Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'24 કલાકમાં મારી દઈશું ગોળી;' ડેપ્યુટી મુખ્યમંત્રીને મળી ધમકી, તપાસનો ધમધમાટ

બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીને અજ્ઞાત વ્યક્તિ દ્વારા જીવથી મારી નાંખવાની ધમકી મળવાનો કેસ સામે આવ્યો છે.
 24 કલાકમાં મારી દઈશું ગોળી   ડેપ્યુટી મુખ્યમંત્રીને મળી ધમકી  તપાસનો ધમધમાટ
Advertisement

'24 કલાકમાં મારી દઈશું ગોળી;' ડેપ્યુટી મુખ્યમંત્રીને મળી ધમકી, તપાસનો ધમધમાટ

બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીને અજ્ઞાત વ્યક્તિ દ્વારા જીવથી મારી નાંખવાની ધમકી મળવાનો કેસ સામે આવ્યો છે. પોલીસ અનુસાર, આ ધમકી સમ્રાટ ચૌધરીના એક સમર્થકના મોબાઈલ ફોન ઉપર મેસેજ મોકલીને આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ડેપ્યુટી સીએમને 24 કલાકની અંદર જ ગોળી મારી દેવામાં આવશે.

Advertisement

ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર ઘટનાની જાણકારી મળતા જ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. જોકે, અત્યાર સુધી આ બાબતે કોઈ જ સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવવામાં આવી નથી. પરંતુ પટણા (સેન્ટ્રલ) એસપી દીક્ષાએ જણાવ્યું કે ધમકી ભર્યા સંદેશના આધાર પર તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ટેકનોલોજી પૂરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે.

Advertisement

તેમણે કહ્યું કે, અમે ટેકનોલોજીને લગતા પાંસાઓ ઉપર તપાસ શરૂ કરી છે અને ટૂંક જ સમયમાં એફઆઈઆર નોંધવામાં આવશે. જણાવી દઈએ કે, સમ્રાટ ચૌધરી ભાજપાના કોટાથી બિહારના ઉપમુખ્યમંત્રી છે અને રાજકીય રીતે ખુબ જ સક્રિય નેતા છે.

તપાસમાં લાગી પોલીસ

પોલીસનું કહેવું છે કે, મેસેજ ક્યાં નંબરથી આવ્યો, તે નંબર કોના નામ પર છે અને તેનું લોકેશન શું છે, આ બધા પાસાંઓ પર ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. સાઈબર સેલ પણ સક્રિય થઈ ગઈ છે. હાલમાં ઉપ મુખ્યમંત્રીની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો- ‘સોને કી ચીડિયા’ નહીં હવે વાઘ બનવું પડશે, કેરલમાં બોલ્યા RSSના ચીફ મોહન ભાગવત

Tags :
Advertisement

.

×