Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bihar Election: ચૂંટણી પંચના કરતૂતોનો અણુબોમ્બ ફોડીશું, કોઈને નહીં છોડીએઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર લગાવ્યા ગંભીર આરોપ  મતની ચોરી થઈ રહી છે. અમારી પાસે આના નક્કર પુરાવા છે: રાહુલ ગાંધી હું આ વાત 100 ટકા પુરાવા સાથે કહી રહ્યો છું. એક કરોડ મતદારો ઉમેરાયાની આશંકાથી માંગ ...
bihar election  ચૂંટણી પંચના કરતૂતોનો અણુબોમ્બ ફોડીશું  કોઈને નહીં છોડીએઃ રાહુલ ગાંધી
Advertisement
  • કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર લગાવ્યા ગંભીર આરોપ 
  • મતની ચોરી થઈ રહી છે. અમારી પાસે આના નક્કર પુરાવા છે: રાહુલ ગાંધી
  • હું આ વાત 100 ટકા પુરાવા સાથે કહી રહ્યો છું.
  • એક કરોડ મતદારો ઉમેરાયાની આશંકાથી માંગ 

Bihar Election : લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi)શુક્રવારે ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવતા કહ્યું કે, મતની ચોરી થઈ રહી છે. અમારી પાસે આના નક્કર પુરાવા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પંચ આ મત ચોરીમાં સામેલ છે.હું આ વાત હળવાશમાં નથી કહી રહ્યો. હું આ વાત 100 ટકા પુરાવા સાથે કહી રહ્યો છું. અમે આ વાત જાહેર કરીશું કે તુરંત જ આખા દેશને ખબર પડી જશે કે ચૂંટણી પંચ મતોની ચોરી કરી રહ્યું છે. આ બધું કોના માટે? આ ચૂંટણી પંચ ભાજપ માટે કામ કરી રહ્યું છે. આ અંગે કોઈ સવાલ નહીં ઉઠાવી શકે.

બિહાર મતદાર યાદી પર ચૂંટણી પંચ સામે મોરચો ખોલશે

રાહુલ ગાંધીએ કહ્યું કે, મધ્યપ્રદેશમાં અમને શંકા હતી. લોકસભામાં પણ શંકા હતી. મહારાષ્ટ્રમાં અમારી શંકા વધી. રાજ્ય સ્તરે અમને લાગ્યું કે ચોરી થઈ છે. એક કરોડ મતદારો ઉમેરાયાની આશંકાથી અમે ડિટેઈલ માગી. ચૂંટણી પંચે મદદ ના કરી તો અમે જાતે તપાસ કરતા છ મહિના લાગ્યા. અમારી પાસે જે મળ્યું તે એક અણુબોમ્બ છે. જો તે ફૂટશે તો તમને ભારતમાં ક્યાંય ચૂંટણી પંચ દેખાશે નહીં.

Advertisement

તમે ભારત વિરુદ્ધ કામ કરી રહ્યા છો.

રાહુલે કહ્યું કે હું ખૂબ જ ગંભીરતાથી કહી રહ્યો છું કે, જે કોઈ પણ આ કામ કરી રહ્યું છે. જે કોઈ પણ ચૂંટણી પંચમાં બેસીને આ કામ કરી રહ્યું છે. ઉપરથી નીચે સુધી કોઈ પણ... અમે તેમને છોડીશું નહીં. તમે ભારત વિરુદ્ધ કામ કરી રહ્યા છો. આ રાજદ્રોહથી ઓછું કંઈ નથી. નિવૃત્ત થઈ જશો તો પણ શોધી કાઢીશું. અમે કર્ણાટકમાં આનો ખુલાસો કરીશું.

Advertisement

આ પણ  વાંચો -Vice President : ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તારીખો જાહેર, ECએ જાહેર કર્યું શેડ્યુલ

ચૂંટણી પંચનું બ્લેક એન્ડ વ્હાઈટ બતાવીશું

રાહુલ ગાંધીએ અગાઉ કહ્યું હતું કે, મહારાષ્ટ્રની ચૂંટણીમાં અમારી સાથે છેતરપિંડી થઈ છે. અમે ચૂંટણી પંચને મતદાર યાદી બતાવવા કહ્યું હતું. પરંતુ અમને મતદાર યાદી બતાવવામાં આવી ન હતી. અમે કહ્યું હતું કે, વીડિયોગ્રાફી બતાવવી જોઈએ પરંતુ વીડિયોગ્રાફીનો કાયદો જ બદલાઈ ગયો છે. મહારાષ્ટ્રમાં એક કરોડ નવા મતદારો આવ્યા હતા, ત્યાં ચૂંટણી ચોરી કરી લેવાઈ. અમે હમણાં જ કર્ણાટકમાં સંશોધન કર્યું છે. જ્યાં મોટી ચોરી પકડી છે. ચૂંટણી પંચનું બ્લેક એન્ડ વ્હાઈટ બતાવીશ.

આ પણ  વાંચો -Vice President : ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તારીખો જાહેર, ECએ જાહેર કર્યું શેડ્યુલ

મતચોરીની આખી સિસ્ટમ શોધી કાઢી

વિપક્ષના નેતાએ કહ્યું કે, હું ચૂંટણી પંચને કાળા અને સફેદ રંગમાં બતાવીશ કે ચોરી કેવી રીતે અને ક્યાં થાય છે. તેમને પણ ખબર પડી ગઈ છે કે અમે તેમનો ખેલ સમજી ગયા છીએ. અમે એક મતવિસ્તાર પસંદ કરીને ઊંડું સંશોધન કર્યું. અને તેમની આખી સિસ્ટમ શોધી કાઢી કે તેઓ કેવી રીતે મત ચોરી કરે છે. કોને મત આપે છે, કેવી રીતે કરે છે. નવા મતદારો કેવી રીતે બનાવવામાં આવે છે. તેઓ સમજી ગયા એટલે જ બિહારની આખી સિસ્ટમ નવી રીતે કરવાનું નક્કી કર્યું છે. તેઓ મતદારોને કાઢી નાખશે અને નવેસરથી મતદાર યાદી તૈયાર કરશે.

Tags :
Advertisement

.

×