Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

WEATHER UPDATE : આ રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, આગમી સમયમાં અહી થશે વરસાદના વધામણાં

WEATHER UPDATE : દેશમાં એકતરફ ઘણા રાજ્યોમાં હજી કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ કેટલાક રાજ્યોમાં વરસાદના વધામણા થઈ રહ્યા છે. ઘણા રાજ્યો તો એવા છે કે જ્યાં હજી પણ વરસાદ પહોંચ્યો જ નથી. ત્યારે હવે મોસમ વિભાગ...
weather update   આ રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી  આગમી સમયમાં અહી થશે વરસાદના વધામણાં
Advertisement

WEATHER UPDATE : દેશમાં એકતરફ ઘણા રાજ્યોમાં હજી કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ કેટલાક રાજ્યોમાં વરસાદના વધામણા થઈ રહ્યા છે. ઘણા રાજ્યો તો એવા છે કે જ્યાં હજી પણ વરસાદ પહોંચ્યો જ નથી. ત્યારે હવે મોસમ વિભાગ દ્વારા વરસાદ અંગે આગાહી કરવામાં આવે છે. 9 રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ઘણા રાજ્યોમાં આગમી ત્રણ દિવસમાં વરસાદની આગાહી કરી દેવામાં આવી છે.

આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી

છેલ્લા 24 કલાકમાં ઘણા રાજ્યોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. તમિલનાડુ-પુંડિચેરી, કરાઈકલ, બિહાર, મધ્ય મહારાષ્ટ્ર, બંગાળ,રાજસ્થાન, સિક્કિમ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન અહીં 115.5-204.4 મીમી વરસાદ નોંધી શકાય છે.

Advertisement

આગમી 3-4 દિવસ દરમિયાન આ રાજ્યોમાં વરસાદના વધામણાં

આગામી 3-4 દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશના કેટલાક ભાગો, બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી 3-4 દિવસમાં ચોમાસું પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના વધુ ભાગોમાં પહોંચે તેવી શક્યતા છે.

Advertisement

આ રાજ્યોમાં હજી પણ ગરમીનો કહેર યથાવત

વરસાદના આગમન બાદ પણ દેશમાં ઘણા રાજ્યો એવા પણ છે જ્યાં હજી પણ ગરમીનો કહેર યથાવત છે. આ રાજ્યોમાં ઉત્તર મધ્યપ્રદેશ, હરિયાણા-દિલ્હી, પૂર્વ રાજસ્થાન અને ગુજરાતમાં મહત્તમ તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ રહ્યું છે. વધુમાં ઉત્તર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ રાજસ્થાનના પશ્ચિમ ભાગોમાં તો વાતાવરણમાં ગરમીનો પારો તેના કરતા પણ વધારે છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ઓરાઈ (પશ્ચિમ ઉત્તર પ્રદેશ)માં 44.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આ પણ વાંચો : દારૂડિયાને લાગી Porn જોવાની આદત, સગી દિકરી પર જ કર્યો દુષ્કર્મનો પ્રયત્ન અને પછી…

Tags :
Advertisement

.

×