BJP ની સાથે જ છીએ અને રહીશું, હવે ભૂલ નહીં કરીએ: નીતીશ કુમારની સ્પષ્ટતા
- ભાજપ સાથે મળીને દેશ તથા બિહારનો વિકાસ કરીશું
- અગાઉ માર્ગ ભટકી ગયા હતા પરંતુ હવે તેવી ભુલ નહી કરીએ
- ભાજપ સાથેનું અમારુ ગઠબંધન હવે કેન્દ્રીય સ્તરે પણ મજબુત
પટના : સીએમ નીતીશ કુમારે કહ્યું કે, હવે હંમેશા ભાજપની સાથે રહેશું અને બિહારની સાથે સાથે દેશનો પણ વિકાસ કરીશું. મુખ્યમંત્રીના નિવેદન બાદ રાજનીતિક અટકળો પર વિરામ લાગી ચુક્યો છે.
ભાજપ છોડીને જવાની ભુલ હવે નહી કરીએ
Nitish Kumar News: પ્રગતિ યાત્રાના બીજા તબક્કામાં શનિવારે ગોપાલગંજ પહોંચેલા મુખ્યમંત્રી નીતીશ કુમારે લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર વિરામ લગાવ્યો છે. ગોપાલગંજ કલેક્ટરેટમાં વિકાસાત્મક યોજનાઓની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે, અમે બે વખત ભૂલ કરી અને આમ તેમ જતા રહ્યા હતા. હવે અમે તે ભૂલ નહીં કરીએ અને હંમેશા સાથે રહીશું. બિહારની સાથે સાથે સમગ્ર દેશના વિકાસમાં ભાગીદાર બનીશું. મુખ્યમંત્રી નીતીશ કુમારના આ નિવેદન બાદ રાજનીતિક ગલિયારામાં ચાલી રહેલી અટકળો પર વિરામ લાગી ચુક્યો છે.
અમે લોકો બિહારને આગળ વધારી રહ્યા છીએ
મુખ્યમંત્રીએ કહ્યું કે, પહેલા હિન્દુ-મુસ્લિમ વચ્ચે વિવાદના સમાચાર આવતા હતા. જ્યારે બિહારના લોકોએ આપણા લોકોને કામ કરવાની તક આપી, ત્યારથી બિહારની સ્થિતિ બદલી છે. દરેક ક્ષેત્રમાં વિકાસ થયો છે અને વિકાસના કામ સતત ચાલી રહ્યા છે. કોઇની સાથે ભેદભાવ નથી કરવામાં આવી રહ્યો. અમે મળીને સતત બિહારને આગળ વધારી રહ્યા છીએ.
બિહારનો કોઇ વિસ્તાર વિકાસથી વંચીત નથી
મુખ્યમંત્રીએ કહ્યું કે, બિહારનો કોઇ પણ વિસ્તાર વિકાસથી વંચીત નથી. અમે શિક્ષણ, સ્વાસ્થય, માર્ગ, પુલના નિર્માણનું કામ મોટા પ્રમાણમાં કરી રહ્યા છીએ અને કરાવ્યું પણ છે. જેના કારણે બિહારના કોઇ પણ ખુણામાં 6 કલાકની અંદર પટના પહોંચી શકે છે. જેને હવે ઘટાડીને 5 કલાક કરવાના પ્રયાસ ચાલુ છે. તેના માટે દરેક પ્રકારની કામગીરી ચાલી રહી છે.
2025 માં 12 લાખ લોકોને સરકારી નોકરી આપીશું
2020 સુધીમાં અમે લોકોએ આઠ લાખ લોકોને સરકારી નોકરી આપી છે. 10 લાખ સરકારી નોકરીનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યું છે. જેને વધારીને 12 લાખ કરી દીધી છે. અત્યાર સુધી 9 લાખ લોકોને સરકારી નોકરીઓ આપી દેવાઇ છે. આ ઉપરાંત 10 લાખ લોકોને રોજગાર આપવાનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો. હવે 24 લાખ લોકોને રોજગાર પ્રાપ્ત કરાવ્યો છે. 2025 માં 12 લાખ લોકોને સરકારી નોકરી અને 34 લાખ લોકોને રોજગાર આપવાનું અમારુ વચન છે.


