Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Weather : મૂશળધાર વરસાદ બાદ હવે હાડ થીજાવતી ઠંડી માટે તૈયાર રહેજો!

Weather : દેશના કેટલાય ભાગોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે. ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં હાલમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ત્યારે હવે વિશ્વ હવામાન સંગઠન (WMO) એ તાજેતરમાં જ હવામાનની આગાહી કરીને જણાવ્યું છે કે સપ્ટેમ્બરમાં હજુ વધારે...
weather   મૂશળધાર વરસાદ બાદ હવે હાડ થીજાવતી ઠંડી માટે તૈયાર રહેજો
Advertisement

Weather : દેશના કેટલાય ભાગોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે. ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં હાલમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ત્યારે હવે વિશ્વ હવામાન સંગઠન (WMO) એ તાજેતરમાં જ હવામાનની આગાહી કરીને જણાવ્યું છે કે સપ્ટેમ્બરમાં હજુ વધારે વરસાદ થઈ શકે છે અને આ વર્ષે ઠંડી પણ તીવ્ર પડી શકે છે કારણ કે સપ્ટેમ્બરમાં 'લા નીના' પાછું આવી રહ્યું છે. તેની હવામાન  (Weather) અને આબોહવા પ્રણાલી પર ગંભીર અસર પડે છે. લા નીનાની અસરને કારણે, શિયાળામાં તાપમાનમાં ભારે ઘટાડો થવાની સંભાવના રહે છે. આને કારણે, ઉત્તર ભારતમાં હાડ થીજવી નાખતી ઠંડી પડી શકે છે.

'લા નીના'ની કામચલાઉ ઠંડીની અસર

વિશ્વ હવામાન સંગઠનના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 'લા નીના'ની કામચલાઉ ઠંડીની અસર છતાં વિશ્વના મોટાભાગમાં વૈશ્વિક તાપમાન હજુ પણ સરેરાશથી ઉપર રહેવાની સંભાવના છે. જણાવી દઈએ કે 'લા નીના' અને 'અલ નીનો' પેસિફિક મહાસાગરના આબોહવા ચક્રના બે વિરોધી તબક્કા છે. અલ ​​નીનો પેરુ નજીક દરિયાઈ પાણીના સમયાંતરે ગરમ થવાનો ઉલ્લેખ કરે છે જેના લીધે ઘણીવાર ભારતમાં ચોમાસું નબળું પડી જાય છે, અને શિયાળો પ્રમાણમાં ગરમ ​​રહે છે.

Advertisement

Advertisement

લા નીનાની અસર

જયારે લા નીના આ પાણીને ઠંડુ કરે છે, જેના કારણે ભારતમાં સામાન્ય રીતે ચોમાસુ ખૂબ જ મજબૂત રહે છે અને મુશળધાર વરસાદ પડે છે. આ ઉપરાંત, શિયાળામાં પણ અન્ય વર્ષોની સરખામણીમાં વધુ અને તીવ્ર ઠંડી પડે છે. અલ ​​નીનોની ઘટના સામાન્ય રીતે એક વર્ષથી વધુ સમય સુધી ટકી શકતી નથી, જ્યારે તેનાથી વિપરીત, લા નીનાની ઘટનાઓ એકથી ત્રણ વર્ષ સુધી ટકી શકે છે.વિશ્વ હવામાન સંગઠનના જણાવ્યા પ્રમાણે, લા નીના અને અલ નીનો જેવી કુદરતી રીતે બનતી આબોહવા ઘટનાઓ માનવ-પ્રેરિત આબોહવા પરિવર્તનના વ્યાપક સંદર્ભમાં બની રહી છે, જે વૈશ્વિક તાપમાનમાં વધારો કરી રહી છે, હવામાનની ચરમ પરિસ્થિતિઓની તીવ્રતા વધી રહી છે અને મોસમી વરસાદ અને તાપમાન પ્રણાલીમાં ફેરફાર થઈ રહ્યો છે.

આ પણ  વાંચો - Bihar Bandh : NDAની 4 સપ્ટેમ્બરે બિહાર બંધની જાહેરાત, મહિલા કાર્યકર્તાઓ સંભાળશે મોરચો

માર્ચથી પરિસ્થિતિ છે તટસ્થ

માર્ચ 2025થી તટસ્થ પરિસ્થિતિઓ (ન તો અલ નીનો કે ન તો લા નીના) રહી છે અને વિષુવવૃત્તીય પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ સપાટીના તાપમાનમાં વિસંગતતાઓ સરેરાશની આસપાસ છે. સંગઠને જણાવ્યા પ્રમાણે, સપ્ટેમ્બરથી આ પરિસ્થિતિઓ ધીમે ધીમે લા નીનાનું સ્વરૂપ લઈ શકે છે. WMOના ગ્લોબલ સેન્ટર્સ ફોર સીઝનલ ફોરકાસ્ટિંગની આગાહી અનુસાર, વિષુવવૃત્તીય પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ સપાટીનું તાપમાન સપ્ટેમ્બર-નવેમ્બર 2025 દરમિયાન ENSO (અલ નીનો-સધર્ન ઓસિલેશન)-તટસ્થ સ્તરે રહેવાની 45 ટકા અને લા નીના સ્તર સુધી ઠંડુ થવાની 55 ટકા શક્યતા છે.

આ પણ  વાંચો -Telangana માં BRSમાંથી કે.કવિથા સસ્પેન્ડ, પિતાએ જ પાર્ટીમાંથી પાણિચું પકડાવ્યું

લા નિનાની મોસમી આગાહી

એટલે કે, ઓક્ટોબર અને ડિસેમ્બર 2025 વચ્ચે, લા નીનાની શક્યતા લગભગ 60 ટકા સુધી વધી જાય છે, જ્યારે અલ નીનોની સંભાવના ઓછી રહે છે. વિશ્વ હવામાન સંગઠનના સેક્રેટરી-જનરલ સેલેસ્ટે સાઉલોએ જણાવ્યું, અલ નિનો અને લા નિનાની મોસમી આગાહીઓ અને આપણા હવામાન પર તેની અસરો એક મહત્ત્વપૂર્ણ આબોહવા સાધન છે. આ આગાહીઓ કૃષિ, ઉર્જા, આરોગ્ય અને પરિવહન જેવા મુખ્ય ક્ષેત્રોમાં લાખો ડોલરની આર્થિક બચતમાં રૂપાંતરિત થાય છે, અને તેનો ઉપયોગ તૈયારી અને પ્રતિક્રિયાઓના કામમાં માર્ગદર્શન આપવા માટે કરવામાં આવે છે, તો હજારો લોકોના જીવ બચી જાય છે.

અલ નિનો-સધર્ન ઓસિલેશન (ENSO) વૈશ્વિક આબોહવા પ્રણાલીનો મુખ્ય ચાલક છે પરંતુ તે પૃથ્વીની આબોહવાને પ્રભાવિત કરતું એકમાત્ર પરિબળ નથી. વિશ્વ હવામાન સંગઠનના વૈશ્વિક મોસમી આબોહવા ઉત્તર એટલાન્ટિક ઓસિલેશન, આર્ક્ટિક ઓસિલેશન અને હિંદ મહાસાગર ડાયપોલ જેવી અન્ય સિસ્ટમોને પણ ધ્યાનમાં રાખે છે. લેટેસ્ટ અપડેટમાં સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન ઉત્તરી ગોળાર્ધના મોટાભાગના ભાગો અને દક્ષિણ ગોળાર્ધના મોટા ભાગો માટે સામાન્ય કરતા વધુ તાપમાનની આગાહી કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×