Shubhanshu Shukla: વેલકમ બેક શુભાંશુ, અંતરિક્ષથી પુત્ર પરત ફરતા માતા-પિતા થયા ભાવ વિભોર
- શુંભાશુ શુક્લા 18 બાદ પૃથ્વી પર પાછા ફર્યા
- ભારતના અવકાશ કાર્યક્રમ માટે આ ગર્વની ક્ષણ
- પરિવાર સભ્યોએ એકબીજાને અભિનંદન આપ્યા
Shubhanshu Shukla : 15 જુલાઇ બપોરે એક ઐતિહાસિક ક્ષણની સાક્ષી બન્યુ જ્યારે ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રુપ કેપ્ટન શુંભાશુ શુક્લા 18 દિવસની આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની મુલાકાત લીધા પછી તેઓ પૃથ્વી પર પાછા ફર્યા. આ તેમની પહેલી અવકાશ યાત્રા હતી, જે એક્સિઓમ મિશન 4 (Ax-4) નો ભાગ હતી. શુભાંશુ સ્પેસએક્સના ગ્રેસ અવકાશયાનમાં પાછા ફર્યા અને કેલિફોર્નિયા કિનારે પેસિફિક મહાસાગરમાં સુરક્ષિત રીતે ઉતર્યા. ભારતના અવકાશ કાર્યક્રમ માટે આ ગર્વની ક્ષણ છે.
આ પલે તેમનો પરિવાર ખુબજ ભાવવિભોર થઇ ગયો હતો પરિવારમાં તેમની માતા અને પિતા ભાવ વિભોર બન્યા હતા.
#WATCH | Axiom-4 Mission | Lucknow, UP: Group Captain Shubhanshu Shukla's family rejoices and celebrates as he and the entire crew return to the earth after an 18-day stay aboard the International Space Station (ISS) pic.twitter.com/S8TuJk95D7
— ANI (@ANI) July 15, 2025
આ પણ વાંચો -Jammu-Kashmir : ડોડા જિલ્લામાં ટેમ્પો ટ્રાવેલર ખીણમાં ખાબકતા 7 યાત્રાળુઓનાં મોત
શુભાંશુના પરિવારમાં ખુશીનો અવસર
શુભાંશુના આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી સફળ વાપસી બાદ લખનૌમાં ઉત્સવનો માહોલ છે. શુભાંશુ મૂળ લખનૌના રહેવાસી છે. તેમનો પરિવાર લખનૌમાં છે. આ ખુશીના પ્રસંગે પરિવારના સભ્યોએ એકબીજાને અભિનંદન આપ્યા અને કેક કાપીને ઉજવણી કરી.
#WATCH | Lucknow | Group Captain Shubhanshu Shukla's family celebrates as Axiom-4 Dragon spacecraft returns to Earth pic.twitter.com/VDyFGEIlXM
— ANI (@ANI) July 15, 2025
આ પણ વાંચો -BSE Bombed Threatening Email: બોમ્બે સ્ટોક એક્સચેન્જને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેલ મળ્યો
શુભાંશુની માતા રડી પડ્યા
આટલો મોટો અવસર હોય સ્વાભાવીક છે કે માતાને ખુશી અને ગર્વ થાય છે. માતાએ હરખભેર કહ્યુ કે મારો પુત્ર પરત ફરતા મને આજે ખુબજ ગર્વ થાય છે કે મારા પુત્રને આટલી મોટી સફળતા મળી.કેલિફોર્નિયાના તટ પર થયુ સ્પેશ ફ્લશ, 18 દિવસ અંતરિક્ષમાં રહ્યા બાદ પરત ફર્યા શુભાંશુ શુક્લા, હવે તેઓ 7 દિવસ કોરોન્ટાઇન રહેશે. શુભાંશુ શુક્લાનું પૃથ્વી પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યુ.


