શું લાડલી બહેન યોજના ખાલી ચૂંટણી જીતવા માટે જ હતી? 1.63 લાખ મહિલાઓના નામ હટાવાયા
- લાડલી બહેન યોજનાની જોરશોરથી શરૂઆત કરવામાં આવી
- હવે તબક્કાવાર હટાવાઇ રહ્યા છે મહિલાઓનાં નામ
- 60 વર્ષથી વધારે ઉંમરની તમામ મહિલાઓના નામ હટાવાયા
MP Ladli Behna Yojana : મધ્યપ્રદેશ સરકારે 2023 માં પ્રદેશની મહિલાઓ માટે મુખ્યમંત્રી લાડલી બહેન યોજના શરૂ કરી હતી. આ યોજના અંતર્ગત લાખો મહિલઓને લાભ મળતો હતો. તત્કાલીન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ યોજના અંતરગ્ત મહિલાઓના ખાતામાં હજાર રૂપિયા મોકલવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી મોહન યાદવે 1250 રૂપિયા કરી દીધા હતા.
મહિલાઓને આ યોજનાની આગામી હપ્તાની રાહ જોઇ રહ્યા છે. આગામી હપતો 10 જાન્યુઆરીએ આપવામાં આવશે. જો કે તે અગાઉ મધ્યપ્રદેશની લાડલી બહેન યોજનામાં લાભ લઇ રહેલી 1.63 લાખ મહિલાઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે. જેમાં લાખો મહિલાઓને મોટુ નુકસાન થવાનું છે.
આ પણ વાંચો : CM Bhupendra Patel નો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, હવે નહીં થાય પાણીની અછત!
1.63 લાખ મહિલાઓના નામ કમી કરવામાં આવ્યા
મધ્યપ્રદેશમાં હાલ કૂલ 2.47 કરોડ મહિલાઓને લાડલી બહેન યોજનાનો લાભ મળશે. સરકાર દ્વારા જાહેરાત પણ કરી દેવામાં આવી છે કે, યોજનામાં લાભ લઇ રહેલી 1.63 લાખ મહિલાઓના નામ ઘટાડી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ તમામ મહિલાઓ 60 વર્ષ કરતા વધારે ઉંમરની થઇ ચુકી છે. આ કારણે આ મહિલાઓના નામ યોજના લાભાર્થીઓની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
10 જાન્યુઆરીએ મળશે હપતો
મધ્ય પ્રદેશની લાડલી બહેન યોજનામાં લાભ લઇ રહેલી મહિલાઓ માટે સારા સમાચાર પણ આવ્યા છે. મધ્યપ્રદેશ સરકાર દ્વારા લાડલી બહેના યોજનાનો આગામી હપતો કરવાની જાહેરાત કરવામાં આવી છે. 10 જાન્યુઆરીએ તમામ લાભાર્થી મહિલાઓના ખાતામાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા ડીબીટી યોજના દ્વારા 1250 રૂપિયાની રકમ મોકલી આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલાઓ યોજનામાં અપાત્ર જાહેર થઇ ચુકી છે તેને આ યોજનાનો લાભ નહીં મળે.
આ પણ વાંચો : IT Raid : ઓર્બિટ ગ્રુપના ડિરેક્ટરોની ધરપકડ, મિલકતો પર કાર્યવાહી...