.

આ પણ વાંચો : Lok Sabha: તમે ચીન સાથે કેક કાપશો,તો Trump Tariff તેને બરબાદ કરી દેશે...રાહુલ ગાંધીનો લોકસભામાં પ્રહાર

Tags :
Advertisement

.

×