ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

'અમે બિનજરૂરી બાબતો પર ચર્ચા નથી કરતા', રમેશ બિધુરીના નિવેદન પર કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીની પહેલી પ્રતિક્રિયા

હાલમાં જ કાલકાજી વિસ્તારમાં એક કાર્યક્રમ હતો, જે દરમિયાન રમેશ બિધુરીએ પ્રિયંકા ગાંધી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
05:05 PM Jan 08, 2025 IST | MIHIR PARMAR
હાલમાં જ કાલકાજી વિસ્તારમાં એક કાર્યક્રમ હતો, જે દરમિયાન રમેશ બિધુરીએ પ્રિયંકા ગાંધી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
priyanka on ramesh

Delhi Assembly Elections 2025: કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ બુધવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં કાલકાજીથી ભાજપના ઉમેદવાર રમેશ બિધુરીના નિવેદન પર પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, રમેશ બિધુરીનું નિવેદન અત્યંત વાહિયાત છે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે, અમે (કોંગ્રેસ) આ નકામી બાબતોની ચર્ચા કરતા નથી.

બીજેપી નેતાના નિવેદનો કરતા દિલ્હીની જનતાના મુદ્દા વધુ મહત્વના

પ્રિયંકા ગાંધીએ બીજેપી નેતાના નિવેદન પર કહ્યું કે, આ સંપૂર્ણપણે હાસ્યાસ્પદ ટિપ્પણી છે. આ બધા ખૂબ જ બિનજરૂરી મુદ્દાઓ છે. આ સમયે જ્યારે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે, આ સમય દરમિયાન આપણે દિલ્હીની જનતાના મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે વાત કરવી જોઈએ.

આ પણ વાંચો :  ભાણીએ ભાગીને લગ્ન કર્યા, ગુસ્સે ભરાયેલા મામાએ રિસેપ્શનના ભોજનમાં ઝેર ભેળવી દીધું

ભાજપ નેતાના આ નિવેદનને લઈને હોબાળો થયો હતો

મળતી માહિતી મુજબ, તાજેતરમાં કાલકાજી વિસ્તારમાં એક કાર્યક્રમ હતો. આ દરમિયાન રમેશ બિધુરીએ પ્રિયંકા ગાંધી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તમને જણાવી દઈએ કે, રમેશ બિધુરીએ કથિત રીતે "કાલકાજી વિસ્તારના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવવા"ની વાત કરી હતી.

5 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાશે

દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ વિધાનસભા માટે મતદાન થવાનું છે. અહીં 8મી ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરવામાં આવશે. દિલ્હીમાં કુલ 70 વિધાનસભા બેઠકો છે, જેમાં 1.55 કરોડથી વધુ મતદારો છે. રાજધાનીમાં મતદાન માટે 13,000 થી વધુ મતદાન મથકો બનાવવામાં આવશે.

આ પણ વાંચો :  Maha Kumbh 2025 : સંગમમાં ડૂબકી લગાવશે સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ

Tags :
CongressDelhi Assembly ElectionsDelhi Assembly elections 2025discussfirst reactionGujarat Firstimportant issuesKalkaji areaobjectionable commentspeople of DelhiPriyanka GandhiRamesh Bidhuriridiculous commentstatementuseless mattersvery unnecessary issuesViral on Social Media
Next Article